વલસાડઃ 21 દિવસના લોકડાઉન દરમિયાન મૂળ કર્ણાટકના મેંગ્લોરના બે યુવાનો 20 દિવસથી ગુજરાતના વલસાડ જિલ્લાની ભીલાડ બોર્ડર પર ફસાયેલા છે. આ યુવાનો 20 દિવસથી ફૂડ પેકેટ ખાઈને કારમાં જ પોતાના દિવસ રાત પસાર કરી રહ્યા છે. આ અંગેના ETV ભારતના અહેવાલ બાદ આ વિસ્તારના ધારાસભ્ય તેમજ વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે બનતી મદદ કરવાની ખાતરી આપી છે.
ભીલાડ બોર્ડર પર ફસાયેલા યુવાનોને ધારાસભ્ય રમણલાલ પાટકરે દ્વાર મદદની ખાતરી કોરોના મહામારીમાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ લોકડાઉનના એક દિવસ પહેલા સોપારીનો વેપાર કરતા કર્ણાટકના મેંગ્લોરથી રાજકોટ આવેલા આસિફે હુસેન અને મોહમ્મદ તાકીન મારીલ ગુજરાતની ભીલાડ બોર્ડર પર 20 દિવસથી ફસાયેલા પડ્યા હતા.
જે અંગે ETV ભારતને જાણ થતા તેને મદદરૂપ થવા તેનો અહેવાલ પ્રસારીત કર્યો હતો અને ટ્વિટર પર ટ્વીટ કર્યો હતો. જે આધારે રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે તેની ગંભીરતા સમજી ટ્વિટ કર્યું છે કે, કેબિનેટમાં થયેલા ચર્ચા મુજબ રાજ્યમાં કયાંય પણ આવા લોકો ફસાયા હોય તો તેમને માટે બનતી મદદ કરવાની તૈયારી સરકારની છે.આ યુવાનો વહેલી તકે વતન પહોંચી શકે તે માટે વલસાડ કલેક્ટર સાથે ચર્ચા કરી હતી.
ભીલાડ બોર્ડર પર ફસાયેલા યુવાનોને ધારાસભ્ય રમણલાલ પાટકરે દ્વાર મદદની ખાતરી વલસાડ જિલ્લાના લોકપ્રિય નેતા અને સતત 5 ટર્મથી ધારાસભ્ય પદે રહેલા રમણલાલ પાટકર વર્ષોથી પ્રજાના સાચા સેવક કહેવાતા આવ્યા છે. કોરોના વાઈરસની મહામારી અને લોકડાઉન દરમિયાન પણ તેઓ પોતાના નિવાસસ્થાનેથી સતત પ્રજાલક્ષી સેવાઓ બજાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આસિફ અને મોહંમદ ભીલાડ ચેકપોસ્ટ પર અંબર હોટલમાં કાર પાર્ક કરી 20 દિવસથી કારને જ ઘર બનાવી લોકડાઉનના કપરા દિવસો પસાર કરી રહ્યા છે.