ETV Bharat / state

વલસાડ: લોન નહીં ભરવા યુવાને પોતાના જ અપહરણનું કર્યું નાટક, પિતા પાસે માગી 3 લાખની ખંડણી

વલસાડમાં યુવાને ઓનલાઈન એપ્લિકેશનથી લોન લીધી હતી. તેના હપ્તા નહીં ભરાતા અને લોનના હપ્તા ભરવા ન પડે એવા હેતુથી પોતાનુ જ અપહરણ કરી પિતા પાસેથી 3 લાખ 20 હજારની ખંડણી માગી હતી.

valsad
valsad
author img

By

Published : Nov 30, 2020, 10:34 PM IST

  • ફરસાણની દુકાન ચાલાવનારો 5 દિવસથી ગુમ થઈ ગયો હતો
  • લોનના હપ્તા ન ભરવા પડે એવા હેતુથી પોતાના જ અપહરણનું કર્યું તરકટ
  • પિતાના મોબાઈલ ઉપર મેસેજ કરી 3 લાખ 20 હજારની ખંડણી માગી

વલસાડઃ શહેરના હાલર ખાતે રહેતા અને જગદીશ ફરસાણની ભાડેથી દુકાન ચલાવનાર રાજન દમણિયા છેલ્લા 5 દિવસથી ઘરે નહીં આવતા ગુમ થયેલાની ફરિયાદ તેમના પિતાએ વલસાડ સિટી પોલીસ મથકે નોધાવી હતી.

લોન નહીં ભરવા યુવાને પોતાના જ અપહરણનું કર્યું નાટક
પિતા પાસેથી પ્રથમ 20 હજાર અને ત્યારબાદ 3 લાખની માગી ખંડણી રાજને પોતાના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલી પ્રથમ 20,000ની અને બાદમાં 3,00.000ની માગણી કરી હતી. પિતા મુંઝવણમાં મુકાઈ ગયા અને તુરત વલસાડ શહેર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.મોબાઈલ લોકેશનને આધારે પોલીસ યુવકને હેમખેમ સુરતથી લઈ આવી વલસાડ શહેર પી.આઇ એચ.જે ભટ્ટની ટીમે તેના મોબાઈલ લોકેશનના આધારે સુરત પોલીસની મદદથી હેમખેમ લઈ આવી હતી. પોલીસે પૂછપરછ કરતા ઓનલાઈન એપ્લિકેશનથી લોન લીધી હતી અને લોન ભરપાઈ કરવા માટે સમગ્ર અપહરણનું નાટક રચ્યું હતું અને જાતે જ વાત ઉપજવાનું સામે આવ્યું હતું. યુવાનના પિતાએ વલસાડ શહેર પોલીસનો અશ્રુ ભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો. અને વલસાડ શહેર પોલીસની સરાહનીય કામગીરી ફરી એક વખત સામે આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.