જેના કારણે RTO કચેરીનું કાર્યભાર ખૂબ વધી ગયો છે. કચેરીનો કાર્યભારનો બોજ હળવો કરવા માટે સરકાર દ્વારા હાલમાં જ એક પરિપત્ર ક્રમાંક MVA/કામગીરી/ITI/7409 મુજબ જાહેર કરીને લર્નિંગ લાઇસન્સ આપવા માટે હવે જિલ્લાની દરેક ITI માં એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે જે માટે વલસાડ જિલ્લામાં પણ આવેલી 6 જેટલી ITI માં કેન્દ્ર ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે જ્યારે ITI ખાતે લર્નિંગ લાઇસન્સ આપવાનો બંધ કરવામાં આવશે.
સરકાર દ્વારા હાલમાં જ વાહન વ્યવહારના નિયમોને વધુ કડક બનાવી લોકોને કાયદાનું પાલન કરવાની ફરજ પડવામા આવી રહી છે.જેને કારણે જેમની પાસે અત્યાર સુધી લાયસન્સ ન હતું એવા અનેક ગ્રાહકો હવે RTO કચેરી ખાતે લાયસન્સ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે અને અચાનક જ RTO કચેરી ખાતે છેલ્લા એક માસથી લાયસન્સ બનાવવા માટે લોકોની જંગી જનમેદની અને લાંબી કતારો જોવા મળી રહી છે. જેના કારણે આરટીઓ કચેરી રવિવારે પણ ચાલુ રાખવાની સરકારને ફરજ પડી રહી છે.
આ પ્રકારનું કાર્યબોજ વધી જવાને કારણે સરકાર દ્વારા વધુ એક પગલું ભરતા એક પરિપત્ર જાહેર કરી આગામી દિવસમાં દરેક જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં લર્નિંગ લાયસન્સ આપવા માટે એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જે માટે દરેક જિલ્લામાં આ પરિપત્રની જાણકારી આપી દેવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ 6 તાલુકામાં આવેલા ITI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં પણ લર્નિંગ લાઇસન્સ માટે વિશેષ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
જોકે પરિપત્ર અનુસાર લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે પ્રતિ લાયસન્સ 6 રૂપિયા 100 જેટલું મહેનતાણું ITI ને આપવાનું સરકારે નક્કી કર્યું છે અને આ માટે ITI ના દરેક ઇન્સ્ટ્રક્ટર અને આચાર્યને લોગ-ઈન અને પાસવર્ડ આઇડી આપવામાં આવશે.તો લર્નિંગ લાઇસન્સની કામગીરી માટે ઓટોમોબાઇલ અને મેકેનિક ટ્રેડના કર્મચારીને ટેસ્ટીંગ ઓફિસર તરીકે નિમવા ના રહેશે.
આ સમગ્ર બાબતે ટેલિફોનિક વાતચીતમાં પારડી ITI ના જે ચૌધરીએ જણાવ્યું કે, તેમને ઉપરી કચેરીથી આ પરિપત્ર બાબતે જાણકારી આપવામાં આવી છે. તારીખ 11 ના રોજ લર્નિંગ લાઇસન્સના કેન્દ્ર શરૂ કરવા માટે તેમને કચેરી ખાતે એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવશે.