ETV Bharat / state

વાપી-ઉમરગામની વર્ષ 2020ની વીતેલી યાદો - vapipolice

વર્ષ 2020એ સમગ્ર દેશ માટે કોરોના મહામારીનું વર્ષ રહ્યું હતું. એ જ રીતે વલસાડ જિલ્લા માટે પણ વર્ષ 2020 ભારે ઉથલ પાથલ ભર્યું રહ્યું હતું.હત્યા, લૂંટની ઘટનાઓ સાથે શરૂ થયેલું વર્ષ 2020 વાપી-ઉમરગામના લોકો માટે કોરોના સામે પડકારજનક રહ્યું તો, ઉદ્યોગકારો માટે પાયમલજનક, જ્યારે પોલીસ માટે લૂંટ, હત્યા, દારૂના ગુન્હાઓ સાથે સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટેના બંદોબસ્ત સાથેનું વ્યસ્ત વર્ષ પુરવાર થયું છે.

વાપી-ઉમરગામની વર્ષ 2020ની વીતેલી યાદો
વાપી-ઉમરગામની વર્ષ 2020ની વીતેલી યાદો
author img

By

Published : Dec 28, 2020, 9:51 AM IST

Updated : Dec 28, 2020, 9:57 AM IST

  • વર્ષ 2020 પડકાર જનક વર્ષ રહ્યું
  • હત્યા, ધાડ, લૂંટના ગુન્હામાં પોલીસ વ્યસ્ત
  • કોરોના મહામારીમાં અનેક સારા નરસા અનુભવોનું વર્ષ
    વાપી-ઉમરગામની વર્ષ 2020ની વીતેલી યાદો

વલસાડ:વર્ષ 2020 શરૂઆતના પ્રથમ દિવસે એટલે કે 1લી જાન્યુઆરીથી 26મી ડિસેમ્બર સુધી વલસાડ પોલીસ માટે પડકારજનક હતું. જેમાં પ્રથમ દિવસે દમણ-દાદરા નગર હવેલીમાથી દારૂની પાર્ટી કરીને આવેલા 800થી વધુ લોકોને વાપી ટાઉન, GIDC, ડુંગરા, ભિલાડ પોલીસ મથકે લાવતા પોલીસ સ્ટેશન દારૂડીયાઓથી ખીચોખીચ ભરાયું હતું. જેઓને કોર્ટમાં રજૂ કરવા ખાનગી બસોને ભાડે બોલાવવી પડી હતી. તો સાંજે બે સગીર વયના મિત્રો વચ્ચે મારામારી થતા એક સગીર યુવકે અન્ય બીજાં યુવકના પેટમાં ચાકુ હુલાવી મોતને ઘાટ ઉતારી દીધો.

10 કરોડની લૂંટ, 2 મહિલા પર ફાયરિંગ

વર્ષ 2020 પડકાર જનક વર્ષ રહ્યું
વર્ષ 2020 પડકાર જનક વર્ષ રહ્યું
જાન્યુઆરીમાં જ IIFL ગોલ્ડ લોન ઓફિસમાં ત્રાટકેલા લૂંટારાઓએ 10 કરોડ આસપાસના સોનાની લૂંટ કરી. 11મી જાન્યુઆરીએ હરિયા પાર્ક વિસ્તારમાં એક પુત્રએ 5 લાખની સોપારી આપી સગી જનેતા અને તેની સખીને શાર્પ શૂટરો પાસે ફાયરિંગ કરાવી મોતને ઘાટ ઉતારી. ફ્લિપકાર્ટની ઇન્સ્ટાકાર્ટ પ્રાઇવેટ સર્વિસના કલેક્શન બોય પાસેથી 16.9 લાખની રોકડ રકમની લૂંટ થઈ, સગીર બાળકી પર નરાધમે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી જેવી ઘટનાઓમાં પોલીસ દોડતી રહી. જો કે પોલીસની સતર્કતાથી વર્ષના મધ્યમાં લૂંટના આરોપીઓ અને હત્યા કરનાર હત્યારાઓને દબોચી પોલીસે પોતાની કાબેલિયત પુરવાર કરી હતી.ઉદ્યોગોમાં આગના બનાવો બન્યાવર્ષ 2020માં જ NRC અને CRC નો કાયદો અમલમાં આવતા દેશની સાથે વાપી, ઉમરગામમાં મુસ્લિમ સંગઠનો અને કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો, ઉદ્યોગોની અનેક નાની મોટી કેમીકલ ફેક્ટરીઓ, ભંગારના ગોડાઉનમાં આગના બનાવો બનતા વાપી વાસીઓમાં જીવ તાળવે ચોંટ્યા હતા. કોરોનાનો કહેર સામે આવ્યો
21 એપ્રિલ વલસાડ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ

વિશ્વ અને ભારતભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ચિંતાજનક પોઝિટિવ કેસો ગુજરાતમાં પણ મળી આવ્યા હોય ગુજરાત સરકાર અને તેનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ, મરોલી અને દાંડી ગામના બારી, ભંડારી, મીતના અને માછી સમાજના વિદેશમાંથી આવેલા તેમજ સૌરાષ્ટ્રમાં માછીમારી કરવા ગયેલા 30 હજાર જેટલા માછીમારોને પરત બોલાવી હોમ કોરોન્ટાઇન કર્યા હતા. શહેરની સરહદો અને ગામડાઓમાં બહારના વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો હતો. પ્રથમ વખત નેશનલ હાઇવે પર વાહનોનો ધમધમાટ બંધ થયો.લોકડાઉનમાં લોકો દંડાયા
કોરોનાનો કહેર સામે આવ્યો
કોરોનાનો કહેર સામે આવ્યો
કોરોનાવાયરસ ને કારણે લોકડાઉન જાહેર કરવા છતાં વાપી ઉમરગામ પંથકમાં વાહનો લઇને લટાર મારવા નીકળેલ લોકોના વાહન પોલીસ વિભાગ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. અનેક લોકોની રોજગારી છીનવાઈ જતા સામાજિક સંસ્થાઓ, પોલીસ, ઔદ્યોગિક એકમોએ ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા મહેકાવી તો, કેટલાક ઠગ ભગતોએ ગરીબ લોકોને મદદરૂપ થવાને બદલે તેઓને વતન પહોંચાડી આપવાના નામે ખિસ્સા ખંખેર્યા જેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.કોરોનાની કારણે 145 લોકો મોટને ભેટ્યા
કોરોનાની કારણે 145 લોકો મોટને ભેટ્યા
કોરોનાની કારણે 145 લોકો મોટને ભેટ્યા
21 એપ્રિલ વલસાડ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો જે બાદ 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 1303 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા 145 દર્દીઓના સારવાર દરમ્યાન મોત થયા, વહીવટી તંત્રએ થર્મલ સ્ક્રિનિંગ માટે બુથ ઉભા કર્યા, હેન્ડ સેનેટાઇઝર, માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં શરૂઆતમાં 2 કોવિડ હોસ્પિટલ ઉભી કરી વર્ષના અંતમાં પ્રાઇવેટ હોસ્પિટલોને મંજૂરી આપી, મહારાષ્ટ્ર બોર્ડર આવાગમન માટે સિલ કરી જેથી ગુજરાતમાં આવતા જતા હજારો લોકો ફસાયા અને હોબાળો મચાવ્યો. લોકોને ઘરમાં રહેવાની ફરજ પડાઈ શરાબ, તંબાકુ, ધૂમ્રપાન પર પ્રતિબંધ લાગતા વ્યસનીઓની હાલત કફોડી બની. 5 રૂપિયાની ગુટકા-તમાકુની પડીકી 50 રૂપિયાના કાળાબજારે પહોંચી. વતન વાપસી હેઠળ તંત્રએ કેમ્પ શરૂ કર્યા ટ્રેનમાં જવા માટે સ્પેશ્યલ ટ્રેનની સુવિધાઓ શરૂ કરી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર માટે એક લાખ જેટલા લોકોને ટ્રેન દ્વારા મોકલાવ્યા, 50 હજાર જેટલા લોકોને અન્ય વાહનો મારફતે મોકલાવ્યા હતા.Etvના સમાચારની તંત્રએ નોંધ લીધીતો, 7 મેં વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર ઇન્ડસ્ટ્રી પ્લાન્ટમાં કેમિકલ ગેસ લીકેજને ઠારવા વાપીની કંપનીમાંથી વાયા પ્લેન મારફતે ખાસ કેમીકલ રવાના કરાવ્યું હતું. વલસાડ જિલ્લામાં કલેકટરના જાહેરનામાંનો ભંગ કરી ગણેશજીની મૂર્તિઓના ડેરા તંબુ તણાયા હોવાનો અહેવાલ ETV ભારત પર પ્રસારિત થયા બાદ તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી હતી.ભારે વરસાદમાં NDRF દૂત બની
ભારે વરસાદમાં NDRF દૂત બની
ભારે વરસાદમાં NDRF દૂત બની
ઉમરગામ તાલુકાના સંજાણ બંદર અને ઘોડિપાડા ખાતે ભારે વરસાદમાં ફસાયેલ 218 જેટલા ગામલોકોને NDRFની ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડયા હતા. આ વિસ્તારમાં 24 કલાકમાં 14.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરગામ તાલુકાના દહેરીગામે મધરાતે ભારે વરસાદ વચ્ચે વિજળી પડતા યુવકનું મોત નિપજ્યુ, કોરોના મહામારી, અતિવૃષ્ટિ વચ્ચે 5મી સપ્ટેમ્બર 24 કલાકમાં 11, તો 11મી સપ્ટેમ્બરે 7 કલાકમાં 14 ભૂકંપના આંચકાથી વલસાડ-સંઘપ્રદેશની ધરા ધ્રુજી ઉઠતા લોકોના જીવ પડીકે બંધાયા હતા.

એક માસમાં જ પોણા ત્રણ કરોડનો દારૂ અને વાહનો ઝડપાયા

જિલ્લાના બિસ્માર માર્ગો અંગે ETV ભારત દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ ગાંધીનગર, સુરત અને વલસાડથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ માર્ગની મરામત કામગીરી હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરીહતી. 15 સપ્ટેમ્બર વાપીના કોળીવાડ વિસ્તારમાં મમલતદારની ટીમે રેઇડ કરતા બિલ આધાર પુરાવા વિનાનો 397 બોરી ઘઉંનો જથ્થો મળી આવતા 27 લાખનો મુદ્દામાલને સિઝ કર્યો. વાપી ટાઉનના દારૂ પ્રકરણમાં PSI ને સસ્પેન્ડ કર્યા બાદ PIની LIB માં બદલી કરી, 1.84 લાખના દારૂ સાથે રાજકોટનું દંપતી ઝડપાયું, વાપી ડિવિઝનમાં એક માસમાં કુલ 2,73,35,945નો દારૂ અને મુદ્દામાલ ઝડપાયો. ભીલાડમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 16 નબીરાઓની 33.78 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી.

વર્ષ 2020 ઉદ્યોગો માટે પાયમાલ જનક

ટૂંકમાં હત્યા, લૂંટની ઘટનાઓ સાથે શરૂ થયેલું વર્ષ 2020 વાપી-ઉમરગામના લોકો માટે કોરોના સામે પડકારજનક રહ્યું તો, ઉદ્યોગકારો માટે પાયમલજનક જ્યારે પોલીસ માટે લૂંટ, હત્યા, દારૂના ગુન્હાઓ સાથે સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટેના બંદોબસ્ત સાથેનું વ્યસ્ત વર્ષ પુરવાર થયું.

Last Updated : Dec 28, 2020, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.