વલસાડઃ સમગ્ર વિશ્વમાં મહિલાઓ પુરૂષ સાથે ખભે ખભા મિલાવીને કામ કરતી થઈ છે. કોઈ પણ શિક્ષિત મહિલાએ ઘરમાં બેસી રેહવાની જરૂર નથી. તેમણે ઘરમાંથી બહાર નીકળવાની જરૂર છે. મહિલાઓમાં જાગૃતતા લાવવાના હેતુથી શનિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને સરકાર દ્વારા માત્ર માનદ વેતન આપવામાં આવે છે. આ તમામ મહિલાઓને માનદ વેતન નહીં, પરંતુ વેતન આપવામાં આવે અને તેમને સરકારી નોકરીમાં ગણવામાં આવે, તે માટે હિન્દ મજદુર સભા દ્વારા વિશેષ ઝૂબંશ ઉપાડવામાં આવી છે. આ માટે જો મહિલાઓએ રસ્તા પર ઉતરવું પડે, તો તે પણ કરતા મહિલાઓ ખચકાશે નહીં. તેવો મક્કમ નિર્ધાર કર્યો છે.
આજના આ કાર્યક્રમ દરમિયાન વડોદરાથી લઈ ઉમરગામ સુધીના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ હાજરી આપી હતી.