વલસાડઃ જિલ્લામાં રેલવે ગોડાઉનમાં સરકારી અનાજના 2600 મેટ્રિક ટન ચોખા ભરીને વિશેષ રેલ વલસાડ પહોંચી હતી. જેને ખાલી કરવા માટે વલસાડ રેલવે ગોદીમાં કામ કરતા મજૂરો માટે લોકડાઉનને પગલે કોઈ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થા ન હતી.
વલસાડ શહેરની વિવિધ સંસ્થાઓ અને કેટલાક અગ્રણીઓએ આગળ આવી 230 જેટલા કામદારો માટે પીવાનું પાણી નાસ્તો તેમજ ભોજનની વિશેષ વ્યવસ્થા બંને ટીમની કરવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના વલસાડ બ્રાન્ચના સેક્રેટરી હુસેન બેલીમે જણાવ્યું કે, વલસાડના મુસ્લિમ સમાજ, રામવાડી યુવક મંડળ, ગુરુદ્વારા, જળદેવી માતા મંદિર દ્વારા તેમની સવાર અને સાંજની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જે બાદ આ તમામ મજૂરોએ નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરતા હાલ lockdown જેવા સમયમાં પણ રેલવે ગોદીમાંથી અનાજની બોરીઓ ટ્રકમાં ભરવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આ કામગીરી આગામી ત્રણ દિવસ સુધી સતત ચાલનાર છે અને સતત ત્રણ દિવસ સુધી વલસાડની તમામ સંસ્થાઓ દ્વારા આ મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કામગીરી શરૂ કરતાં પહેલા વલસાડના રેલવેના એરીયા મેનેજર દ્વારા તમામ કામદારોને પોતાના હસ્તે નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. મહત્વનું છે કે, વલસાડ રેલવે ગોદીમાં 26 મેટ્રિક ટન જેટલું અનાજ સરકારી ગોડાઉનમાં લઈ જવા માટે આવીને પડ્યું હતું.
જેને લઇ જવા માટે lockdown જેવા સમયમાં મજૂરોની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની હતી પરંતુ રેલવેમાં કામ કરતા અને કોન્ટ્રાક્ટર અને કામદારોના સહયોગથી દોઢસો જેટલા મજૂરોએ પોતાની નિષ્ઠા પૂર્વક કામગીરી બજાવી અને તમામ બોરીઓને સરકારી અનાજના ગોડાઉનમાં લઈ જવા માટે ટ્રકમાં ભરવાની કામગીરી બજાવી હતી.