ETV Bharat / state

વલસાડમાં મહિલા સ્વસહાય જૂથ કાજુ પ્રોસેસીંગ યુનિટ દ્વારા મેળવશે રોજગારી - કેમ્પા પ્રોજેકટ

વલસાડઃ ગુજરાત સરકાર દ્વારા અનેક એવી યોજના ઓ અમલમાં છે. જેમાં આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પગભર થઈ શકે. વલસાડ દક્ષિણ વન વિભાગના સહયોગથી કેમ્પા પ્રોજેકટ અંતર્ગત કપરાડા તાલુકાની માંડવા ગામે કાર્યરત શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથને પગભર કરવા 10 લાખની ગ્રાન્ટમાંથી નવું કાજુ પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

valsad
વલસાડમાં મહિલા સ્વસહાય જૂથ કાજુ પ્રોસેસીંગ યુનિટ દ્વારા મેળવશે રોજગારી
author img

By

Published : Jan 13, 2020, 12:02 AM IST

વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગના સહયોગથી કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારની મહિલાઓનું સ્વસહાય જૂથ આર્થિક રીતે પગભર થાય અને મહિલાઓને તેમના જ ગામમાં રોજગારી મળે એવા ઉમદા હેતુથી કેમ્પા પ્રોજેક્ટ અંતર્ગત શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથને 2018-19માં કાજુ પ્રોસેસીંગ યુનિટ સ્થાપવા માટે 10 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

વલસાડમાં મહિલા સ્વસહાય જૂથ કાજુ પ્રોસેસીંગ યુનિટ દ્વારા મેળવશે રોજગારી

જે ગ્રાન્ટ મુજબ દક્ષિણ વન વિભાગના સહયોગથી કપરાડા તાલુકાના માંડવા ગામે નવા કાજુ પ્રોસેસિંગ યુનિટ બનીને તૈયાર થતા વન આદિજાતિ કલ્યાણ રાજ્ય કક્ષાના પ્રધાન રમણ લાલ પાટકરના હસ્તે રીબીન કાપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે પ્રોસેસીંગ યુનિટની કામગીરી અંગેની પણ જાણકારી મેળવી હતી. આ યુનિટમાં એક સાથે 250 કિલો કાજુનું ઉત્પાદન થઈ શકે છે. 5 દિવસ સુધી કાજુ ઉપર પ્રોસેસ કર્યા બાદ તે પૂર્ણતઃ ખાવા લાયક પેકીંગ કરવામાં આવે છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના પ્રધાને કહ્યું કે, સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક કર્યો કરવામાં આવે છે. જેમાંનું આ એક કાર્ય છે. છેવાડાની બહેનો જે ઘર છોડી રોજગારી મેળવવા જઇ નથી શકતી, તેઓ માટે સ્થાનિક કક્ષાએ આ પ્રોસેસીંગ યુનિટ રોજગારી માટે મદદ રૂપ બનશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાના કાજુની પણ માંગ વધશે. ભૌગોલિક સ્થિતિ મુજબ કપરાડા વિસ્તારમાં અનેક લોકો કાજુની પણ ખેતી કરતા હોય છે ત્યારે તેઓને પણ ખેતીમાં ઉપજતા કાજુનો ભાવ મળશે.

કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગના ડી.એફ.ઓ.એમ. જે પરમાર, નાયબ વન સંવરક્ષક ઉત્તર વનવિભાગ બી. સૂચિન્દ્રા, નાયબ વન સંરક્ષક એચ. એસ. પટેલ, સામાજિક વનીકરણ અધિકારી એસ. જે. કેદારીયા સહિત કપરાડા તાલુકાના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ગુજરાત સરકાર દ્વારા અનેક એવી યોજના ઓ અમલ માં છે જેમાં આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પગભર થઈ શકે વલસાડ દક્ષિણ વન વિભાગ ના સહયોગ થી કેમ્પા પ્રોજેકટ અંતર્ગત કપરાડા તાલુકાની માંડવા ગામે કાર્યરત શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથ ને પગભર કરવા 10 લાખની ગ્રાન્ટ માંથી નવું કાજુ પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું

Body:વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગના સહયોગ થી કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારની મહિલાઓનું સ્વસહાય જૂથ આર્થિક રીતે પગભર થાય મહિલાઓ ને તેમનાજ ગામ માં રોજગારી મળે એવા ઉમદા હેતુ થી કેમ્પા પ્રોજેકટ અંતર્ગત શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથ ને 2018-19 માં કાજુ પ્રોસેસીંગ યુનિટ સ્થપવા માટે 10 લાખની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવી હતી જે મુજબ આજે દક્ષિણ વન વિભાગ ના સહયોગ થી કપરાડા તાલુકાના માંડવા ગામે નવા કાજુ પ્રોસેસિંગ યુનિટ બનીને તૈયાર થતા આજે વન આદિજાતિ કલ્યાણ રાજય કક્ષાના પ્રધાન રમણ લાલ પાટકરના હસ્તે રીબીન કાપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમને પ્રોસેસીંગ યુનિટ ની કામગીરી અંગે પણ જાણકારી મેળવી હતી આ યુનિટ માં એક સાથે 250 કિલો કાજુ નું ઉત્પાદન થઈ શકે છે 5 દિવસ સુધી કાજુ ઉપર પ્રોસેસ કર્યા બાદ તે પૂર્ણતઃ ખાવા લાયક પેકીંગ કરવામાં આવે છે કાર્યક્રમ દરમ્યાન રાજ્ય કક્ષાના પ્રધાને કહ્યું કે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક કર્યો કરવામાં આવે છે જેમાં નું આ એક છે છેવાડાની બહેનો જે ઘર છોડી રોજગારી મેળવવા જઇ નથી શકતી તેઓ માટે સ્થાનિક કક્ષા એ આ પ્રોસેસીંગ યુનિટ રોજગારી માટે મદદ રૂપ બનશે વળી સ્થાનિક કક્ષાના કાજુની પણ માંગ વધશે ભૌગોલિક સ્થિતિ મુજબ કપરાડા વિસ્તારમાં અનેક લોકો કાજુની પણ ખેતી કરતા હોય ત્યારે તેઓને પણ ખેતી માં ઉપજતા કાજુ નો ભાવ મળશે

Conclusion:કાર્યક્રમ દરમ્યાન વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ ના ડી એફ ઓ એમ. જે પરમાર,નાયબ વન સંવરક્ષક ઉત્તર વનવિભાગ બી. સૂચિન્દ્રા, નાયબ વન સંવરક્ષક એચ એસ પટેલ,સામાજિક વનીકરણ અધિકારી એસ જે કેદારીયા સહિત કપરાડા તાલુકાના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ _1 એચ એસ પટેલ (નાયબ વન સંવરક્ષક)

બાઈટ _2 ગીતા બેન ભૂંસારા (શિવશક્તિ મહિલા જૂથ સભ્ય)

બાઈટ _3 આસ્થા બેન ભોયા (ડેમ્પ્યુટી સરપંચ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.