ETV Bharat / state

વલસાડ ભાગડાવાળામાં મહિલાને જોઈ નિર્વસ્ત્ર થઈ પાછળ ભાગતા આધેડને મહિલાઓએ આપ્યો મેથી પાક - Women Hitted

વલસાડના ભાગડાવડા ગામે એકાંત વાળી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસથી એક આધેડ મહિલાઓને હેરાન-પરેશાન કરતો હતો. જેના ડરથી મહિલાઓ રસ્તે પસાર થતા ગભરાતી હતી. મોગરાવાડીમાં રહેતા વિકૃત માનસ ધરાવતા એક આધેડને રવિવારે ભાગડાવડા ગામના નવી નગરી વિસ્તારની મહિલાઓએ માર મારી પોલીસને સોંપી દીધો હતો.

c
cx
author img

By

Published : Jan 4, 2021, 10:47 AM IST

  • રોડ ઉપર મહિલાઓને જોઈ ચેનચાળા કરતો હતો
  • મહિલાઓને જોતા કપડા કાઢી નાખતો હતો
  • સમગ્ર બાબતે યુવાનો ને જાણ કરતા આધેડ ને પકડી લેતા સ્થાનિક મહિલાઓ તૂટી પડી

વલસાડઃ વલસાડના ભાગડાવડા ગામે એકાંત વાળી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસથી એક આધેડ મહિલાઓને હેરાન-પરેશાન કરતો હતો. જેના ડરથી મહિલાઓ રસ્તે પસાર થતા ગભરાતી હતી. મોગરાવાડીમાં રહેતા વિકૃત માનસ ધરાવતા એક આધેડને રવિવારે ભાગડાવડા ગામના નવી નગરી વિસ્તારની મહિલાઓએ માર મારી પોલીસને સોંપી દીધો હતો.

Valsad
વલસાડ ભાગડાવાળામાં મહિલાને જોઈ નિર્વસ્ત્ર થઈ પાછળ ભાગતા આધેડને મહિલાઓએ આપ્યો મેથી પાક

માહિલાઓને જોતા ખરાબ કોમેન્ટ
આ આધેડ મહિલાઓને એકાંતમાં આવતી જતી જોતા મહિલાઓ સાથે અશ્લીલ વાતો કરતો હતો. યુવાનોએ આ આધેડને પકડી મહિલાઓને સોંપ્યો હતો.

મહિલાઓને એકલી જોતા નિર્વસ્ત્ર થઈ પાછળ દોડતો હતો

છેલ્લા થોડા દિવસથી મોગરાવાડીમાં રહેતો આ શખ્સ ભાગડાવડા ગામે નવી નગરી પાછળના અંકાંતવાળા વિસ્તારમાં આવીને મહિલાઓની છેડતી કરતો હતો. તે મહિલાઓને જોઇ નિર્વસ્ત્ર થઈ તેની પાછળ દોડતો હતો.

Etv Bharat
મહિલાઓએ માર માર્યો
રોષે ભરાયેલી માહિલાઓએ આધેડને આપ્યો મેથીપાક આ વાત મહિલાઓએ સ્થાનિક યુવાનોને કરતા યુવાનોએ મોગરાવાડીના આ શખ્સને પકડી પાડ્યો હતો. આ સમયે મહિલાઓ મોટી સંખ્યામાં આવી જતાં તેને બરાબરની ઢોલ થાપટ કરી હતી. ત્યાર બાદ તેમણે પોલીસને પણ આ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી. આ અગાઉ પણ વલસાડના કેટલાક વિસ્તારમાં આવી હરકત કોઈ શખ્સ દ્વારા કરવમાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જે બાબતે તપાસ કરતા કોઈ વ્યક્તિ મળ્યું નહોતું પણ કેટલાક યુવકોએ આ વિકૃત માનસ ધરાવતા આધેડને ઝડપી લઈ મહિલાઓને હવાલે કરતા મહિલાએ સજ્જડ મેથીપાક આપ્યો હતો. બાદમાં પોલીસને હવાલે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.