વલસાડઃ વાપી ટાઉન પોલીસ મથકમાં અગાઉ 2 વાર અને GIDC પોલીસ મથકમાં( Vapi GIDC Police )એક વાર દાર ના ગુનામાં પકડાયેલ નવસારીની એક વૃદ્ધ મહિલાને મંગળવારે દારૂના કેસમાં પકડ્યા બાદ પોલીસ મથકે લાવવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ નિપજતા(Death at Vapi police station)પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
માથું દુઃખવાની રાવ બાદ મહિલાનું મોત
પોલીસ મથકમાં મંગળવારે સાંજે દારૂ લઈ (Valsad District Police )જતી ત્રણ મહિલાને પોલીસ કર્મચારીઓએ પકડી પાડી હતી. ત્રણેય મહિલાને ટાઉન પોલીસ મથકમાં લાવવામાં આવી હતી. જ્યાં એક સુશીલા નામની વૃદ્ધ મહિલાએ માથું દુઃખતું હોવાની રાવ કરતા તેને પોલીસ જવાને લોકઅપ બહાર બેસાડી પાણી આપ્યું હતું. જે દરમ્યાન અચાનક જ મહિલાનું મોત થતા પોલીસ સ્ટાફમાં હડકમ્પ મચ્યો હતો. મૃતક મહિલાના મૃતદેહને તાત્કાલિક PM માટે મોકલવાની કાર્યવાહી સાથે સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડાને જાણ કરતા તેમણે પણ પોલીસ મથકે આવી CCTV ફૂટેજ ચેક કરવા સહિત જરૂરી પૂછપરછ કરી હતી. હાલ મહિલાનું મૃત્યુ કઈ રીતે થયું છે તે માટે PM રિપોર્ટની રાહ જોવાય રહી છે.
અગાઉ પણ દારૂના કેસમાં પકડાઈ ચુકી હતી
ઘટના અંગે જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે વિગતો આપી હતી કે, મૃતક મહિલા ઉંમરલાયક હતાં. તે દારૂના ધંધામાં સંકળાયેલ હતાં. મંગળવારે તેને અન્ય 2 મહિલા સાથે(Woman killed in Vapi police station) દમણથી નવસારી દારૂના પોટલાં લઈ જતી વખતે ટાઉન પોલીસના જવાને ઝડપી પાડી હતી. ત્રણેય મહિલાને વાપી ટાઉન પોલીસ મથકે લાવી લોકઅપમાં રાખવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે વૃદ્ધ મહિલાએ માથું દુઃખતું હોવાની ફરિયાદ કરતા તેને લોક અપ બહાર બેસાડી પોલીસ જવાને પાણી પીવડાવ્યું હતું. જે બાદ તે અચાનક મૃત્યુ પામી હતી.
આ પણ વાંચોઃ વલસાડઃ જમીનની તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 4 સામે ફરિયાદ
રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે
મૃતક મહિલા સામે વાપી ટાઉનમાં આ ત્રીજો કેસ હતો. આ પહેલા તે 2 વાર દારૂની ખેપમાં પકડાઈ ચુકી હતી. એકવાર વાપી GIDC પોલીસમાં પણ પકડાઈ ચુકી હતી. મહિલાના મૃત્યુ બાદ સ્ટેશનના CCTV ફૂટેજ ચેક કર્યા છે. જેમાં મહિલા લોક અપ બહાર બેસેલ છે અને ત્યાં જ મૃત્યુ પામે છે તેવું દેખાઈ રહ્યું છે. તેના મૃતદેહને હાલ PM માટે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે.
પોલીસબેડામાં કેસને લઈ તર્ક વિતર્ક શરૂ
ઉલ્લેખનીય છે કે વાપી ટાઉન પોલીસ મથકમાં મૃત્યુ પામેલ મહિલા અંગે પોલીસબેડામાં જ ખળભળાટ મચ્યો છે. મહિલાએ લોક અપમાં જ સાડી કે ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી છે. જે બાદ કેસને ડાયવર્ટ કરવા લોક અપ બહાર મૃત્યુ પામી હોવાની થિયરી ચાલવાઈ રહી છે. તેવી ચર્ચા ચાલી છે. ત્યારે આ મામલે PM રિપોર્ટમાં શું આવે છે તે બાદ જ વૃદ્ધ મહિલાના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે.
આ પણ વાંચોઃ વલસાડઃ દમણથી દારૂ પીને પરત ફરી રહેલા બે યુવતી અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા