વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો એ કેરી માટે ખૂબજ વિખ્યાત છે. વલસાડ જિલ્લાની હાફૂસ કેરીનો સ્વાદનું નામ આવતા જ કેરી રસિયાઓના મોઢામાં પાણી આવી જાય છે, ત્યારે આ કેરીના રસની બોટલો ભરીને સતત ત્રણ વર્ષ સુધી ગમે ત્યારે ખાઈ શકાય તે માટેની તાલીમ આપી મહિલાઓને પગભર કરી રોજગારી આપવાની કામગીરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરાય છે અને તેના દ્વારા આજે મહિલાઓ રોજની 300થી વધુ કેરીના રસની બોટલો ભરીને મહિલાઓને રોજગારી મેળવી રહી છે.



કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા કેટલીક મહિલાઓને કેરીનો રસ વિશેષ પ્રોસેસ કરીને બોટલોમાં ભરવાની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ શીખ્યા બાદ કેટલીક મહિલાઓ તેને પોતાની રોજગારીનો હિસ્સો બનાવ્યો છે.
હાલ કેરી રસિયાઓમાં આ કેરીના રસની બોટલોની માંગ એટલી હદે વધી છે કે, લોકો હવે મહિલાઓના ઘરે કેરી આપી જાય છે. એટલે મહિલાઓ કેરીનો રસ બોટલો ભરીને રોજગારી મેળવી રહી છે. જ્યાં એક તરફ માત્ર કેરી એક ઉનાળા ઋતુ દરમિયાન જ ખાઈ શકાતી હતી. જે હવે આ પ્રોસેસ કારણે શિયાળા અને ચોમાસામાં પણ મેળવી શકાશે. મહિલાઓ દ્વારા કેરીના રસની બોટલો ભરવામાં આવી રહી છે. જેના બોટલ દીઠ રૂપિયા 200થી દોઢસો વસૂલવામાં આવી રહ્યાં છે.