ETV Bharat / state

વલસાડ જિલ્લામાં લોકડાઉન દરમિયાન કોને કોને મળી કેટલી છૂટ?

author img

By

Published : Apr 20, 2020, 4:46 PM IST

સમગ્ર દેશની માફક વલસાડ જિલ્લામાં પણ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીના નિર્દેશ મુજબ 20મી એપ્રિલથી દેશના જે વિસ્તારમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધારા પર હશે અને લોકડાઉનનો સુચારૂ અમલ થઈ રહ્યો છે. તેવા વિસ્તારમાં આંશિક છૂટછાટ આપી જનજીવન થાળે પાડવાની શરૂઆત કરાશે. આ અંગે વલસાડ કલેકટર સી. આર. ખરસાણે ટ્વીટર પર માહિતી આપી છે.

who-got-concession-during-the-lock-down-in-valsad-district
વલસાડ જિલ્લામાં લોકડાઉન દરમિયાન કોને કોને મળી કેટલી છુટ???

વલસાડ: જિલ્લાની સ્થિતિની વાત કરીએ તો વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં અને સંઘપ્રદેશ દમણમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. દાદરા નગર હવેલીમાં એક કેસ નોંધાયો હતો. જેનો અંતિમ રિપોર્ટ નેગેટિવ આવી જતા સમગ્ર પંથક હાલના તબક્કે ગ્રીન ઝોનમાં આવી શકે તેવી સ્થિતિમાં છે. સોમવારથી સમગ્ર વિસ્તારમાં કયા કયા પ્રકારના વેપાર-ધંધા શરૂ થશે અને કયા ઉદ્યોગો ધમધમશે એના પર સૌની મીટ મંડાયેલી છે.

વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પાંચેય પાલિકા વિસ્તારો અને તમામ GIDCમાં કેટલીક છૂટછાટ સાથે ઉદ્યોગોને ધમધમતા કરવાની મંજૂરી મળી શકશે. આ અંગે જિલ્લા કલેક્ટરે પોતાના ટ્વિટર પર વિગતો આપતા જણાવ્યું હતું કે, જે ઉદ્યોગકાર પોતાના ઉદ્યોગો ચાલુ કરવા માંગતા હોય તેમને ઈમેલ દ્વારા તેમની જાણકારી આપવાની રહેશે.

નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા ઉદ્યોગો માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી, GIDC રીઝનલ મેનેજર, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, ઉદ્યોગકેન્દ્રના અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને ઈમેલ દ્વારા લેખિત જાણ કરી જરૂરી નીતિ-નિયમોનું પાલન કરવાની ગાઈડ લાઈનને અનુસરીને ઉદ્યોગો શરૂ કરી શકાશે તેવી માહિતી આપી છે.

કલેકટર સી. આર. ખરસાણે ટ્વીટર પર માહિતી આપી

વલસાડ જિલ્લો ઉદ્યોગ પ્રધાન જિલ્લો હોવાથી અને અહીં વાપી જેવા મથકમાં અનેક ઉપયોગી ફાર્મા કંપનીથી લઈને અન્ય એકમો આવેલા હોવાથી ઉદ્યોગકારો ઉત્પાદન ક્યારે અને કેવી રીતે શરૂ થાય એ અંગે ચિંતિત જોવા મળી રહ્યા છે. મળતી વિગત અનુસાર બે તબક્કામાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી 150 ઉપરાંત ઉદ્યોગોને ઉત્પાદન ચાલુ રાખવાની મંજૂરી અપાઈ ચૂકી છે. હવે સામાન્ય સંજોગોના ધોરણે જે ઉદ્યોગો શરૂ થવા માગતા હોય તેમને વહીવટી તંત્રના નિર્દેશ પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં આવેલી 150થી વધુ અરજીઓ નિર્ણયના તબક્કામાં પડી છે. જિલ્લામાં 700 જેટલા ઉદ્યોગો મહત્વના જરૂરી પ્રોડક્શન સાથે આગામી દિવસોમાં ધમધમતા થાય તેવી શક્યતા છે.

બીજી તરફ ઉદ્યોગકારોને એ ચિંતા છે કે, હાલમાં આંતરરાજ્ય અને આંતરજિલ્લા સરહદ બંધ છે. એટલે કામદારો અને જરૂરી સ્ટાફને પણ કેવી રીતે કામે ચઢાવવા એ પ્રશ્ન તો છે. વળી ઉદ્યોગ શરૂ કરવા માટે 12 કલાકની ડ્યુટી અને કામદારોને ઉદ્યોગ પરિસરમાં જ રાખવા અને તેમને જરૂરી સગવડ પૂરી પાડવા જેવી જોગવાઈઓનો આગ્રહ રખાય તો નવો મોર્ચો ખુલી શકે એમ છે.

એક તરફ જિલ્લા વહીવટી તંત્ર વેપાર ધંધા અને રોજગારીના ક્ષેત્રેને સત્વરે ખુલ્લું કરવા માંગે છે. એમની સામે પોલીસ તંત્રની બીજી મર્યાદા પણ ચર્ચામાં આવેલી છે. એ મુજબ 144ની કલમના અમલથી લઈને લોકડાઉન સંબંધી જાહેરનામાંનો અમલ કેવી રીતે કરવો એ પણ મુંઝવણ અને તંત્રની પરસ્પર વિસંગતતાનો પ્રશ્ન નીવડે એવી શક્યતા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.