ETV Bharat / state

શારીરિક સંબંધ બાંધતા યુવતી મોતને ભેટી ! પ્રેમી પર લાગ્યો આ આરોપ - Girl dies in Navsari

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

નવસારી જિલ્લામાં એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, જેમાં એક યુવક તેની પ્રેમિકાને શરીર સંબંધ બાંધવાના ઇરાદે હોટલમાં લઇ જઇને શરીર સંબંધ બાંધ્યો હતો. જેમાં વધારે રક્તસ્ત્રાવ થતા યુવતીનું મોત થયું હતું. પોલીસે યુવકને ઝડપીને કાર્યવાહી કરી હતી. Girl dies in Navsari

શારીરિક સંબંધ બાંધતા યુવતી મોતને ભેટી
શારીરિક સંબંધ બાંધતા યુવતી મોતને ભેટી (Etv Bharat gujarat)

નવસારી: જિલ્લામાં એક યુવતીના મોતની ઘટના સામે આવી છે. જેમાં નવસારી જિલ્લાના હોટલમાં યુવતીના ભેદી સંજોગોમાં મોત મામલે પોલીસે ખુલાસો કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શરીર સંબંધ બાંધતી વખતે યુવાન પ્રેમીએ યુવતીના શરીરમાંથી રક્તસ્ત્રાવ થતો હોવા છતાં સમયનો વેડફાટ કરી પોતાને બચવાનો પ્રયાસ કર્યો હતો, જેથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ મામલામાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ જલાલપુર પોલીસે યુવાન પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

વધું લોહી પડવાથી યુવતીનું મોત: પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ તા. 23 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:00 વાગ્યે આસપાસ ચીખલીના નોગામા ગામમાં રહેતા યુવાનએ પોતાની પ્રેમિકાને લઈને નવસારી શહેરમાં આવેલી હેપી સ્ટે હોટલમાં શરીર સંબંધ બાંધવા માટે આવ્યો હતો. જે પ્રકરણમાં યુવાને પ્રેમિકા યુવતી સાથે શરીર સંબંધ બાંધવા દરમિયાન યુવતીના શરીર ગુપ્ત ભાગે વધુ પડતું રક્તસ્ત્રાવ થતા યુવાને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તે માટે google સર્ચ કર્યું હતું. જેમાં 2 કલાકથી વધુનો સમય વેડફાટ થતાં યુવતીનું મોત થયું હતું. જે પ્રકરણમાં જલાલપુર પોલીસે મૃતક પિતાની ફરિયાદના આધારે યુવાનની ધરપકડ કરી હતી.

યુવક યુવતીને હોટલમાં લઇ ગયો: જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલએ આ અંગે માહિતી આપી હતી કે, ચીખલી તાલુકામાં રહેતો 26 વર્ષે ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવ્યો હતો. 2 વર્ષના પ્રેમગાળા દરમિયાન 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે ભાર્ગવે યુવતીને શરીરસંબંધ બાંધવાનો ઇરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હેપ્પી સ્ટે નામની હોટલના રૂમમાં લઈ આવ્યો હતો.

યુવતીને ડોક્ટરોએ મૃત ઘોષિત કરી: પોલીસ વડાએ કહ્યું કે, યુવાને યુવતી સાથે શરીર સંબંધ બાંધતા તેણીના શરીરના ગુપ્ત ભાગમાંથી રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા યુવાને google સર્ચ કરી કઈ રીતે લોહી બંધ કરવું તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક તૃતીયાંશ જેટલું શરીરમાંથી લોહી વહી જતા યુવતીને સિવિલ હોસ્પિટલમાં લાવતા જ ડોક્ટરોએ મૃત ઘોષિત કરી હતી. જે મામલે બેદરકારી કરી દાખવા બદલ જલાલપુર પોલીસે યુવાન ભાર્ગવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે.

નવસારી પોલીસે ડોક્ટર પાસે માહિતી મેળવી: નવસારી જિલ્લા પોલીસે તપાસ દરમિયાન ડોક્ટર પાસેથી માહિતી મેળવી હતી કે જો યુવક યુવતી શરીર સંબંધ બાંધે તે દરમિયાન યુવતી પ્રથમ વખત શરીર સંબંધ બાંધતી હોય તો ગુપ્ત ભાગે સ્વાભાવિક રીતે રક્તસ્ત્રાવ થતો હોય છે. પરંતુ તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનો હોય છે. હાલના કેસમાં આરોપી યુવાન ભાર્ગવ પટેલે યુવતીની શારીરિક ચિંતા કર્યા વગર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા પરંતુ વધુ પડતું રક્તસ્ત્રાવ થતા તેણે google સર્ચ કર્યું હતું.

યુવક પર બેદરકારીનો આરોપ: યુવકે જો તાત્કાલિક 108 ને બોલાવી લીધી હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને લોહી ચઢાવવામાં આવતે તો કદાચ તેનો જીવ બચાવવાની સંભાવના વધી શકી હોત. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જો આરોપી યુવાન ભાર્ગવ પટેલે યુવતીની ગંભીર સ્થિતિમાં સમયનો વેડફાટ ન કર્યો હોત તો કદાચ જીવતી બચી શકી હોત. તે આધારે તેના વિરુદ્ધ BNS 105,238 મુજબનો ગુનો દાખલ કરીને મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે ગઈકાલે આરોપી ભાર્ગવ પટેલની ધરપકડ કરીને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આરોપીની પોલીસે ધરપકડ કરી: પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, જો આરોપી યુવાન ભાર્ગવ પટેલે યુવતીની ગંભીર સ્થિતિમાં સમયનો વેડફાટ ન કર્યો હોત તો કદાચ યુવતીના જીવનની શક્યતા વધી શકે તેમ હતી. તે આધારે તેના વિરુદ્ધ BNS 105,238 મુજબનો ગુનો દાખલ કરીને મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે ગઈકાલે આરોપી ભાર્ગવ પટેલની ધરપકડ કરીને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે ભાજપ અને PM મોદીને આડેહાથ લીધા - MUMTAJ PATEL ON BJP STATES
  2. મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા પિતા સાથે ETV BHARAT ની ખાસ વાતચીત - exclusive interview with riyaSingha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.