પારડી તાલુકા પંચાયતની પરીયા બેઠક ઉપર એક મહિલા સભ્ય વૈશાલીબેન જયેશભાઈ પટેલ તેઓ કોંગ્રેસના સભ્ય હતા. તેમણે કેટલાક કારણોથી રાજીનામું આપ્યું હતું. જેને લઇને ખાલી પડેલી બેઠક માટે તા. 29 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવા જઇ રહી છે. મહત્વનું છે કે, પરીયા ગામએ જિલ્લા સાંસદ કે.સી પટેલનું ગામ છે. આ બેઠક છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી કોંગ્રેસ પાસે રહી છે.
અત્યારે ખાલી પડેલી આ બેઠક ખૂબ રસાકસી ભરેલી છે. તેવું હાલ જણાઈ રહ્યું છે. કારણ કે, ભાજપ અને કોંગ્રેસ બંને પાસે 11-11 સભ્યો હતા. પણ એક મહિલા સભ્યએ રાજીનામું આપી દેતા હવે ચૂંટણી બાદ આવતા પરિણામો ઉપર સૌની નજર છે. કારણ કે, આ એક બેઠક ભાજપના પક્ષે જાય તો તાલુકા પંચાયતમાં ફેરફાર થઇ શકે તેમ છે. તેમજ કોંગ્રેસ પક્ષે જાય તો પણ ઘણા ફેરફારો સર્જાઈ શકે તેમ છે.
હાલ વાત કરીએ તો પરીયા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રીનાબેન વિપુલભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટી તરફથી દીનાબેન ધીરુભાઈ પટેલ પોતાની દાવેદારી નોંધાવી છે. તો બંને રાજકીય પાર્ટીઓ દ્વારા હાલ પરિયા ગામમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં 29 ડિસેમ્બરના રોજ જ્યારે ચૂંટણી યોજાશે. તો બીજી તરફ તા.29ના રોજ ઉદવાડા ગામનાં પવિત્ર સ્થળે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજરી આપવાના છે. જેને લઇને હાલ તો વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.