સુરક્ષાની દ્રષ્ટિએ રેલવે સ્ટેશનને સજ્જ કરવા માટે સુરત પછીના મોટાભાગના રેલવે સ્ટેશનો માટે 2800 CCTV કેમેરા મંજૂરી મળી છે. ગણતરીના દિવસોમાં CCTV ઈંસ્ટોલેશન કામગીરી શરૂ કરશે. જયારે એક સ્ટોલ મેનેજર પાસે ફાયર એક્સિસ ઉપયોગ કરતા આવડ્યું ન હતું.
રેલવે મુંબઈ ડિવિઝનના સેફટી કમિશ્નર આર .કે શર્માએ મંગળવારે વિરારથી સુરત સુધીના રેલવે સ્ટેશનોનું ઇસ્પેક્સન હાથ ધર્યું હતું. જેમાં વલસાડ રેલવે સ્ટેશનનું ઇસ્પેક્સન હાથ ધરવામાં આવ્યું હતું. વિરારથી વલસાડ સુધીના રેલવે સ્ટેશનોમાં વલસાડ રેલવે સ્ટેશનની સેફટી બાબતે કામગીરી સંતોષ કારક હોવાનુ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના રેલવે સેફ્ટી કમિશનરે વલસાડ સ્ટેશનની મુલાકાત લઇ ઇસ્પેકશન હાથ ધર્યું આગામી દિવસોમાં વલસાડ રેલવે સ્ટેશન ઉપર CCTV કેમેરા લગાવવામાં આવશે. વલસાડ રેલવે સ્ટેશન ઉપર સેફટી કમિશ્નરે સ્વયં દરેક સ્ટોલ ઉપર જઈને સુરક્ષા અંગેના સાધનોનું ચેકિંગ કર્યું હતું અને સાથે સાથે એક સ્ટોલ મેનેજરને ફાયર એક્સિસ ઉપયોગ બાબતે ડેમો કરાવતા તે સ્ટોલ મેનેજરને ફાયર એકસ્ટેન્ડયુસરનો ઉપયોગ કરતા આવડ્યું ન હતું. વલસાડ સ્ટેશન ઉપર ફાયરના સાધનોનો ઉપયોગ માટે તમામ સ્ટોલ મેનેજર અને કર્મચારીઓને ફાયરના સાધનોના ઉપયોગ બાબતે પ્રશિક્ષણ આપવા સૂચનાઓ આપવામાં આવી હતી.