કપરાડા તાલુકાના માલઘર ગામે અંદાજીત 3000ની વસ્તી આવેલી છે. દર વર્ષે એપ્રિલ માસ શરુ થતાં ગામમાં પાણીના સ્તર ભૂગર્ભમાં ઉતરી જતા અનેક હેન્ડપંપ સુકાઈ જતા બંધ થઇ જાય છે, ત્યારે કુવાના પાણી પણ સુકાઈ જાય છે. માલઘરમાં આવેલા મુળગામ ફળિયામાં એક માત્ર હેન્ડપંપ ઉનાળા દરમિયાન ચાલુ રહે છે અને તેમાં પણ પાણી ધીમીધારે નીકળે છે. જેથી એક થી પાંચ બેડા પાણી ભર્યા બાદ થોડોવાર રાહ જોવી પડે છે.
જેથી હેન્ડપંપમાં પાણી એકત્ર થયા બાદ ફરી થી બે થી પાંચ બેડા પાણી ભરી શકાય છે. મુળગામ ફળિયામાં રેહતી મહિલાઓ સાંજે 4વાગ્યે પાણી ભરવાના વાસણો લઇને આ એક માત્ર હેન્ડપંપ પાસે પહોંચી જઈ લાઈનમાં બેડા મૂકીને પોતાનો નંબર આવે તેની રાહ જોતી હોય છે.નિયમિત રીતે એવું બને છે કે, બપોરે લાઈનમાં પાણી ભરવા ઉભા હોવા છત્તાં આખી રાત વિત્યા બાદ બીજા દિવસે બપોરે તેમનો પાણી ભરવાનો નંબર આવે છે.
જેના કારણે આખી રાત દરમિયાન મહિલાઓ હેન્ડપંપ પાસે જ ઊંઘીને રાત ગુજારો કરે છે અને જો તેમ ન કરે તો તેમના આખા ઘરને પીવાના પાણી વિના જ રહેવું પડે છે. એક તરફ જિલ્લા વહીવટીતંત્ર દરેકને પીવાનું પાણી મળતું હોવાની વાત કરે છે. પરંતુ સરકારી તંત્રના દાવા તમામ પોકળ અને ખોટા સાબિત થઇ રહ્યા છે. કોંગ્રેસ હોય કે ભાજપ માલઘર ગામના લોકોને પીવાનું પાણી જરૂરિયાત મુજબ મળે તે માટેની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં સાવ નિષ્ફળ નીવડ્યા છે. માત્ર ચુંટણી વખતે પીવાના પાણીની યોજનાના દીવા સ્વપ્નો બતાવીને મત લીધા બાદ તેઓ આ વિસ્તારમાં વાસ્તવિક સ્થિતિ જોવા સુધ્ધા આવતા ન હોવાની વાત લોકોએ રોષ પૂર્વક કહી હતી.
આ સમગ્ર બાબતે ગામના સરપંચ દ્વારા તાલુકા પંચાયતમાં પાણી સમિતિની બેઠક સમસ્યા હોવા અંગેની જાણકારી પણ આપી છે. પરંતુ આજ દિન સુધી લોકો માટે સરકાર તરફથી કોઈ વૈકલ્પિક સુવિધાઉભી કરવામાં આવી નથી. જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે, તેઓની પીવાના પાણીની દર વર્ષે ઉનાળામાં થતી આ સમસ્યાને જડમૂળથી નિકાલ કરવા સરકાર દ્વારા કોઈ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવે અને નવા કુવાઓ તેમજ હેન્ડપંપ બનાવવામાં આવે જેથી ખાસ કરીને મહિલાઓને રાત્રિ દરમિયાન ઉજાગરા ન કરવા પડે.
દત્તુભાઈ ઉદાર સરપંચ માલઘરએ માહિતી આપતા જણાવ્યું કે,માલઘરના મુળગામ ફળિયામાં 250થી વધુ ઘરઆવેલા છે. જેમાં રહેતા સ્થાનિકો માટે અહીં એકમાત્ર હેન્ડપંપમાં પીવાનું પાણી નીકળે છે અને એ પણ ધીમીધારે 24કલાક સતત આ હેન્ડપંપ ચાલુ રહે છે અને લોકોલાઈનમાં દિવસ રાત હેન્ડપંપ નજીકમાં બેસીને પોતાનો નંબર આવતા પાણી ભારે છે. સતત બે દિવસ લાઈનમાં રહ્યા બાદ નંબર એક મહિલાનો આવતો હોય છે. ઘણીવાર ઝઘડા પણ થતા હોય છે. અનેક વખતકલેકટર સહીતના આધિકારીને રજૂઆત કરી પરતું કોઈ સુવિધા મળી નથી. તેમજ સ્થિતિ જૈસે થે જેવી જ બની છે.