- પોલીસે કાર અટકાવતા દારૂ હોવાથી કાર મૂકી ભાગી છૂટ્યો હતો
- વડોદરા પારુલ યુનિવર્સીટીમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરતો હતો
- મિત્રો સાથે પાર્ટી કરવા માટે દારૂ ખરીદી કર્યો હતો
વલસાડ: શહેરની LCB ટીમે પારડી વિશ્રામ હોટલ સામે હાઇવે પર બાતમીના આધારે વોચ ગોઠવી ઝાયલો કાર નંબર GJ05CR212ને અટકાવતા કારમાં સવાર એક ઝામ્બિયાનો યુવક નાસી છૂટ્યો હતો. જયારે અન્ય એક વડોદરાનો સુરજીતસિંગ રણજિતસિંગ શિનોર ઝડપી પાડ્યો હતો. આ વોન્ટેડ યુવકની પોલીસે ધરપકડ કરી છે.
દારૂ ભરેલી કારને પોલીસે અટકવતા યુવક ભાગી છૂટ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરાયો
આ કારમાં વગર પાસ પરમીટની દારૂની બોટલ નંગ 23 જેની કિંમત રૂપિયા 4600નો દારૂ હાથ લાગતા 3 લાખની કાર અને દારૂ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી માટે પારડી પોલીસ મથકે પ્રોહીબિશનની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઝામ્બિયા દેશનો યુવકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
દારૂના ગુનામાં વોન્ટેડ ઝામ્બિયા દેશના યુવકની પારડી પોલીસે કરી ધરપકડ વોન્ટેડ યુવક વડોદરા પારુલ યુનિવર્સીટીનો ફેકલ્ટી ઓફ મેડિસિનનો વિદ્યાર્થીલુસાકા ઝામ્બિયાના યુવક કલાઈવ મેવ્મબાની સ્ટુડન્ટ વિઝા પર ભારતદેશમાં આવ્યો હતો અને વડોદરા પારુલ યુનિવર્સીટીમાં ફેકલ્ટી ઓફ મેડિસિન ઇન્સ્ટિટ્યુટ DPHSમાં અભ્યાસ કરતો હતો. જે યુવકને પારડી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે અંગ્રેજીમાં પૂછપરછ કરી ગુજરાતીમાં નિવેદન નોંધ્યું હતું
જોકે પોલીસ કાર્યવાહી દરમિયાન ASI પ્રવીણ શ્યામરાવે અંગ્રેજીમાં પૂછપરછ કરી ગુજરાતીમાં નિવેદન લીધું હતું. ઝામ્બિયાનો યુવક ગુજરાતી સમજી શકે એમ ના હોવાથી યુવક અને પોલીસ બંને મુંઝવણમાં હતા. તેમ છતાં પણ પોલીસે એસ આઈ દ્વારા અંગ્રેજીમાં પૂછપરછ કરીને નિવેદન લીધું હતું.
અભ્યાસ કરતા યુવકો સાથે પાર્ટી કરવા દારૂની ખરીદી કરી હતી
જેમાં યુવકે તેની સાથે અભ્યાસ કરતા યુવકો સાથે પાર્ટી કરવા દારૂની ખરીદી કરી હતી અને લઈ જતા ઝડપાઇ ગયો હતો. પારડી પોલીસે યુવકને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ કાર લઈને જતા ઝંબિયાના યુવક અને અન્ય એકને પોલીસે અટકવતા યુવક નાસી ગયો હતો. જેની પારડી પોલીસે ધરપડક કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.