વાપી: દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav) ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, આઝાદીમાં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તેવા ઉદેશયથી વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મોરાઈ ગામે "વિરાંજલી" એક શામ શહીદો ને નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહિદ સપ્તાહની ઉજવણી : વાપી નજીક મોરાઈ ગામે વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ સપ્તાહની ઉજવણી અંતર્ગત "વિરાંજલી" એક શામ શહીદો ને નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, આઝાદીમાં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તેવા ઉદેશયથી આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થાનિક ભજન મંડળી અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયા હતા.
આ પણ વાંચો: Shaheed Diwas : ભગતસિંહને શા માટે એવું કહેવું પડ્યું કે, "બોમ્બ અને પિસ્તોલથી ક્યારેય પણ ક્રાંતિ આવતી નથી"
જૂના જનસંધી મનુભાઈ દેસાઈના પરિવારનું કર્યું સન્માન : કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી, વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા સહિતના જિલ્લા ભાજપના મોવડીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં આઝાદીની ચળવળમાં ભાગ લેનારા અને જૂના જનસંધી એવા મોરાઈ ગામના મનુભાઈ દેસાઈને યાદ કરી તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
કનુભાઈ દેસાઈએ કહ્યું શહીદોનું મૂલ્ય ક્યારેય ઘટ્યું નથી : આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારે જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે, ત્યારથી યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, યુવાનો દેશના વીર સપૂતોને જાણી શકે દેશની અઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનાર શહીદો પ્રત્યે માન કેળવે તેવા ઉદ્દેશ્યથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે. આઝાદીની ચળવળમાં વલસાડ જિલ્લાના અનેક સપૂતોએ પોતાનું યોગદાન આપ્યું છે. તેમને યાદ કરવાનો આ આવસર છે. શહીદોનું મૂલ્ય ક્યારેય ઘટ્યું નથી. તેમના અમૂલ્ય યોગદાનને આ પ્રકારના કાર્યક્રમો કરી યાદ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Azadi Ka Amrut Mahotsav : PM મોદીએ કહ્યું- ગમે તેટલું અંધારું હોય, ભારત પોતાનો મૂળ સ્વભાવ છોડતું નથી
વીર સપૂતોને કર્યા નમન : 23મી માર્ચથી ભાજપ દ્વારા દેશભરમાં શહીદ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી તાલુકા ઉપરાંત સમગ્ર વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આસપાસના ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનાર વીર સપૂતોને નમન કર્યા હતાં.