મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે ઉમરગામ તાલુકાના મરોલી માછીવાડ વિસ્તારમાં મરીન પોલીસે બાતમીના આધારે મરોલી માછીવાડ વિસ્તારમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા. તે સમયે બુટલેગરોએ પોલીસના કામમાં બાધા ઉભી કરી હતી સાથે જ તેમને માર મારીને ગાળો પણ ભાંડી હતી.
આ દરોડાનો અને બોલાચાલીનો વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસે ઘરની તપાસ કરતા ઘરમાંથી વેચાણ કરવા માટે બે પેટી બીયર મળી હતી. જેમાં મરોલી માછીવાડ વિસ્તારમાં રહેતા શીલાબેન અરૂણભાઇ માછી અને સંતોષભાઈ માછીને પોલીસના કામમાં રૂકાવટ કરી, ધક્કામુક્કી કરી, ગાળો આપી માર મારવાની ધમકી આપી અભદ્ર વર્તન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. .
જો કે, પોલીસની આ કામગીરીમાં ક્યાંક પોલીસનો જ ભાંડો ફૂટી ગયો છે તેવુ વાઇરલ વિડિઓ પરથી લાગી રહ્યું છે. વીડિયોમાં મુજબ બે પોલીસ કર્મચારીઓ દારૂના વેંચાણ કરનાર ઇસમોના ઘરમાં તપાસ માટે આવે છે. ત્યારે, તે ઈસમો અમે હપ્તા આપ્યા છે. પછી કેમ માલ લઇ જાય છે, જો પકડવા જ હોય તો બીજા પણ દારૂનો ધંધો કરે છે. તેમને પણ પકડો તેવી દાદાગીરી કરી પોલીસને ધક્કા મારી, માર મારવાની ધમકીઓ અને હાથ ઉગામતા જોવા મળે છે. તો, વધુમાં ગામના 7 થી 8 દારૂના વેંચાણ કરનારાઓએ ભેગા મળીને હપ્તા આપ્યા છે. પછી શા માટે રેઈડ કરી છે તેવી દાદાગીરી કરી પોલીસની જ પોલ ખોલી નાખી છે.
જો કે, આ વિડીયો અંગે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે