ETV Bharat / state

વલસાડઃ જનસંઘના સ્થાપક સભ્ય પીઢ રાજકીય અગ્રણી કૈલાશનાથ પાંડેનું નિધન - કૈલાશનાથ પાંડે

વલસાડ જિલ્લામાં જનસંઘ વખતથી કાર્યરત પીઢ રાજકારણી અને વલસાડ શહેરના અગ્રણી તેમજ ભાજપના અગ્રણી કાર્યકર્તા કૈલાશનાથ પાંડેનું અવસાન થયું છે. જેનાથી રાજકીય અગ્રણીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Kailashnath Pandey
Kailashnath Pandey
author img

By

Published : Sep 7, 2020, 10:20 AM IST

વલસાડઃ જિલ્લામાં જનસંઘ વખતથી કાર્યરત પીઢ રાજકારણી અને વલસાડ શહેરના અગ્રણી તેમજ ભાજપના અગ્રણી કાર્યકર્તા કૈલાશનાથ પાંડેનું અવસાન થતાં વલસાડે એક અગ્રણી અને પીઢ રાજકીય આગેવાન ગુમાવ્યા છે. તેમના નિધનની ખબર મળતા અનેક રાજકીય આગ્રણીઓમાં શોખ છવાયો છે.

વલસાડ શહેરમાં જનસંઘની સ્થાપના કરનારા સભ્યૌ પૈકી કૈલાશનાથ પાંડે એક હતા. તારીખ 4 -9-2020 ના રોજ સાંજે 5 કલાકે અચાનક તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની ખબરને પગલે વલસાડ જિલ્લા ભાજપ કાર્યકરો અને આગ્રણીઓમાં શોકની લાગણી પ્રવર્તી હતી.

કૈલાશનાથ પાંડે સ્વભાવે માયાળુ અને સ્પષ્ટ વક્તા અને દરેક રાજકીય અગ્રણીઓને રાહચીંધનારા હતા. તેઓ વલસાડ શહેરમાં જનસંઘના સ્થાપક પૈકીના એક સભ્ય હતા. વર્ષ 1977 માં ભાજપ બની તે પહેલાં જનસંઘના સંઘઠનમાં અનેક પદ ઉપર તેઓ કાર્યરત રહ્યા હતા. તેમણે ડાંગ જિલ્લામાં પણ તે સમયે જનસંઘના વિસ્તરણમાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. તેઓ વલસાડ પાલિકામાં કોર્પોરેટર , વલસાડ પીપલ્સ બેન્કના ડાયરેકટર તેમજ પશ્ચિમ રેલવેની ઝેડ આર યુ સીસી કમિટીના સભ્ય પણ રહ્યા હતા.

વધુમાં કૈલાશનાથ પાંડેની પ્રાર્થના સભા તારીખ 11-9-2020ના રોજ સવારે 10 થી 3 કલાક સુધી પાંડે સદન વલસાડ છીપવાડ ખાતે યોજાશે. તેમના અચાનક નિધનની ખબરથી અનેક જુના જનસંઘના કાર્યકર્તાઓમાં શોકની લાગણી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.