શાકભાજી માર્કેટમાં ચોમાસુ શરૂ થતાંની સાથે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. જેથી મધ્યમવર્ગીય પરિવારની મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જે મહિલાઓ એક કિલોથી લઈને 500 ગ્રામ સુધીનું શાકભાજી ખરીદતી હતી તેઓ હાલ માત્ર 200 ગ્રામ જેટલું જ શાકભાજી ખરીદે છે. બીજી તરફ કેટલીક મહિલાઓનું કહેવું છે કે, હાલ જેઓ શાકાહારી નહીં, પરંતુ માંસાહારી ખાતા હોય તેમને માટે હાલ બંનેનો ભાવ એક સમાન બની ચૂક્યો છે.
શાકભાજીના પ્રતિ 1 કિલોનો ભાવ...
રીંગણ | 20 થી 30 રૂપીયા કિલો |
ગુવાર | 60 રૂપીયા કિલો |
ભીંડા | 30 થી 40 રૂપીયા કિલો |
પાપડી | 60 રૂપીયા કિલો |
વટાણા | 150 રૂપીયા કિલો |
કંટોલા | 150 રૂપીયા કિલો |
લીલા ધાણા | 200 રૂપીયા કિલો |
આદુ | 160 રુપીયા કિલો |
ટામેટા | 40 રુપીયા કિલો |
કારેલા | 40 રૂપીયા કિલો |
ચોળી | 60 રૂપીયા કિલો |
ફ્લાવર | 60 રૂપીયા કિલો |
ટીંડોળા | 60 રૂપીયા કિલો |
પરવર | 80 રૂપીયા કિલો |
વેપારી મહિલાએ જણાવ્યું કે, હાલ જે કોથમીર બજારમાં વેચાણ અર્થે આવી રહી છે તે, મહારાષ્ટ્રના સંગમનેરથી આવી રહી છે. જેથી તેનો ભાવ વધી જાય છે. શાકભાજી લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ત્યારબાદ, પણ જો અહીં વેચાણ ન થાય તો તે બગડી પણ જાય છે. તેથી વેચાણ કરતા વેપારીઓને પણ મુશ્કેલી પડે છે.
ચોમાસાના 4 માસ દરમિયાન વધી રહેલા ભાવોને કારણે મહિલાઓની મૂંઝવણ વધી છે. તેથી જ આદુ, કોથમીર અને કંટોલાના ભાવ 200 રૂપિયાને આંબી ગયા હોવાથી મહિલાઓ રસોઈ માં કોથમીરનો ઉપયોગ ટાળી રહી છે.