વાપી: વલસાડ જિલ્લામાં કોઇ પણ ડૉક્ટર પોતાની હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કે સારવાર માટે પરવાનગી મેળવવાની ઇચ્છા ધરાવતા હોય તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અથવા તબીબી અધિક્ષક જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલને પોતાની દરખાસ્ત રજૂ કરી શકે છે. આ પરિપત્ર બાદ વાપીની શેલ્બી અને 21st સેન્ચ્યુરી હોસ્પિટલને આ માટે મંજૂરી આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં પ્રવર્તમાન ડીસીઝ એક્ટ તથા કેન્દ્ર/રાજ્ય સરકારના વખતોવખતના જાહેરનામા, માર્ગદર્શિકા તથા નામદાર હાઇકોર્ટ/ સુપ્રિમ કોર્ટના જજમેન્ટને સુસંગત રહી ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ પરવાનગી આપવાનું વિચારી જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે એક પરિપત્ર બહાર પડ્યો હતો. જે મુજબ કોઈપણ ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ પોતાની હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કે સારવાર માટે પરવાનગી મેળવી શકશે.
વાપીની 2 ખાનગી હૉસ્પિટલ્સ કોવિડ-19 હોસ્પિટલ બની, સરકારની ગાઇડલાઈન મુજબ અપાશે કોરોનાની સારવાર - vapi news
વલસાડ જિલ્લામાં જે પોતાની હૉસ્પિટલને કોવિડ-19ની હૉસ્પિટલ બનાવવા ઈચ્છતા હોય તે જિલ્લા આરોગ્ય અધિકારી અથવા તબીબી અધિક્ષક સંપર્ક કરીને કોવિડ-19 દર્દીઓની સેવામાં જોડાઈ શકે છે. આ જાહેરનામું જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાની અનેક હોસ્પિટલો કોવપિડ-19ની સારવાર જોડાઈ રહી છે.