ETV Bharat / state

નવા ટ્રાફિક કાયદા હેઠળ વાપીમાં 64 હજારનો દંડ વસુલાયો - ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોની અમલવારી શરૂ

વાપીઃ વાહન વ્યવહારમાં આવેલા નવા ટ્રાફિક નિયમ સોમવારથી લાગુ થયા છે. જે અંતર્ગત વાપીમાં સવારથી સાંજ સુધીમાં ટ્રાફિક પોલીસે કેટલાય વાહન ચાલકોને દંડી કુલ 64 હજારના ચલણ કાપવામાં આવ્યા છે. જ્યારે ઉમરગામ તાલુકામાં 4100 રૂપિયાના ચલણ કાપવામાં આવ્યા છે. ભિલાડ પોલીસ સ્ટેશનમાં 7 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યાં હતાં.

valsad
author img

By

Published : Sep 17, 2019, 6:21 PM IST

16મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોની અમલવારી શરૂ થઈ ચૂકી છે. વાપીમાં પણ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડ સવારથી જ માર્ગો ઉપર ચોકી પહેરામાં ગોઠવાયા હતાં. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ઉભા રાખી નવા નિયમો અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વાપી પેપીલોન ચાર રસ્તા, ગાંધી સર્કલ, gold coin સર્કલ પર તપાસ શરૂ કરાઈ હતી. જે અંતર્ગત સીટબેલ્ટ, હેલ્મેટ, વાહનનો વીમો અને RC બુકની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મોટાભાગના વાહનચાલકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય અને સીટબેલ્ટ નહીં બાંધ્યો હોય તેવા વાહનચાલકો દંડાયા હતાં. જેમાના કેટલાકે દંડની રકમથી બચવા પણ પ્રયાસો કર્યા હતા.

નવા ટ્રાફિક કાયદા હેઠળ વાપીમાં 64 હજારનો દંડ વસુલાયો
ગોલ્ડ કોઈન સર્કલ ઉપર તપાસ દરમિયાન વાહન તપાસ કરનારા ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, સોમવારથી નવા નિયમો અંતર્ગત ચલણ કાપવાનું શરૂ કર્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારને કાયદાકીયરીતે દંડ ફટકારી ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે અનુરોધ કરીએ છીએ. જેમાં કેટલાક વાહનચાલકોએ અન્ય લોકો પાસે ભલામણ કરાવી હતી. પરંતુ પોલીસે કોઈને પણ છોડયા નથી.

ટ્રાફિક દંડની વાત કરીએ તો વાપીમાં કુલ 64 હજારથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ગોલ્ડ કોઈન સર્કલ ખાતે 33 હજાર અને પેપીલોન ખાતે 23 હજારના ચલણ કપાયા હતાં. વાપીની જેમ ઉમરગામ તાલુકામાં પણ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામમાં પોલીસે 4100 રૂપિયાના ચલણ કાપ્યા હતાં. જ્યારે ભિલાડ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોય 7 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યો હતો.

Intro:Story approved by desk

વાપી :- વાહન વ્યવહારમાં આવેલા નવા ટ્રાફિક નિયમ સોમવારથી લાગુ થયા છે. જે અંતર્ગત વાપીમાં સવારથી સાંજ સુધીમાં ટ્રાફિક પોલીસે કેટલાય વાહન ચાલકોને દંડી કુલ 64 હજારનાં ચલણ કાપ્યા હતાં. જ્યારે ઉમરગામ તાલુકામાં 4100 રૂપિયાના ચલણ કાપવામાં આવ્યા છે. ભિલાડ પોલીસ સ્ટેશનમાં 7 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યાં હતાં.

Body:16મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોની અમલવારી શરૂ થઈ ચૂકી છે. વાપીમાં પણ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડ સવારથી જ માર્ગો ઉપર ચોકી પહેરામાં ગોઠવાયા હતાં. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ઉભા રાખી નવા નિયમો અંતર્ગત કાર્યવાહી શરૂ કરી હતી.

 વાપી પેપીલોન ચાર રસ્તા, ગાંધી સર્કલ, gold coin સર્કલ પર તપાસ શરૂ કરાઈ હતી. જે અંતર્ગત સીટબેલ્ટ, હેલ્મેટ, વાહનનો વીમો અને RC બુકની તપાસ કરી હતી. તપાસ દરમ્યાન મોટાભાગના વાહનચાલકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય અને સીટબેલ્ટ નહીં બાંધ્યો હોય તેવા ચાલકો દંડાયા હતાં. જેમાના કેટલાકે દંડની રકમથી બચવા પ્રયાસો કર્યા હતા. 

gold coin સર્કલ ઉપર ટ્રાફિક વાહન તપાસ દરમિયાન વાહન તપાસ કરનાર ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જએ જણાવ્યું હતું કે, સોમવારથી નવા નિયમો અંતર્ગત ચલણ કાપવાનું શરૂ કર્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે પાલન નહીં કરવા વાળાને કાયદાકીયરીતે દંડ ફટકારી ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે અનુરોધ કરીએ છીએ. જેમાં કેટલાક વાહનચાલકોએ અન્ય લોકો પાસે ભલામણ કરાવી હતી. અને ફોન પણ કરાવ્યા હતા. પરંતુ પોલીસે કોઈને પણ છોડયા નથી. 

Conclusion:ટ્રાફિક દંડની વાત કરીએ તો વાપીમાં કુલ 64 હજારથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ગોલ્ડ કોઈન સર્કલ ખાતે 33 હજાર અને પેપીલોન ખાતે 23 હજારના ચલણ કપાયા હતાં. વાપીની જેમ ઉમરગામ તાલુકામાં પણ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામમાં પોલીસે 4100 રૂપિયાના ચલણ કાપ્યા હતાં. જ્યારે ભિલાડ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોય 7 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.