ETV Bharat / state

વાપીમાં રેલવેની વાર્ષિક 95 કરોડની આવક તો પણ GRPF માટે તંત્રનું ઓરમાયું વર્તન, જાણો કઇ રીતે - GRPF

વાપીમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે વાપી રેલવે સ્ટેશનએ મહત્વનું રેલવે સ્ટેશન છે. વાર્ષિક 90થી 95 કરોડની આવક ધરાવતું વાપી રેલવે સ્ટેશન આવકની દ્રષ્ટિએ A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. તેમ છતાં અહીં મોટાભાગની સુવિધાઓ C ગ્રેડની છે. ગુજરાત રેલવે પોલીસ GRPF માટે તંત્રનું વર્તન સદંતર ઓરમાયું છે. જેના માથે 90 લાખ પેસેન્જરની સુરક્ષાની જવાબદારી છે. તે પોલીસ કર્મચારીઓ પતરાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં છે.

Vapi Railway station
પતરાના શેડમાં ચાલે છે પોલીસ સ્ટેશન
author img

By

Published : Jan 25, 2020, 12:58 PM IST

વલસાડઃ વાપી રેલવે સ્ટેશન મુંબઈથી સુરત વચ્ચે સૌથી વધુ આવક રળી આપતું અને સૌથી વધુ મુસાફરોનું આવાગમન ધરાવતું A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. વાપી રેલવે સ્ટેશને 84 ટ્રેનના સ્ટોપેજ છે. દૈનિક 21,000થી 25,000 મુસાફરો આવાગમન કરે છે. જેના દ્વારા રેલવેને રોજની 25 લાખ રૂપિયાની આવક થાય છે. તેમ છતાં રેલવે સ્ટેશને મુસાફરો માટે અને મુસાફરોની સુરક્ષાની જેના પર જવાબદારી છે. તે GRPFના જવાનો માટે પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ છે.

પતરાના શેડમાં ચાલે છે પોલીસ સ્ટેશન

વાપી રેલવે સ્ટેશન પર માળખાગત સુવિધાઓ અંગે રેલવે સલાહકાર સમિતિના સભ્ય બી. કે. દાયમાંએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અહીંથી લાખો લોકો યાત્રા કરે છે. રાજધાની, શતાબ્દી અને તેજસ જેવી ટ્રેનના સ્ટોપેજ છે. તેમ છતાં મુસાફરો માટે સારો બ્રિજ, એસ્કેલેટર, લિફ્ટ, વાહનો માટે મલ્ટી લેવલ પાર્કિંગ, રેલવે કર્મચારીઓ માટે સારા આવાસ, VIP મહેમાનો માટે સારો વેઇટિંગ રૂમ જેવી અનેક સુવિધાઓનો તદ્દન અભાવ છે.

વાપી રેલવે સ્ટેશને જો સૌથી વધુ નવાઈ પમાડતી વાત હોય, તો એ GRPF જવાનો માટેની પાયાની સુવિધાની છે. રેલવે સ્ટેશન પર RPF અને ગુજરાત રેલવે પોલીસ ફોર્સ (GRPF)ના જવાનો 24 કલાક મુસાફરોની સુરક્ષા માટે ફરજ બજાવે છે. જેમાં RPF માટે રેલવે પોલીસે ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ સાથેની પોલીસ ચોકી આપી છે. જ્યારે GRPF માટે સદંતર ઓરમાયું વર્તન રખાયું છે.

રેલવે સ્ટેશન પર GRPના જવાનો પતરાની પોલીસ ચોકીમાં કામ કરે છે. તેઓ માટે એક સારા શૌચાલયની પણ સુવિધા નથી. જેમના માથે વાર્ષિક 90 લાખ મુસાફરોની જવાબદારી છે. IPC, CRPC હેઠળના ટ્રાફિકિંગ, ગેમ્બલિંગ, પોકસો, પ્રોહીબિશનના કેસની જવાબદારીનું ભારણ છે. તે પોલીસ જવાનો માટે રેલવે સ્ટેશન પર સારો સ્ટાફ રૂમ નથી. કર્મચારી આવાસ નથી. આ માટે અનેક રજૂઆતો કરી છે. તેમ છતાં આજે પણ પરિણામ શૂન્ય છે.

વાપી રેલવે સ્ટેશનમાં જે સુવિધાઓનો અભાવ છે, તે અંગે ડેપ્યુટી સ્ટેશન માસ્ટર પ્રદીપ અહિરે જણાવ્યું હતું કે, હાલ પ્લેટફોર્મની લંબાઈ, ઉંચાઈ વધારવાનું, શેડ બનાવવાનું એસ્કેલેટરનું કામ શરૂ કરાયું છે. GRPF માટે નવા પોલીસ સ્ટેશનના મકાન માટે જમીન ફાળવણી થઈ છે. જે હાઉસિંગ બોર્ડની મંજૂરી મળે તો બાંધકામની કામગીરી હાથ ધરાશે.

ઉલ્લેખનિય છે કે, વાપી રેલવે સ્ટેશન A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. અહીં પારડીથી ઉમરગામ વચ્ચે બનતા અકસ્માતોમાં મૃતકોના મૃતદેહોને લાવવા માટે એક પણ એમ્બ્યુલન્સ નથી. આ માટે સ્થાનિક સેવાભાવી સંસ્થા પોતાની એમ્બ્યુલન્સ પુરી પાડે છે. જે તે હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બોલાવવી પડે છે. મૃતદેહોને રાખવા માટે રૂમ કે કોલ્ડ સ્ટોરેજ નથી, તે માટે ચલા PHC ખાતે મૃતદેહોને મોકલવા પડે છે. ટૂંકમાં વર્ષે 95 કરોડની આવક હોવા છતાં સુવિધાઓનો અભાવ મુસાફરોથી માંડીને રેલવેમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મુસીબતોનાં પહાડ સમાન છે.

Intro:Location :- વાપી

વાપી :- મુંબઈથી અમદાવાદ વચ્ચે વાપી રેલવે સ્ટેશન એ મહત્વનું રેલવે સ્ટેશન છે. વાર્ષિક 90 થી 95 કરોડની આવક ધરાવતું વાપી રેલવે સ્ટેશન આવકની દ્રષ્ટિએ A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. તેમ છતાં અહીં મોટાભાગની સુવિધાઓ C ગ્રેડની છે. એમાંય ગુજરાત રેલવે પોલીસ GRPF માટે તંત્રનું વર્તન સદંતર ઓરમાયું છે. જેના માથે 90 લાખ પેસેન્જરની સુરક્ષાની જવાબદારી છે. તે પોલીસ કર્મચારીઓ પતરાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

Body:વાપી રેલવે સ્ટેશન મુંબઈથી સુરત વચ્ચે સૌથી વધુ આવક રળી આપતું અને સૌથી વધુ મુસાફરોનું આવાગમન ધરાવતું A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. વાપી રેલવે સ્ટેશને 84 ટ્રેનના સ્ટોપેજ છે. દૈનિક 21000 થી 25000 મુસાફરો આવાગમન કરે છે. જેના દ્વારા રેલવેને દરરોજની 25 લાખ રૂપિયાની આવક થાય છે. તેમ છતાં રેલવે સ્ટેશને મુસાફરો માટે અને મુસાફરોની સુરક્ષાની જેના પર જવાબદારી છે. તે GRPF ના જવાનો માટે પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ છે.

વાપી રેલવે સ્ટેશન પર પાયાગત સુવિધાઓ અંગે રેલવે સલાહકાર સમિતિના સભ્ય બી. કે. દાયમાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અહીંથી લાખો લોકો યાત્રા કરે છે. રાજધાની, શતાબ્દી અને તેજસ જેવી ટ્રેનના સ્ટોપેજ છે. તેમ છતાં મુસાફરો માટે સારો બ્રિજ, અસકેલેટર, લિફ્ટ, વાહનો માટે મલ્ટી લેવલ પાર્કિંગ, રેલવે કર્મચારીઓ માટે સારા આવાસ, VIP મહેમાનો માટે સારો વેઇટિંગ રૂમ જેવી અનેક સુવિધાઓનો તદ્દન અભાવ છે. 

વાપી રેલવે સ્ટેશને જો સૌથી વધુ નવાઈ પમાડતી વાત હોય તો એ GRP જવાનો માટેની પાયાગત સુવિધાની છે. રેલવે સ્ટેશન પર RPF અને ગુજરાત રેલવે પોલીસ ફોર્સ GRPF ના જવાનો 24 કલાક મુસાફરોની સુરક્ષા માટે ફરજ બજાવે છે. જેમાં RPF માટે રેલવે પોલીસે ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ સાથેની પોલીસ ચોકી આપી છે. જ્યારે GRPF માટે સદંતર ઓરમાયું વર્તન રખાયું છે. 

રેલવે સ્ટેશન પર GRP ના જવાનો પતરાની પોલીસ ચોકીમાં કામ કરે છે. તેઓ માટે એક સારા શૌચાલયની પણ સુવિધા નથી. જેમના માથે વાર્ષિક 90 લાખ મુસાફરોની જવાબદારી છે. IPC, CRPC હેઠળના ટ્રાફિકિંગ, ગેમ્બલિંગ, પોકસો, પ્રોહીબિશનના કેસની જવાબદારીનું ભારણ છે. તે પોલીસ જવાનો માટે રેલવે સ્ટેશન પર સારો સ્ટાફરૂમ નથી. કર્મચારી આવાસ નથી. આ માટે અનેક રજૂઆતો કરી છે. તેમ છતાં આજે પણ પરિણામ શૂન્ય છે. 

જ્યારે વાપી રેલવે સ્ટેશનની સમસ્યાઓની વણઝાર વચ્ચે વાપી નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર ઇસ્ટ-વેસ્ટના આવાગમન માટે પેડિસ્ટ્રીયલ બ્રિજની મંજૂરી મળી છે. આગામી દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે, પાર્કિંગ સમસ્યા માટે મલ્ટી લેવલ પાર્કિંગ ની દિશામાં પ્રયાસ ચાલી રહ્યા છે. અન્ડર ગ્રાઉન્ડ બ્રિજ માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. GRP ના જવાનો, મુસાફરો માટે જે અસુવિધાઓ છે તે અંગે પણ આગામી દિવસોમાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.

વાપી રેલવે સ્ટેશને હાલ જે જે સુવિધાઓનો અભાવ છે તે અંગે ડેપ્યુટી સ્ટેશન માસ્તર પ્રદીપ અહિરે એ જણાવ્યું હતું કે હાલ પ્લેટફોર્મની લંબાઈ, ઉંચાઈ વધારવાનું, શેડ બનાવવાનું એક્સીલેટરનું કામ શરૂ કરાયું છે. GRP માટે નવા પોલીસ સ્ટેશનના મકાન માટે જમીન ફાળવણી થઈ છે. જે હાઉસિંગ બોર્ડની મંજૂરી મળે તો બાંધકામની કામગીરી હાથ ધરાશે. 

Conclusion:ઉલ્લેખનિય છે કે વાપી રેલવે સ્ટેશન A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. અહીં પારડીથી ઉમરગામ વચ્ચે બનતા અકસ્માતોમાં મૃતકોના મૃતદેહોને લાવવા માટે એક પણ એમ્બ્યુલન્સ નથી. આ માટે સ્થાનિક સેવાભાવી સંસ્થા પોતાની એમ્બ્યુલન્સ પુરી પાડે છે અથવા તો જે તે હોસ્પિટલમાંથી બોલાવવી પડે છે. મૃતદેહોને રાખવા માટે રૂમ કે કોલ્ડ સ્ટોરેજ નથી એ માટે ચલા PHC ખાતે મૃતદેહોને મોકલવા પડે છે. ટૂંકમાં વર્ષે 95 કરોડની આવક હોવા છતાં સુવિધાઓનો અભાવ મુસાફરોથી માંડીને રેલવેમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મુસીબતોનાં પહાડ સમાન છે.

Bite :- બી. કે. દાયમાં, સભ્ય, વાપી રેલવે સલાહકાર સમિતિ
Bite :- વિઠ્ઠલભાઈ પટેલ, પ્રમુખ, વાપી નગરપાલિકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.