ETV Bharat / state

Vapi News: સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં વાપી નગર પાલિકા પ્રથમ ક્રમે, સતત 7મા વર્ષે પ્રથમ - ચિફ ઓફિસર

આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલય(Ministry of Housing and Urban Affairs-MoHUA) દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજયની કુલ 156 નગર પાલિકામાંથી વાપી નગર પાલિકાનો પ્રથમ ક્રમ આવ્યો છે. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક. Vapi Nagar Palika Ministry of Housing and Urban Affairs MoHUA Garbage Free City 1 STAR Open Defecation Free City ODF++

સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં વાપી નગર પાલિકા પ્રથમ ક્રમે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 7:16 PM IST

ગુજરાત રાજયની કુલ 156 નગર પાલિકામાંથી વાપી નગર પાલિકાનો પ્રથમ ક્રમ આવ્યો છે

વાપીઃ આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની તમામ 4,416 નગર પાલિકા જોડાઈ હતી. જ્યારે ગુજરાતની 156 નગર પાલિકા જોડાઈ હતી. MoHUA દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વાપી નગર પાલિકાનો નેશનલ લેવલે 102મો ક્રમ તથા ગુજરાત રાજયમાં તમામ નગર પાલિકા વાપી નગર પાલિકાનો પ્રથમ ક્રમ આવ્યો છે. આ સિદ્ધિ મેળવ્યા બાદ વાપી નગર પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ અને ચિફ ઓફિસર શૈલેષ પટેલે ઈટીવી ભારત સાથે વાતચીત કરી છે.

સતત સાત વર્ષથી પ્રથમઃ સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં સર્ટિફિકેશન Criteria માં ગુજરાત રાજયની તમામ નગર પાલિકાઓમાં વાપી નગર પાલિકાએ Garbage Free City કેટેગરીમાં 1 STAR મેળવ્યો છે. જ્યારે Open Defecation Free City માં ODF++ રેન્ક મેળવ્યો છે. વાપી નગર પાલિકા આ સિદ્ધિનો શ્રેય પાલિકાના સફાઈ કર્મચારીઓ, સેનેટરી ઇન્સ્પેકટર્સ સહિત વાપીના તમામ નાગરિકોને આપે છે. વાપી નગર પાલિકા સતત 6 વર્ષથી સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવી રહી છે. આ વર્ષે પણ વાપી નગર પાલિકાએ સતત 7મા વર્ષે આ ક્રમ જાળવી રાખ્યો છે.

સ્વચ્છતા ઝુંબેશથી સિદ્ધિઃ વાપી નગર પાલિકા વિસ્તારમાં એજન્સી દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવે છે. જેમાં અંદાજિત 340 સફાઈ કર્મચારીઓ સફાઈની કામગીરી કરે છે. પાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર કલેક્શન, વોટર બૉડીઝ ક્લિનિંગ, લેગસી વેસ્ટ, ફ્રેશ વેસ્ટ સેગ્રીગેશન જેવી તમામ કેટેગરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોમાં સ્વચ્છતા જાગૃતિ આવે એ માટે શેરી નાટકો, સ્થાનિક નેતાઓ, રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈની આગેવાનીમાં, પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓની આગેવાનીમાં સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમો યોજાયા હતા. જેના પરિણામ સ્વરૂપે આ સિદ્ધિ મળી છે.

અન્ય નગર પાલિકાની સિદ્ધિઃ રાજ્યમાં આવેલી 156 નગરપાલિકા પૈકી વાપી અને વલસાડ A ગ્રેડની નગરપાલિકા છે. સ્વચ્છતા મિશન એવોર્ડના સ્ટેટ રેન્કિંગમાં વાપી નગર પાલિકા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે વલસાડ નગરપાલિકા સ્ટેટ રેન્કિંગમાં 21મા સ્થાને છે. પારડી અને ઉમરગામ નગર પાલિકાને C ગ્રેડ મળ્યો છે. જેમાં પારડી નગર પાલિકા સ્ટેટ રેન્કિંગમાં 10મા, ઉમરગામ નગર પાલિકા 16મા જ્યારે ધરમપુર નગર પાલિકા 12મા સ્થાને છે. ધરમપુર નગરપાલિકા D ગ્રેડમાં છે.

વાપી પાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર કલેક્શન, વોટર બૉડીઝ ક્લિનિંગ, લેગસી વેસ્ટ, ફ્રેશ વેસ્ટ સેગ્રીગેશન જેવી તમામ કેટેગરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સ્વચ્છતા મિશન એવોર્ડના સ્ટેટ રેન્કિંગમાં વાપી નગર પાલિકા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે...કાશ્મીરા શાહ(પ્રમુખ, વાપી નગર પાલિકા)

સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ 11મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાપી નગર પાલિકાએ નેશનલ લેવલે 102મો ક્રમ, સ્ટેટ લેવલે 7મો ક્રમ અને સ્વચ્છતામાં નગર પાલિકા લેવલે પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિ પાછળ પ્રધાન કનુ દેસાઈના પ્રોત્સાહન અને જનતાના સહયોગથી મળી છે...શૈલેષ પટેલ(ચિફ ઓફિસર, વાપી નગર પાલિકા)

  1. વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ અને ખાતમુર્હૂત
  2. Valsad News : સરકારના નવા કાયદાને લઈ વાપી જીઆઈડીસીમાં જાહેર માર્ગ પર ક્રેન મૂકી ચક્કાજામ કરાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.