- વાપી પાલિકાના વોર્ડ 5માં સૌથી વધુ મતદારો છે
- વોર્ડ નંબર 5માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
- મુખ્યત્વે પરપ્રાંતીય અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે
વાપી :- વાપી નગરપાલિકામાં આગામી 28મી નવેમ્બરે ( Vapi Nagarpalika Election date 2021) પાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાન થવાનું છે. ગત ટર્મમાં સત્તા પર રહેલ ભાજપે (BJP) આ વખતે ફરી સત્તા જાળવી રાખવા ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. તો સત્તા મેળવવા કોંગ્રેસના (Congress) ઉમેદવારોએ પણ કમર કસી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આવો જાણીએ વોર્ડ નંબર 5 માં થયેલા વિકાસના કામો, મતદારોની સંખ્યા, પ્રચારના મહત્વના મુદ્દાઓ અંગે આ અહેવાલમાં.
વોર્ડ નંબર 5ની સ્થિતિ
વાપીમાં 11 વોર્ડની 44 બેઠકો પૈકી 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ મેળવ્યા બાદ 28મી નવેમ્બરે 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ છે. વાપી પાલિકાની ચૂંટણીમાં ( Vapi municipal elections 2021 ) આ વખતે વોર્ડ નંબર 5માં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે. વોર્ડ નંબર 5માં ભાજપે નયના પટેલ, પૂર્વ માજી પ્રમુખ પરેશ દેસાઈ, મહેશ પટેલ અને શરબરાખાતુંન મોહંમદ યુસુફ શાહ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે કૃપાલી પટેલ, જિનલ પટેલ, દિનેશ હરિહર પ્રસાદ અને લાલમોહંમદ મોહંમદ વકીલ ઘાંચી નામના ઉમેદવારોની પેનલ રચી છે.
BJP ગત ટર્મમાં પાણી, રસ્તા, ગટરના કામ કર્યા છે
ગત ટર્મમાં વોર્ડ નંબર 5ની પેનલ ભાજપે (BJP) જીતી હતી. આ વખતે ભાજપની પેનલ એ જ વિકાસના કામોનું લિસ્ટ લઈને પ્રચાર કરી રહી છે. જે અંગે પરેશ દેસાઈ નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, તેમની પાસે ભાજપનો સિમ્બોલ છે. અને ભાજપે કરેલા વિકાસના કામોને લઈને મતદારો વચ્ચે જઈ રહ્યા છીએ એ અમારા માટે ગૌરવની બાબત છે. મતદારોનો ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાપી ડુંગરી ફળિયા વિસ્તારમાં પાણી, રસ્તા, ગટરના કામ કરીશું. હાલમાં પણ પાણીની ટાંકી બનાવવાની છે. એવા વિકાસના મુદ્દાઓ પર ડૉર ટૂ ડૉર પ્રચાર કરીએ છીએ મતદારોની રજુઆત સાંભળીએ છીએ જે જીત મેળવ્યા બાદ પાલિકામાં ( Vapi municipal elections 2021 ) તમામ ઉમેદવારો એક સંપ સાથે રજુઆત કરીશું.
વિકાસના કામોને લઈને ભાજપ સામે વિરોધનો સૂર
કોંગ્રેસના (Congress) ઉમેદવાર દિનેશ હરિહર પ્રસાદે જણાવ્યું હતું કે, ગત વખતે મતદારોએ ભાજપને મત આપ્યા બાદ આ વિસ્તારના કોઈ જ કામ થયા નથી. રસ્તાઓ, ગટર, સફાઈની સમસ્યા છે. જે અંગે લોકોનો ભાજપ સામે વિરોધ છે. એટલે આ વખતે મતદારો કોંગ્રેસ સાથે છે. અમે કોંગ્રેસને વિજયી બનાવવા ચૂંટણી પ્રચાર ( Vapi municipal elections 2021 ) કરી અપીલ કરી રહ્યા છીએ. રસ્તા, ગટર, પાણીની મતદારોની માગ છે. કામ પૂર્ણ કરવાની અને મોંઘવારી પર કાબૂ મેળવવાની ખાતરી આપીએ છીએ.
જે ભાજપ સાથે હતાં તે હવે કોંગ્રેસ સાથે છે
જ્યારે અન્ય કોંગ્રેસી (Congress) ઉમેદવાર લાલમોહંમદ મોહંમદ વકીલ ઘાંચીના ભાઈ અને સામાજિક કાર્ય સાથે સંકળાયેલ મુખ્તાર એહમદ ઘાંચીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં જનતાનું ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. આ વિસ્તારના લોકો 15 વરસથી ભાજપ સાથે હતાં. અને હવે અમારી સાથે છે. મતદારોને જે પાયાની સુવિધા આપવી જોઈએ તે પુરી પાડવાની અમે ખાતરી આપીએ છીએ. 5 વર્ષ બાદ આ બદલાવની ( Vapi municipal elections 2021 ) તક છે. સમાજ સેવા અમારું કામ છે. જેમાં મતદારોના સહકાર બાદ આ વિસ્તારમાં વધુ સારું કામ કરીશું.
વોર્ડ નંબર 5 માં 1330 મતદારોનો વધારો
વોર્ડ નંબર 5 માં આવતા મુખ્ય વિસ્તારની અને ગત ટર્મમાં થયેલ કામગીરી, વોર્ડમાં કુલ કેટલા મતદારો છે તે અંગે વાત કરીએ તો વોર્ડ નંબર 5માં મુસ્લિમ, પરપ્રાંતીય, ઉપરાંત આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. ડુંગરી ફળિયા, શિવાજીનગર, મહાવીર નગર, આઝાદ નગર, એકતા નગર, મિલ્લત નગર, દેસાઈ વાડ, દેવજી ફળિયું, ટેકરા ફળિયું, ડુંગરા કોલોની, ધોડિયા વાળ, મુખ્ય વિસ્તારો છે. ગત વર્ષ 2016 ની પાલિકાની ચૂંટણી સમયે મતદારોની સંખ્યા 10603 હતી જે વધીને હાલમાં 11933 જેટલી થઇ છે. 1330 મતદારોનો વધારો થયો છે. અહીં ખાસ કરીને મુસ્લિમ વસ્તી છે. એ ઉપરાંત સ્થાનિક દેસાઈ, ધોડિયાપટેલ, કોળી પટેલ, મહારાષ્ટ્રીયન, તથા ઉત્તરભારતીય સમાજના મતદારો છે. આ વોર્ડમાં ડુંગરી ફળિયા ભંગારના ગોડાઉન ધરાવતો ભંગારીયાઓનો વિસ્તાર ગણાય છે. જો કે છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો (BJP) દબદબો છે. પરંતુ આ વખતે ભાજપ દ્વારા ઉતારેલા ઉમેદવારોનું વર્ચસ્વ હોવા છતાં કોંગ્રેસના (Congress) ઉમેદવારો સ્થાનિક સમસ્યાઓ સાથે ચૂંટણી પ્રચાર ( Vapi municipal elections 2021 ) કરી રહ્યા છે. અને જીતનો દાવો કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠક પર જીતવાનો ભાજપનો સંકલ્પ, કોંગ્રેસ અને AAP પણ મેદાનમાં
આ પણ વાંચોઃ વાપીમાં પાટીલનું લોકોને સરકારી યોજનાઓના લાભ આપી મદદરૂપ થવા આહવાન