ETV Bharat / state

Vapi love jihad case: આરોપી મુસ્લિમ યુવકની બિહારથી ધરપકડ

વલસાડ જિલ્લાના વાપીમાં લવ જેહાદનો (Vapi love jihad case) બીજો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે. વાપી નજીક એક ગામમાં રહેતો પરિણીત મુસ્લિમ યુવક પરિણીત હિંદુ યુવતીને લગ્નની લાલચ આપી પુત્રી સાથે ભગાડી લઈ ગયો હતો. જેને વાપી ટાઉન પોલીસે બિહારથી ઝડપી પાડી ભોગ બનનાર તથા તેની પુત્રીને છોડાવી યુવક સામે લવ જેહાદની કલમ 4 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Vapi love jihad case:  આરોપી મુસ્લિમ યુવકની બિહારથી ધરપકડ
Vapi love jihad case: આરોપી મુસ્લિમ યુવકની બિહારથી ધરપકડ
author img

By

Published : Jul 15, 2021, 1:20 PM IST

  • વાપીમાં નોંધાયો બીજો love jihad case
  • પરિણીત મહિલાને મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો
  • પોલીસે બંનેને બિહારથી ઝડપી પાડ્યાં

    વાપી : આ અંગે વલસાડ જિલ્લા DYSP વી. એન. પટેેેલે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી કે વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ( Vapi love jihad case ) એક ગામે 2 જુલાઈના એક પરણિત મહિલા પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે ગુમ થતાં તેના પતિ દ્વારા ગુમ જાણવા જોગ ફરીયાદ આપવામાં આવી હતી.

    ધર્મ પરિવર્તન કરાવી લગ્નની લાલચ આપી

    જે સંદર્ભે જાણવા મળ્યું હતું કે, ગુમ મહિલાને જાવેદ અલી હકીમ આલમ નામનો ઇસમ તેમનું ધર્મ પરિવર્તન કરાવી લગ્નની ( Vapi love jihad case ) લાલચ આપી પોતાના વતન બિહાર ભગાડી લઈ ગયો છે. આ વિગતો મળતાં પોલીસે એક ટીમને બિહાર મોકલી હતી. જ્યાં તેનું ધર્મ પરિવર્તન કરી લગ્ન કરે તે પહેલાં જ બંનેની ધરપકડ કરી વાપી લાવ્યાં હતાં.
    રિણીત મુસ્લિમ યુવક પરિણીત હિંદુ યુવતીને લગ્નની લાલચ આપી પુત્રી સાથે ભગાડી લઈ ગયો હતો

    આ પણ વાંચોઃ લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો

3 વર્ષની દીકરીને પણ સાથે લઈ ગઈ હતી

વાપીમાં પોલીસે વિધર્મી યુવક જાવેદ અલી સામે IPC કલમ 365, 506(2) અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ( સુધારા ) અધિનીયમ 2021ની કલમ 4 મુજબ ( Vapi love jihad case ) ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં વિધર્મી યુવક અને હિન્દુ મહિલા બને એકબીજાની પડોશમાં રહેતા હતાં અને એક જ કંપનીમાં નોકરી કરતાં હતાં. જેમની વચ્ચે પ્રેમસંબંધ હતો. મહિલાને તેમના પતિ સાથે અણબનાવ હતો. જેનો લાભ લઇ લગ્નની અને ધર્મ પરિવર્તનની લાલચ આપી યુવક ભગાડી ગયો હતો. જે વખતે મહિલા પોતાના 2 સંતાનો પૈકી 3 વર્ષની દીકરીને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. જ્યારે વિધર્મી યુવકને પણ પત્ની અને સંતાનો છે જે તેમના વતન બિહારમાં રહે છે.

કોર્ટ મેરેજનો આગ્રહ રાખતાં લગ્ન થઈ શક્યાં નહોતાં

હાલ આ મામલે યુવકે મહિલાને લોભ લાલચ તેમજ ધાકધમકી આપી છે કે કેમ તે અંગે DYSP એ વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં મળતી વિગત મુજબ યુવક મહિલાને ભગાડી ( Vapi love jihad case ) ગયા બાદ મહિલાએ લગ્ન માટે કોર્ટ મેરેજનો આગ્રહ કરતા લગ્ન થઈ શક્યાં નહોતાં. દરમિયાન પોલીસે ભોગ બનનાર મહિલા અને તેની પુત્રીને મુક્ત કરાવી લીધા હતાં.

આ પણ વાંચોઃ Love jihad: રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.