ETV Bharat / state

વલસાડના કલાકારે બનાવી 7 કિલો સાબુદાણામાંથી મોદીની રંગોળી - સાબુદાણામાંથી મોદીની રંગોળી

વલસાડ: દિવાળીના તહેવારમાં દરેક ઘરની બહાર જોવા મળતી રંગોળીમાં આનંદ અને ઉલ્લાસના રંગોના મિશ્રણ અદભૂત આનંદની અનુભૂતિ કરાવે છે. રંગોળીના રંગો માનવીય સ્વભાવને આકૃતિના માધ્યમથી ઉતારવાની કળા છે. આ કળામાં અમુક લોકો મહારથી હોય છે.

સાબુદાણાની રંગોળી
author img

By

Published : Oct 29, 2019, 5:26 PM IST

વલસાડના હનુમાન ભાગડા ગામે રહેતા અનંત કેશવ વાઘવનકર જેઓ એક કલાકાર છે, દર વર્ષે અવનવી કલાકૃતી તૈયાર કરતા હોય છે. આ વર્ષે તેમણે દિવાળીમાં 8 કલાકની રોજની મહેનત કરી 65 કલાક જેટલું એટલે કે સતત 8 દિવસ સુધી કામ કરી રસોઈમાં ઉપયોગમાં આવતા સાબુદાણા, રંગ અને ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીના ચિત્રવાળી આકર્ષક રંગોળી તૈયાર કરી છે.

વલસાડના કલાકારે બનાવી 7 કિલો સાબુદાણામાંથી મોદીની રંગોળી

આ રંગોળીને જોવા માટે દૂર દૂરથી આવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનંતભાઈ એ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે...

અનંતભાઈ દર વર્ષે દિવાળી દરમિયાન કંઈક અલગ ચિત્ર બનાવે છે. ગત વર્ષે તેમણે સરદાર પટેલનું એક અનોખું ચિત્ર બનાવી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતાં.

Intro:દિવાળીના તહેવારમાં ઘર આંગણે રંગોળી દરેક લોકોને ત્યાં આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે વલસાડ નજીકમાં આવેલા હનુમાન ભાગડા ગામે એક કલાકારે 7 કિલો સાબુદાણા નો ઉપયોગ કરી 65 કલાકની એટલે કે 8 દિવસની સખત મહેનત બાદ મોદીનું ચિત્ર વાળી રંગોળી તૈયાર કરી છે જે લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે

Body:વલસાડ શહેરને અડીને આવેલા હનુમાન ભાગડાગામે ત્રિરંગા ચોક ખાતે રહેતા અનંત કેશવ વાઘવનકર જેઓ એક કલાકાર છે દર વર્ષે અવનવી કલાકૃતી તૈયાર કરતા હોય છે આ વર્ષે તેમને દિવાળી માં 8 કલાક ની રોજ ની મહેનત કરી 65 કલાક જેટલું એટલે કે સતત 8 દિવસ સુધી કામ કરી રસોઈ માં ઉપયોગ માં આવતા સાબુદાણા રંગ અને ટેલકમ પાવડર નો ઉપયોગ કરી ને નરેન્દ્ર મોદી નું ચિત્ર વાળી આકર્ષક રંગોળી તૈયાર કરી છે જે આજ કાલ સ્થાનિકો સહિત દૂર દૂર થી જોવા માટે આવનાર લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે અનંત ભાઈ એ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે તેમણે 7 કિલો સાબુદાણા 4 કિલો રંગ 2 કિલો ટેલકમ પાવડર નો ઉપયોગ રંગોળી બનાવવામાં કરવામાં આવ્યો છે સાથે જ વિવિધ રંગોના ઉપયોગ વડે ગાંધીજી તેમજ અન્ય ચિત્રો ની પણ આબેહૂબ આકર્ષક રંગોળી બનાવી છે જેને જોવા માટે લોકો આવી રહ્યા છે

Conclusion:નોંધનીય છે કે અનંતભાઈ દ્વારા દર વર્ષે દિવાળી દરમિયાન કંઈક અલગ ચિત્ર બનાવીને પોતાની આગવી ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગત વર્ષે સરદાર પટેલની એક અનોખું ચિત્ર બનાવી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા તો આ વર્ષે સાત કિલો જેટલા સાબુદાણાનો ઉપયોગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચિત્ર રંગોળી રૂપે બનાવી લોકોમાં આકર્ષણ જમાવ્યું છે બાઈટ 1 અનંત વાઘવનકર કલાકાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.