ETV Bharat / state

Valsad Crime : વલસાડમાં નશાખોર યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા, શોલે જેવો ખેલ કરતાં યુવક સામે પોલીસની કાર્યવાહી - પોલીસની કાર્યવાહી

વલસાડમાં નશાખોર યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા (Valsad Youth High Voltage Drama ) જોવા મળ્યો હતો. વલસાડ રેલવે યાર્ડ (Valsad Railway Yard )માં એક બિલ્ડિંગમાં બારીના છજા પર ચડીને બૂમરાણ મચાવતાં આત્મહત્યાની ધમકી (Threat to Suicide ) આપી હતી. વલસાડ પોલીસ (Valsad Police) અને ફાયરની ટીમે કઇ રીતે યુવક જોડે કામ પાર પાડ્યું તે જોવા જેવું છે.

Valsad Crime : વલસાડમાં નશાખોર યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, શોલે જેવો ખેલ કરતાં યુવક સામે પોલીસની કાર્યવાહી

author img

By

Published : Jan 16, 2023, 3:52 PM IST

નશાની હાલતમાં શોર મચાવતાં યુવકે અપાવી શોલેના વીરુની યાદ

વલસાડ વલસાડના રેલવે યાર્ડમાં આવેલા એક બિલ્ડિંગમાં દારૂનો નશો કરેલા એક યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જી દીધો હતો. યુવક બાથરૂમની બારીની બહાર નીકળી બિલ્ડીંગની પાળી ઉપર ઉભા રહી બૂમાબૂમ કરી કૂદી જવાની ધમકી આપી રહ્યો હતો. જેને પગલે સતત ત્રણ કલાક સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. લોકોએ વલસાડ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે ફાયરની ટીમ સાથે મળી ત્રણ કલાક બાદ નીચે ઊતારવામાં સફળતા મેળવી હતી. નવલસાડમાં નશાખોર યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોઇ લોકોને શોલે ફિલ્મના વીરુની યાદ આવી ગઇ હતી.

શું બન્યું હતું વલસાડ રેલવે યાર્ડના ઇસ્ટ યાર્ડમાં સાઈ કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા અને રેલવેમાં કામ કરતા એક યુવકે રવિવારે દારૂનો નશો કર્યો હતો. તેવી સ્થિતિમાં ફ્લેટના બાથરૂમના કાચના સ્લાઇડર ખસેડી બહાર નીકળી બારીના છજા ઉપર ઉભો રહી ગયો હતો અને દારૂના નશામાં લવારા કરી રહ્યો હતો. જેને જોતા આસપાસના લોકો ભેગાં થઈ ગયા હતાં અને તેને નીચે ઊતારવા માટે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરાઈ હતી.

આ પણ વાંચો Rajkot Police Accident : નશાના ચક્કરમાં કોકનું ઘર ઉજાડનાર જમાદાર સામે પોલીસ કાર્યવાહી કરશે કે રફેદફે ?

સતત ત્રણ કલાક હાઈ વૉલ્ટેજ ડ્રામા ચાલ્યો દારૂના નશામાં યુવાન ભાન ભૂલીને પોતાના ફ્લેટના બાથરૂમની બારીમાંથી બહાર નીકળી બિલ્ડીંગની બારીના છજા ઉપર ઉભો રહી ગયો હતો અને દારૂના નશામાં એલફેલ મૂકી રહ્યો હતો અને પોતે આત્મહત્યા કરશે તેવું પણ જણાવી રહ્યો હતો. તેને લઈને બિલ્ડીંગમાં રહેતા તમામ સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતાં. અનેકવાર સ્થાનિકો દ્વારા તેને બચાવી લેવા માટે અનેક પેંતરાઓ કરવામાં આવ્યાં પરંતુ નશો કરેલો યુવક ઊતરવાનું નામ લેતો ન હતો.

આ પણ વાંચો યુવતીએ કરી 'શૉલે' વાળી, પ્રેમી સાથે લગ્નની ના પાડતા ટાંકા પર ચડી

ફાયર વિભાગની ટીમને જણાવાયું સતત એક કલાક થવા છતાં યુવક સ્થાનિકોના કહેવા છતાં યુવક બિલ્ડીંગની પહાડી ઉપરથી નીચે ઉતારવાનું નામ નહોતો લઈ રહ્યો. જેને લઇને સ્થાનિકોએ ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. વલસાડ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે કેટલાક યુવાનોએ એકસાથે બારીના છજા ઉપર પહોંચી જઈ આ યુવકને પ્રથમ તો કમરેથી દુપટ્ટા વડે બાંધી દીધો હતો અને બાદમાં તેને નીચે ઉતારવા માટે ફાયર વિભાગની ટીમની મદદ લીધી હતી.

વલસાડ પોલીસ પહોંચી નશાખોરીની હાલતમાં યુવક બિલ્ડીંગના બારીના છજા ઉપર ઉભો રહી હાઇવોલ્ટેજ ડ્રામા કરતો હોવાની માહિતી આસપાસના વિસ્તારની સાથે પોલીસને પણ મળી હતી. ત્યારે મામલો જોતાં વલસાડ પોલીસની કાર્યવાહી ઘટનાસ્થળે જોવા મળી હતી. ફાયર ટીમે આ યુવકને હેમખેમ નીચે ઉતારી લીધા બાદ વલસાડ પોલીસે આ યુવકનો કબજો મેળવ્યો હતો અને તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો પ્રેમિકાને મનાવવા માટે એક યુવાન કર્યો શોલે જેવો જ ખેલ

શોલે જેવો ખેલ નશાની હાલતમાં બારીના છજા ઉપર શોર મચવતાં યુવકે ફિલ્મ શોલેના ધર્મેન્દ્રએ કરેલા વીરુના રોલની યાદ આપવી દીધી હતી. ઇસ્ટ યાર્ડમાં આવેલા બિલ્ડિંગમાં દારૂનો નશો કરી બિલ્ડીંગની પાળી ઉપર ઉભો રહી ગયેલો યુવક લવારા કરી રહ્યો હતો. જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતાં ત્યારે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો કે યુવકે સતત ત્રણ કલાક સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા કરી શોલે ફિલ્મના ધર્મેન્દ્રના સીનની યાદ અપાવી દીધી હતી. દારૂના નશામાં હેમખેમ ઉતારી લેવાયેલા આ યુવકને પોલીસે અટકાયત કરી તેની સામે કાયદાકીય કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.