વલસાડના તિથલ દરિયા કિનારે બેસેલી એક આધેડ વયની મહિલા અચાનક દરિયાની ભરતીમાં તણાઈ જતા મહિલાનું મોત થયું હતું. તિથલના મહિલા સરપંચના પતિ રાકેશભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, વહેલી સવારે તિથલ દરિયા કિનારે આવેલા સ્મશાનની બાજુમાં એક મહિલા જેની ઉંમર આશરે 50 થી 55 વર્ષની છે. જે મહિલા દરિયા કિનારે પગથિયા પર બેઠી હતી. તે દરમિયાન દરિયામાંથી એકાએક મોજા ઉછળતા આ મહિલા તણાઈ ગઈ હતી અને તેનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. હાલ આ મહિલા કોણ છે અને ક્યાની છે, તે તપાસ કરવા માટે આસપાસની હોટલો અને રેહણાંક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મૃતક મહિલાની ઓળખ થઈ ન હતી અને આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
તિથલ દરિયા કિનારે અચાનક ભરતી આવતા મહિલાનું તણાઇ જવાથી મોત
વલસાડઃ જિલ્લા પંથકના તિથલ દરિયા કિનારે બેસેલી એક આધેડ વયની મહિલા અચાનક દરિયાની ભરતીમાં તણાઈ જતા તેમનું મોત થયું હતું. મહિલાનો મૃતદેહ દરિયા કિનારે તણાઈ આવતા ગામના સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મહિલા કોણ છે અને કયાની છે તે અંગેની તપાસ હાથ ધરી હતી.