ETV Bharat / state

વલસાડ ST વિભાગે કોરોના વાયરસથી બચવા સજ્જ એન્ટિબેક્ટેરિયલ દવાનો છંટકાવ શરૂ કર્યો - Valsad ST department

કોરોના વાયરસને લઈને લોકોમાં એક પ્રકારનો ભય પણ ફેલાઈ રહ્યો છે. આ બીમારીથી બચવા માટે લોકો સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ સરકારી સલાહ મુજબ જાહેર સ્થળોએ જવાનું પણ ટાળી રહ્યા છે. વલસાડ જિલ્લા ST ડેપો વિભાગ વધુ સતર્ક બન્યું છે. જે અંતર્ગત ST વિભાગે બસોમાં વિવિધ જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે. જેથી કરીને વાયરસથી બચી શકાય.

Valsad
વલસાડ
author img

By

Published : Mar 16, 2020, 3:56 PM IST

Updated : Mar 16, 2020, 4:51 PM IST

વલસાડ: જિલ્લા ST વિભાગ દ્વારા કોરોના વાઇરસથી બચવા માટે સતર્કતા દાખવામાં આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા જાહેર સ્થળો ઉપર તકેદારી રાખી સ્વચ્છતા જાળવવા માટે જણાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા ST વિભાગ દ્વારા ડેપોના બાંકડા, ST બસો, સીટો, હેન્ડલો સહિત જ્યાં રોજિંદા મુસાફરી કરનારા લોકોના હાથ લાગતા હોય એવા સ્થળો ઉપર એન્ટી બેક્ટેરિયલ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેથી અહીં આવતાનારા લોકો કોરોના જેવા વાયરસના ચેપથી બચી શકે. વલસાડ ST વિભાગના અધિકારીએ જણાવ્યું કે, જાહેર સુખકારી માટે દર બીજા દિવસે એન્ટી બેક્ટેરિયલ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.

વલસાડ ST વિભાગ કારોના વાયરસથી બચવા સજ્જ એન્ટિબેક્ટેરિયલ દવાનો છંટકાવ શરૂ કર્યો

ઉલ્લેખનીય છે કે, વલસાડ ST ડેપોમાં રોજિંદા હજારો મુસાફરો અવર-જવર કરતાં હોય છે. એમાં પણ ધરમપુર અને કપરાડા જવા માટે વલસાડ ડેપોથી અનેક બસો રવાના થાય છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ ડેપો પર જોવા મળે છે. જેના કારણે તકેદારીના પગલાંરૂપે આ કામગીરી ખૂબ જ ઉત્તમ હોવાનું જણાઇ રહ્યું છે.

Last Updated : Mar 16, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.