ETV Bharat / state

વલસાડ SOGએ ઓઇલ ચોરી કરતા 4 આરોપીઓને દબોચી લીધા - DAMAN NEWS

વાપીમાં ડુંગરા વિસ્તારમાં વલસાડ SOGની ટીમે દરોડો પાડી ટેન્કરમાંથી ગેરકાયદેસર ઓઇલ ચોરી કરતા 4 આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી SOGની ટીમે 50,340 લીટર ઓઇલ સહિત કુલ 22,64,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ અદાણી હજીરા પોર્ટથી મુંબઈ લઈ જવાતા ટેન્કરમાંથી દમણની કંપનીમાં આપવાના થતાં 12,580 લીટર ઓઇલમાં 3,070 લીટર ઓઇલ ઓછું આપી તે ઓઇલ 45,000માં વેંચવાની ફિરાકમાં હતા. ત્યારે જ SOGના હાથે ઝડપાઇ ગયા હતાં.

વલસાડ SOGએ ઓઇલ ચોરી કરતા 4 આરોપીઓને દબોચી લીધા

author img

By

Published : May 15, 2021, 8:33 AM IST

Updated : May 15, 2021, 10:00 AM IST

  • વલસાડ SOGની ટીમે દરોડો પાડ્યો
  • ડુંગરાના કરવડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઓઇલ વેંચવાનું કૌભાંડ
  • 50,340 લીટર ઓઇલ સહિત કુલ 22,64,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

વાપી: દમણની ન્યુ ટેક પોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 12,580 લીટર ફર્નિશ ઓઇલ આપવાને બદલે 9,510 લિટર ઓઇલ આપીને 3,070 લીટર ઓઇલ ઓછું આપીને છેતરપીંડી કરનારા 4 શખ્સોને વલસાડ SOGની ટીમે દબોચી લીધા બાદ વધુ તપાસમાં ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો છે. જેમાં SOGની ટીમે કુલ 50,340 લીટર ઓઇલ, ટેન્કર, બાઇક સહિત કુલ 22,64,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

SOGની ટીમે ગેરકાયદેસર ફર્નિશ ઓઇલ વેંચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો

રાષ્ટ્રીય રાજય ધોરીમાર્ગો પર વાહન ચાલકો સાથે મળી વાહનોમાંથી કેમીકલ અને મટીરીયલ ચોરીની ગેરકાયદેસર પ્રવૃતીનેે ડામવા પેટ્રોલિંગમાં રહેલી વલસાડ SOGની ટીમે ગેરકાયદેસર ફર્નિશ ઓઇલ વેંચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે SOGના PSI એલ. જી. રાઠોડે ડુંગરા પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદ મુજબ ચોક્કસ બાતમીના આધારે બુધવારે ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કરવડ ગામે હરી ઓમ પેટ્રો ટ્રેડીંગ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ફર્નેશ ઓઇલ કાઢતા ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા. જેેેમાં SOGની ટીમે કમ્પાઉન્ડમાંથી 187 નંગ ડ્રમ, 3 મોટી ટાંકીમાં ભરેેેલા 50,350 લીટર ઓઇલ કબજે લીધું હતું.

આ પણ વાંચો: સિદ્ધપુરમાં GIDCમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

દમણની ન્યૂ ટેક પોલીમર્સ પ્રા.લી.માં 3,070 લીટર ઓઇલ ઓછું આપ્યું

પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા વિગતો મળી હતી કે, જપ્ત કરેલા ટેન્કર ચાલક ખુશ્બુ વાહીદઅલી ખાન અદાણી પોર્ટ હજીરા ખાતેથી હરીશ એજન્સીના ટેન્કરમાં કુલ 19,960 કિલોગ્રામ ફર્નેશ ઓઇલ ભરી દમણ અને વસઈ ખાતે લઈ જવાનો હતો. ટેન્કર ચાલકે પ્રથમ દમણ ખાતે ન્યૂ ટેક પોલીમર્સ પ્રા.લીમીટેડ કંપનીમાં 12,580 લીટર ફર્નિશ ઓઇલ આપવાનું હતું. જેને બદલે 9,510 લિટર ઓઇલ આપી 3,070 લીટર ઓઇલ ઓછું આપ્યું હતું.

વે-બ્રિજના કર્મચારી સુનીલકુમાર રાય સાથે સેટીંગ કરીને પુરા વજનની પાવતી બનાવી છેતરપીંડી આચરી

કંપનીમાં વજન કાંટામાં પકડાઈ ન જવાય એટલે દમણ ખાતે આવેલા સોમનાથ વે-બ્રિજના કર્મચારી સુનીલકુમાર રાય સાથે સેટીંગ કરીને પુરા વજનની પાવતી બનાવી છેતરપીંડી આચરી હતી. જે બાદ બચેલા ઓઇલ સાથે ટેન્કર લઈ તેને સમગ્ર કૌભાંડમાં દોરવણી આપનારા હરીઓમ પેટ્રો ટ્રેડિંગ કોર્પોરેશનના માણસ અરવિંદસિંહ તથા રામભુવાલ સાથે કરવડમાં આવ્યો હતો. જ્યાં હરિ ઓમ પેટ્રોલ ટ્રેડિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં ટેન્કરમાંથી અન્ય ડ્રમમાં ઓઇલ કાઢી રહ્યા ત્યારે જ SOGના હાથે ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો: દ્વારકા પોલીસે પ્રખ્યાત ગેંગના ઘરફોડ ચોરી કરનારા 3 શખ્સોની કરી ધરપકડ

શૈલેન્દ્રસીંગે ઓઇલ અન્ય સ્થળે 45,000 રૂપિયામાં આપવાનું નક્કી કર્યું હતું

SOGની ટીમે ટેન્કર માલીકની મંજુરી વગર ગેરકાયદેસર રીતે ઓઇલનો જથ્થો કાઢી કંપનીમાં વિશ્વાસઘાત, છેતરપીંડી કરવા તથા ખોટી વજન કાંટા ચીઠ્ઠી બનાવવા અંગે ખુશ્બુ વાહીદ અલી ખાન, અરવિંદસિંહ સત્યેન્દ્રસિંહ રામભુવાલ રામઉજાગર ચમાર, સુનીલકુમારની રાયની 50,340 લીટર ઓઇલ, ટેન્કર, બાઇક સહિત કુલ 22,64,250 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે આ ગેરકાયદેસર ઓઇલ વેંચાવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને ન્યૂ ટેક પોલીમર્સ પ્રા.લીમીટેડ કંપનીમાં 12,580 લીટર ફર્નિશ ઓઇલ આપવાને બદલે 9,510 લિટર ઓઇલ આપી 3,070 લીટર ઓઇલ અન્ય સ્થળે 45,000 રૂપિયામાં આપવાનું નક્કી કરનાર હરીઓમ પેટ્રો ટ્રેડીંગ કોર્પોરેશનના માલીક શૈલેન્દ્રસીંગ તેનો માણસ રામજીયાવન બંશ અને ગફુર નામના શખ્સને વોન્ટેેેડ જાહેર કરી ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલા પણ ઓઇલ ચોરીનો પર્દાફાશ થયો છે

ઉલ્લેખનીય છે કે, ડુંગરાના કરવડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઓઇલ વેંચવાનું કૌભાંડ ચાલતું આવ્યું છે. જે અંગે PSI એલ. જી. રાઠોડ જ્યારે ડુંગરા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે પણ તેમણે તેનો પર્દાફાશ કર્યો હતો. SOGમાં આવ્યા બાદ કરી તેણે આ ઓઇલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેને લઈને પોલીસ બેડામાં જ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

Last Updated : May 15, 2021, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.