ETV Bharat / state

Gujarat rain update: વલસાડમાં સીઝનના કુલ વરસાદ સામે 15 ટકા, દમણમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો - Rain in Valsad

વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વર્ષ 2021 ના વરસાદે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ ઉપસ્થિત કર્યો છે. હવામાન વિભાગના રિપોર્ટ (Meteorological Department report) મુજબ આ વિસ્તારમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે 27 જુલાઈ સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ વરસાદ સામે 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દમણમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે જ્યારે દાદરા નગર હવેલીમાં સરેરાશ વરસાદ કરતા 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જળસંચય (Water storage)ના યોગ્ય આયોજનના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મધુબન ડેમ અને અન્ય નદીઓ મારફતે અબજો લીટર પાણી દરિયામાં વહી ગયું છે અને વહી રહ્યું છે.

Rain news
Rain news
author img

By

Published : Jul 28, 2021, 4:18 PM IST

  • વલસાડ જિલ્લામાં હજુ પણ 15 ટકા ઓછો વરસાદ
  • દાદરા નગર હવેલીમાં 3 ટકા વધુ વરસાદ
  • યોગ્ય આયોજનના અભાવે મધુબન ડેમમાંથી 786 MCM પાણી દરિયામાં ગયું

વલસાડ: જિલ્લાના તમામ તાલુકાઓમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરુણદેવે કૃપાદ્રષ્ટિ વરસાવી છે પરંતુ ડાંગરની મુખ્ય ખેતી માટે જાણીતા આ વિસ્તારમાં હજુ પણ જોઈએ તેટલો વરસાદ (rain) વરસ્યો નથી. બીજી તરફ મબલખ આકાશી પાણી માટે જાણીતા આ વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ (Rainwater harvesting) માટે કોઈ આયોજનો નથી. જેને કારણે દર વર્ષે અબજો લીટર પાણી દમણના દરિયામાં વહી જાય છે.

વલસાડમાં મોસમના કુલ વરસાદ કરતા 15 ટકા ઓછો વરસાદ થયો છે

હાલ ડેમમાં 217.97 MCM પાણી સંગ્રહ થયું છે

વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી (rain water) મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સીઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે. આ વર્ષે મોડે મોડે પધારેલા મેઘરાજાએ જિલ્લામાં સારું એવું હેત વરસાવ્યું છે. જિલ્લાના તાલુકા મુજબ સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો, ઉમરગામ તાલુકામાં 37.68 ઇંચ, કપરાડા તાલુકામાં 46.59 ઇંચ, ધરમપુર તાલુકામાં 34.16 ઇંચ, પારડી તાલુકામાં 30.24 ઇંચ, વલસાડ તાલુકામાં 31.86 ઇંચ, વાપી તાલુકામાં 37.45 ઇંચ વરસાદ (rain) વરસી ચુક્યો છે.

ખાનવેલમાં મેઘરાજાની અડધી સદી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 27 મી જુલાઈ સુધીમાં સીઝનનો કુલ વરસાદ 44.12 ઈંચ નોંધાયો છે. જેમાં ખાનવેલમાં મેઘરાજાએ અડધી સદી વટાવતા કુલ 50.23 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સેલવાસમાં 38.02 ઇંચ વરસાદ નોંધાયો છે. દમણમાં સીઝનનો કુલ 40.12 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે આટલો વરસાદ વરસ્યા બાદ પણ હવામાન વિભાગના આંકડા મુજબ દર વર્ષે નોંધાતા સરેરાશ વરસાદ સામે વલસાડ જિલ્લામાં હજુ પણ 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દમણમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ, દાદરા નગર હવેલીમાં સરેરાશ સીઝનના વરસાદ સામે 3 ટકા વધુ વરસાદ પડી ચુક્યો છે.

મધુબન ડેમમાં હાલ પાણીનું લેવલ 71.65 મીટર

બીજી તરફ જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમના ઉપરવાસમાં વરસતા વરસાદને કારણે પાણીની સપાટી વધી છે. મધુબન ડેમમાં હાલ પાણીનું લેવલ 71.65 મીટર પર છે. 19592 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 3 દરવાજા 1.50 મીટર સુધી ખોલી 16,421 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં આઉટ ફ્લો તરીકે વહી રહ્યું છે. આ પાણીને કારણે દમણગંગા વિયર છલકાયો છે.

મધુબન ડેમની 525 MCM પાણીની સંગ્રહશક્તિ

વલસાડ જિલ્લાને અને સંઘપ્રદેશને પાણી પૂરું પાડતા મધુબન ડેમમાં હાલ 217.97 MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીનો જથ્થો ઉપલબ્દ્ધ બન્યો છે. જોકે મધુબન ડેમની 525 MCMની સંગ્રહશક્તિ સામે તેના રૂલ લેવલને જાળવવા અત્યાર સુધીમાં 786 MCM પાણી દમણગંગા નદી થકી સમુદ્રમાં વહાવી દેવું પડ્યું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જળસંચય અભિયાન ચલાવી લોકોને પાણીની બચત કરવા મનની વાત કરે છે પરંતુ એ જ સરકાર હસ્તકના હજારો ડેમ કે નદીઓમાંથી અબજો ખરબો લિટર પાણી બચાવી શકાતું નથી અને જળ એ જ જીવનનો હેતુ સિદ્ધ થતો નથી.

એક MCM એટલે એકની પાછળ 9 મીંડા લગાડી શકાય તેટલા લીટર પાણી

વરસાદી સિઝન દરમિયાન ચાર મહિના મધુબન ડેમની પાણીની સપાટી ને જાળવવા પાણી પુરવઠા વિભાગ દમણગંગા જળાશય વિભાગ સતત 24 કલાક કાર્યરત રહે છે. મધુબન ડેમની 525 MCM પાણીની સંગ્રહશક્તિ સામે હાલમાં ડેમમાં 217.97 MCM પાણી સંગ્રહ થયું છે. (એક MCM એટલે એકની પાછળ 9 મીંડા લગાડી શકાય તેટલા લીટર પાણી) એટલે કે ડેમમાં હાલ 217000000000 લિટર પાણીનો સંગ્રહ થયેલો છે. ચોમાસા દરમ્યાન ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાં સમયાંતરે દસ દરવાજા વત્તાઓછા મીટરે ખોલવામાં આવ્યા છે. જેના થકી સિઝન દરમ્યાન કુલ 786 MCM પાણીનો જથ્થો દમણગંગા નદીમાં છોડવામાં આવ્યો છે. જે પાણી દમણગંગા નદી દ્વારા ઓવરફ્લો થઇ ને દમણના દરિયામાં વહી ગયું છે મતલબ કે હાલના સંગ્રહિત જથ્થા કરતા 3 ગણું પાણી કોઈપણ પ્રકારના સંગ્રહના આયોજનના અભાવે દરિયામાં ભળી ગયું છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી, 4 લોકોના મોત

દર વર્ષે મધુબન ડેમમાંથી અંદાજિત 3000 MCM પાણી છોડવું પડે છે

મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર છે. ડેન્જર લેવલ 82.40 મીટર છે. જે માટે ખાસ ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવે છે. ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં 2.50 લાખ ક્યુસેક પાણી વોર્નિંગ લેવલનું કહેવાય છે, ત્યારે આસપાસના કાંઠા વિસ્તારમાં પાણી છોડતા પહેલા ખાસ સાયરન વગાડવામાં આવે છે જે એક કિલોમીટરના વિસ્તારમાં સંભળાય છે. તે ઉપરાંત કલેક્ટર મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે જાણ કરવામાં આવે છે. જોકે આ વર્ષે હજુ સુધી મહત્તમ 2.39 લાખ ક્યુસેક સુધીનું પાણી છોડાયું છે પરંતુ દર વર્ષે ડેમના લેવલને જાળવવા અંદાજીત 3000 MCM પાણી વહાવી દેવાની નોબત આવે છે એ વાસ્તવિકતા છે. જે જોતા આપણે દર વર્ષે કેટલો પાણીનો વ્યય કરીએ છીએ તે આંકડો આશ્ચર્યજનક છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો

જાણો એક ક્યુસેક એટલે કેટલા લીટર પાણી

1 ક્યુસેક એટલે એક સેકન્ડમાં એક ઘન ફૂટ પાણી વહેવું, 1 ઘન ફુટ પાણી એટલે 28.32 લિટર થાય છે. એ હિસાબે એક મિનિટમાં 1699.2 લીટર અને 1 કલાકમાં 1,01,952 લીટર પાણી વહી જતું હોય છે. તે હિસાબે જો 400 ક્યુસેક પાણી છોડાયું તો તેનો અર્થ દર કલાકે બંધમાંથી 4,07,80,800 લીટર પાણી છોડવામાં આવ્યું. આખા દિવસનો અને 24 કલાકનો હિસાબ કરીએ તો આ આંકડો ગણતાં પણ ન ફાવે એટલો મોટો થઈ જાય આટલો મોટો આંકડો લખતાં બોલતાં અને સમજતા ગરબડ ન થાય એટલા માટે ક્યુસેક એકમ બનાવવામાં આવ્યું છે અને એક ક્યુસેક એકમની જેમ જ MCM નું એકમ બનાવવામાં આવ્યું છે. જે આંકડો લિટરના હિસાબે આશ્ચર્યજનક તો છે જ સાથે સાથે આવનારા દિવસોમાં જળસંચય માટે કેવા આયોજનો કરવા પડશે તે માટે અતિ મહત્વનો પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.