ETV Bharat / state

શિક્ષણના ધામમાં શિક્ષા, પ્રાર્થનામાં મોડું થતાં વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો - સર્વોદય પરિવાર ટ્રસ્ટ

વલસાડના ધરમપુરમાં શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના (valsad primary schosol teacher beat up student) સામે આવી છે. પ્રાર્થનામાં 10 મિનિટ મોડું થયું હતું. વાલીએ આક્ષેપ કર્યો કે છે લાકડી તૂટવા સુધી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો છે. આક્ષેપ કરવા સાથે જ વાલીએ મુખ્ય શિક્ષિકાની બદલી કરવા માગ કરી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી છે. (valsad news)

શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના

author img

By

Published : Jan 8, 2023, 10:01 PM IST

Updated : Jan 8, 2023, 10:56 PM IST

શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના

વલસાડ: શિક્ષાના મંદિરને કલંકિત ઘટના (Inhuman behavior of the teacher) વલસાડના ધરમપુરથી સામે આવી છે. પ્રાર્થનામાં મોડા પડતાં મુખ્ય શિક્ષિકાએ 49 વિદ્યાર્થીઓને ક્રુરતાપૂર્વક માર માર્યો (valsad primary school teacher beat up students) હતો. જે મામલે સ્થાનિકોએ શિક્ષિકા સામે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. (valsad news)

પ્રાર્થનામાં મોડા પડતાં માર માર્યો: ધરમપુરથી 35 કિમી ઊંડાણમાં અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ ખડકી ગામે સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા આશ્રમશાળા ચલાવે છે. જેના વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8મા પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે રોજિંદા જાય છે. શુક્રવારના રોજ પણ વિદ્યાર્થીઓ નિત્યક્રમ મુજબ પ્રાર્થના હોલમાં બેસી ગયા હતા. પ્રાર્થના પતાવ્યા બાદ લાઈનબંધ વર્ગખંડમાં બેસવા માટે જતા હતા ત્યારે શિક્ષિકાએ 49 વિદ્યાર્થીઓને વાસની લાકડી વડે હાથ પગના ભાગે ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો.

આ પણ વાંચો: અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાયાની આશંકા

વિદ્યાર્થીઓને હાથ-પગ સોજી ગયા: વિદ્યાર્થીઓને માર મારતા આશ્રમશાળામાં રહેતા 10 બાળકોને હાથ પગે સુજન આવી જતા તેઓ ચાલી પણ નહોતા શકતા. બાળકોએ વાલીને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવતા 10 બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ રજા આપાઇ હતી. શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માર મારવાનું કારણ એવું જાણાવા મળ્યું છે કે, પ્રાર્થનામાં વિદ્યાર્થી થોડા લેટ પહોંચ્યા હતા જેના માટે તેણે 40 બાળકોને માર માર્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં વાલીએ આક્ષેપ કર્યો કે, લાકડી તૂટવા સુધી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

શાળાને તાળાબંધી: સ્થાનિક ગ્રામજનો બાળકોની હાલત જોતા રોષે ભરાયા હતા. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મલા બેન જાદવને જાણ કરતા તેમણે ઘટનાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગને જાણ કરી હતી. જોકે શિક્ષણ વિભગના અધિકારી પહોંચે તે પહેલાં રોષે ભરાયેલ ગ્રામજનોએ શાળાને તાળા મારી દીધા હતા. ગ્રામજનોએ માંગ કરી હતી કે શિક્ષિકા અંગે કોઈ નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી શાળાના તાળા ખુલશે નહિ.

આ પણ વાંચો: તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું

બાળકો સાથે અમાનવીય વર્તન: શાળામાં બનેલી ઘટના અંગે ટેલિફોનિક વતચીત કરતા વલસાડ જિલ્લા એસ પી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે બાળકોને જે રીતે માર મરાયો છે એ ચલાવી શકાય એમ નથી. શિક્ષક સજા કરે એ ઇચ્છનીય છે પરંતુ તેની એક મર્યાદા હોય છે. એક સાથે બાળકોને હોસ્પિટલ જવું પડે એ હદે શિક્ષક હાથ ઉગામે એ યોગ્ય નથી. વલસાડ જિલ્લા ડીએસપી ડો.રાજદીપસિંહ ઝાલા પણ ધરમપુર આવી પહોંચ્યા હતા અને ઘટના અંગે તમામ હકીકત જાણ્યા બાદ જરૂરી સૂચનો કરતા ભોગ બનેલા વિદ્યાર્થીઓના વાલીએ શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jan 8, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.