સીટી પોલીસ મથકના PIના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરે તેઓ વલસાડના તિથલ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક લાલ રંગની મોંઘીદાટ કાર સાઇલેન્સરના બમણા અવાજ સાથે આંટા મારી રહી હતી. આ ગાડી ઉપર નંબર પ્લેટ પણ નહોતી. જેના કારણે પોલીસે કારના માલિક મયંક બીપીનભાઈને પૂછપરછ કરતા તેમની પાસે નંબર પ્લેટ અંગે તો કોઈ જવાબ હતો જ નહીં સાથે સાથે આરટીઓમાં પાર્સિંગ પણ કરાવી ન હતી.
જેના કારણે પોલીસે 2કરોડ 44 લાખની કારને ડિટેઈન કરી લીધી હતી.આ મોંઘી લાલ રંગની કાર આ બિલ્ડર પુત્રએ અમદાવાદથી ખરીદી હતી. 490 કિલોમીટર જેટલી ફેરવી પણ હતી. પોલીસે કાર માલિકને દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસ મથકમાં કાર સાથે સેલ્ફી પડાવવા લોકો ભેગા થયા હતાં.