- વલસાડ પોલીસે 1587 પીધેલાઓની અટક કરી
- દર વર્ષની સરખામણીએ આ વર્ષે પીધેલાઓની સંખ્યા વધી
- પોલીસે ચુસ્ત નાકાબંધી કરી પીધેલાઓનો નશો ઉતાર્યો
વલસાડ : જિલ્લાના 13 પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુખ્ય ચેકપોસ્ટ પર 31stની ઉજવણીને ધ્યાને રાખી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 31મી ડિસેમ્બર અને 1લી જાન્યુઆરી એમ બે દિવસમાં કુલ 1,587 દારૂ પીધેલા લોકો સામે કાર્યવાહી કરી હતી.
વાપી ટાઉનમાં સૌથી વધ કેસ
વલસાડ જિલ્લાના વાપી ડિવિઝન હેઠળના પોલીસ મથક મુજબ થયેલા કેસની વાત કરીએ તો 31મી ડિસેમ્બરના વાપી ટાઉન પોલીસ મથકમાં 110, વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં 78, ઉમરગામમાં 94, મરીનમાં 27, ડુંગરામાં 60 અને નાનાપોન્ડા પોલીસ મથકમાં 51 લોકોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. એ જ રીતે 1લી જાન્યુઆરી, 2021ના પ્રથમ દિવસે વાપી ટાઉનમાં 148, વાપી જીઆઇડીસીમાં 81, ઉમરગામમાં 7, કપરાડામાં 22, ડુંગરામાં 141, નાનાપોંઢામાં 15 મળી કુલ બે દિવસમાં 965 પીધેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
![valsad police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-police-liquor-case-pkg-gj10020_01012021160650_0101f_01728_351.jpg)
પારડી પોલીસ મથકમાં સૌથી વધુ કેસ નોંધાયા
વલસાડ જિલ્લાના અન્ય પોલીસ મથકની વાત કરીએ તો 31stના દિવસે વલસાડ સિટીમાં 100, વલસાડ રૂરલમાં 43, ધરમપુરમાં 54, પારડી પોલીસ મથકમાં સૌથી વધુ 216 અને ડુંગરીમાં 68 મળી કુલ 481 પીધેલાઓની અટક કરી હતી. પહેલી જાન્યુઆરી 2021ના વલસાડ સિટીમાં 43 વલસાડ રૂરલમાં 12, પારડીમાં 52, ડુંગરીમાં 34 મળી કુલ 141 પીધેલાઓને પકડી બે દિવસમાં કુલ 622 પીધેલાઓ સામે કેસ કર્યા હતા. જેમાં 567 દીધેલા, બે કબ્જા હેઠળના, 53 મોટર વ્હિકલ એક્ટ હેઠળના પીધેલાઓનો સમાવેશ થાય છે.
![valsad police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-police-liquor-case-pkg-gj10020_01012021160650_0101f_01728_926.jpg)
પોલીસ સ્ટેશનમાં જ જામીન આપ્યા
વલસાડ જિલ્લાના DYSP વી. એમ. જાડેજાના જણાવ્યા મુજબ, જિલ્લામાં બે દિવસ ચાલેલી ડ્રાઈવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુલ 1,587 પીધેલાઓની ધરપકડ કરી હતી. દારૂ પીવાનો ગુનો જામીન લાયક હોવાથી મોટા ભાગના પીધેલાઓને જે તે પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડવામાં આવ્યા હતા. જેને કારણે કોર્ટ સુધી લઈ જવાની કામગીરીમાંથી પોલીસને રાહત મળી હતી.
![valsad police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-police-liquor-case-pkg-gj10020_01012021160650_0101f_01728_983.jpg)
તબીબી ટીમ તૈનાત કરી
ઉલ્લેખનીય છે કે, વલસાડ પોલીસ દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી તબીબી ટીમ પણ તૈયાર રાખી હતી. તમામ પીધેલાઓના એન્ટિજન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા. તેમજ ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કર્યું હતું.