- ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ ચેકિંગ
- તલવાડા ચેકપોસ્ટ પાસે વલસાડ પોલીસે હાથ ધર્યું ચેકિંગ
- ખાસ કરીને મુંબઇ એરપોર્ટથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ
- તમામ પ્રવાસીઓ તથા વાહનચાલકોની કરાઇ રહી છે નોંધણી
વલસાડઃ એક તરફ કેન્દ્રીય મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોની સરહદ પર અન્ય રાજ્યના વાહનચાલકોને રોકવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે. જેને લઇ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી ગુજરાતની સરહદને ખોલી દેવામાં આવી છે. આ સાથે જ વલસાડ પોલીસ દ્વારા તલવાડા ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે.
વલસાડ જિલ્લામાં સામાજિક સંસ્થાના સ્વંયસેવકોની મદદથી ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે તલવાડા ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા વાહનચાલકોની વિગતો નોંધી ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.
ખાસ કરીને તલવાડા ચેકપોસ્ટ પર મુંબઈ એરપોર્ટથી આવતા વાહનચાલકો-પ્રવાસીઓની વિગતો જાણી તેની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમને ગુજરાતમાં ગંતવ્ય સ્થાન તરફ જવા દેવામાં આવી રહ્યા છે.