ETV Bharat / state

Valsad News : વાપીથી શામળાજી એન એચ 56ના વાઈડનીંગનો ધરમપુર તાલુકામાં વિરોધ, જાન આપીશું પણ જમીન નહીંના નારા ઉઠ્યાં

વાપીથી શામળાજી સુધીના માર્ગ ફોર લેન કરવાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન બાદ વ્યારા તાપી સહિતના વિસ્તારમાં આદિવાસી સમાજની જમીન રોડ માર્જિનમાં જતી હોઇ વિરોધ ઉઠી રહ્યો છે. અનેક ખેડૂતોની જમીન રોડ માર્જિનમાં જઈ રહી છે અને 400 આદિવાસી પરિવારના લોકોને તેની અસર થશે. ત્યારે વિરોધ બેઠકો યોજાઇ રહી છે.

Valsad News : વાપીથી શામળાજી એન એચ 56ના વાઈડનીંગનો ધરમપુર તાલુકામાં વિરોધ, જાન આપીશું પણ જમીન નહીંના નારા ઉઠ્યાં
Valsad News : વાપીથી શામળાજી એન એચ 56ના વાઈડનીંગનો ધરમપુર તાલુકામાં વિરોધ, જાન આપીશું પણ જમીન નહીંના નારા ઉઠ્યાં
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 8:50 PM IST

વિરોધ બેઠકો યોજાઇ રહી છે

વલસાડ : વાપીથી લઇ બોડેલી સુધીના માર્ગ એન એચ 56ને ફોર લેન કરવા માટેનું નોટીફીકેશન બહાર પડ્યા બાદ જમીન સંપદાન પણ કરવામાં આવ્યું છે જેમાં ધરમપુર તાલુકાના 8 ગામો આબાતલાટથી લઇને છેક નાની વહિયાળ સુધીના ગામોમાંથી રોડ પસાર થાય છે. માર્ગ પહોળો થવાથી અનેક ખેડૂતોની જમીન રોડ માર્જીનમાં જઈ રહી છે. 400 આદિવાસી પરિવારના લોકોને તેની અસર થશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જમીન માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ગામોમાં વિરોધ બેઠકો યોજાઈ રહી છે જેમાં એક જ સૂર ઉઠી રહ્યા છે જાન આપીશું પણ જમીન નહીં.

ધરમપુર તાલુકાના ગામોને થશે અસર : વાપી થી શામળાજી સુધીના માર્ગને ફોર લેન કરવાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટીફીકેશન બાદ વ્યારા તાપી સહિતના વિસ્તારમાં આદિવાસી સમાજની જમીન રોડ માર્જિનમાં જતી હોય વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે આજ માર્ગ ઉપર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગામો પણ આવી રહ્યા છે. જેમાં 8 ગામો આંબા તલાટ, થી લઇ આસુરા, બીલપુડી, શેરીમાલ, કાકડકુવા,નાની વહિયાળ,લાકડમાળ સમાવેશ થાય છે જેમાં 400 આદિવાસી પરિવારને તેની અસર થશે. ફોર લેન રોડ થનાર હોય જમીન સંપાદનમાં અનેક ખેડૂતોની ખેતીલાયક જગ્યાઓ રોડ માર્જિનમાં સંપાદિત કરી દેવાઈ છે.

ત્રણ ગામના ખેડૂતો જમીનવિહોણા અને ખાતેદાર મટી જશે : એન એચ 56ફોરલેનની કામગીરીનો અનેક ગામોમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે ધરમપુરના આસુરા પુલ પાસેથી નવું એલાઈમેન્ટ આપી રોડને વળાંક આપવામાં આવ્યો છે. જે ત્રણ ગામોના ખેડુતોની જમીનમાંથી પસાર થનાર છે જેમાં શેરીમાળ, બીલપુડી,બારોલીયા ગામનો સમાવેશ થાય છે. શેરીમાળ ગામે 5 ખેડૂતો એવા છે કે તેઓની સમગ્ર જમીન વિહોણા થશે.5 ખેડૂતોની સમગ્ર જમીન રોડ માર્જીનમાં જનાર છે. સમગ્ર જીવનભર સરકારી નોકરી કરી નિવૃત્તિ બાદ ગામડે પાકું ઘર બનાવી શાંતિ પૂર્વક જીવન વ્યતીત કરવાના સ્વપ્ન જોનારા નિવૃત કર્મચારીઓ જેઓએ હજુ હમણાં જ પાકા મકાનો બનાવ્યા છે, વાસ્તુ પૂજન પણ કરાયું નથી એવા મકાનો પણ રોડ નવા એલાઈમેન્ટમાં જશે જેથી આવા ખેડૂતોની રાત્રિની ઊંઘ ઉડી ચુકી છે.

તાજેતરમાં ધરમપુરના 8 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ઠેર ઠેર બેઠકો યોજી સમગ્ર બાબતનો વિરોધ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા અંગે વાટાઘાટો કરવા માટે એન એચ 56 સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે. એમાં દરેક ગામના સરપંચ અને અગ્રણીઓ અને ખેડૂતોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં એક જ ચર્ચા કરવામાં આવી રહી છે. ખેડૂતો અને આગેવાનો વિકાસના વિરોધી નથી પરંતુ જો વિનાશના ભોગે વિકાસ કરવામાં આવે તે યોગ્ય નથી તેનો વિરોધ છે...રાહુલ પટેલ કન્વીનર, એનએચ 56 સંઘર્ષ સમિતિ

જમીન સંપાદન 2013ના કાયદા મુજબ જોઇએ : એન એચ 56 ફોર લેન માટે ધરમપુર તાલુકાના 8 ગામોમાંથી રોડ પસાર થનાર હોઇ જમીન સંપદાન પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. ત્યારે ઠેર ઠેર થઇ રહેલી ખેડૂતોની બેઠકોમાં માત્ર એક જ માંગ કરવામાં આવી રહી છે કે વહીવટી તંત્ર જે પ્રક્રિયા હાથ ધરી છે હાલમાં તે જમીન સંપદાન 2013ના કાયદાને અનુલક્ષીને કરવામાં આવે તે જરૂરી છે. નહીં તો જાન આપીશું પણ જામીન નહીં..આ બેઠકોમાં વાંસદાના ધારાસભ્ય પણ તેઓના સહયોગમાં આવ્યા છે અને તેમની ચિંતન બેઠકો હાજરી આપતા જોવા મળી રહ્યા છે.

વિરોધ બેઠકો
વિરોધ બેઠકો

નુકશાન કેટલું અને કેવું થશે : જો એન એચ 56 આજ જમીન સંપાદન પ્રકિયા બાદ અહીથી જશે તો દુકાનો, મકાનો,રોડ માર્જિનમાં આવતા ઘરો સહિત અનેક નવા ઘરો જેમાં હજુ સુધી કોઈ રહેવા પણ ગયા નથી. સાથે નાના ખેડૂતો જે રોડ નજીકના ખેતરોમાં બાગાયતી ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે એ તમામ લોકોને રોડ પસાર થશે તો ભારે નુકશાન ભોગવવાનો વારો આવશે. જેથી આ 8 ગામોના લોકો હાલ સમગ્ર બાબતનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.

3જી ઓક્ટોબરે 108 ગામના ખેડૂતો આવેદન આપશે : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ધરમપુરના બીલપુડીમાં સમાજ મંદિર ઉપર આયોજિત એન એચ 56 સંઘર્ષ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.

ખેડૂતો માત્ર એક જ અવાજે કહી રહ્યા છે કે જાન આપીશું પણ જમીન નહીં. 108 ગામોના આગેવાનો અસરગ્રસ્ત ખેડૂતો સાથે એન એચ 56ના વિરોધમાં અગામી તારીખ 3 ઓક્ટોબરના રોજ વલસાડ જિલ્લા કલેકટરને સંઘર્ષ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપી જમીન માપણીનો વિરોધ નોધાવવામાં આવશે... અનંત પટેલ વાંસદા ધારાસભ્ય )

150 કરતા વધુ પરિવારોને સીધી અસર : આમ બોડેલીથી લઇ વાપી સુધીના એન એચ 56 માર્ગ ધરમપુર તાલુકાના 150 કરતા વધુ પરિવારોને સીધી અસર કરશે. જયારે શેરીમાળના 5થી વધુ ખેડૂતો ખાતેદારો જ મટી જશે જેને લઇ વિરોધ થઇ રહ્યો છે. વલસાડના ધરમપુર આંબા તલાટથી લઇ આસુરા, બીલપુડી, શેરીમાલ, કાકડકુવા,નાની વહિયાળ,લાકડમાળ ગામોના 400 આદિવાસી પરિવારને તેની અસર થશે. વાપી શામળાજી ફોર લેન રોડની કામગીરીમાં જમીન સંપાદનમાં અનેક ખેડૂતોની ખેતીલાયક જગ્યાઓ રોડ માર્જિનમાં સંપાદિત કરી દેવાઈ છે.

  1. Tapi News : નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદન અંગે ખેડૂતોનો હુંકાર, જીવ આપી દઈશ પણ જમીન નહીં
  2. Navsari News : જમીન સંપાદનને લઈને ધારાસભ્ય અનંત પટેલે સંભાળ્યો મોરચો, હાઇવે નંબર 56ના વિસ્તૃતીકરણનો મામલો
  3. Tapi News : તાપીમાં જમીન સંપાદન મુદ્દે કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.