ETV Bharat / state

Valsad news: 1400 વર્ષ જૂના આંબાના ઝાડને હેરિટેજ ટ્રી લિસ્ટમાં મળ્યું સ્થાન - heritage tree Exists

વૃક્ષોની ઉંમરને લઈને ઘણી વાર ખૂબ લાંબી ચર્ચાઓ થતી હોય છે. ખાસ કરીને ઘટાદાર વૃક્ષો અંગે અનેક એવા અભિપ્રાય બાંધવામાં આવતા હોય છે. પણ વલસાડ જિલ્લાના સંજાણ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડની પસંદગી હેરિટેજ વૃક્ષની યાદીમાં થઈ છે. આ વૃક્ષ 1400 વર્ષ જૂનું હોવાનું મનાય રહ્યું છે.

Valsad news: અનોખો આંબો, 1400 વર્ષ જૂના ઝાડને હેરિટેજ ટ્રી લિસ્ટમાં સ્થાન

author img

By

Published : Mar 29, 2023, 10:27 AM IST

અનોખો આંબો, 1400 વર્ષ જૂના ઝાડને હેરિટેજ ટ્રી લિસ્ટમાં સ્થાન

વલસાડ: આયુર્વેદિક શાખામાં કોઈપણ વનસ્પતિને ચોક્કસ રોગના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલા માટે જ આયુર્વેદિક ક્ષેત્રમાં વૃક્ષોનું મોટું મહત્વ છે. જુદા જુદા માપદંડોને ધ્યાને લઈને સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. વલસાડ જિલ્લાના સંજાણ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડને સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સ્થાન આપ્યું છે. આ આંબો પારસીઓ જ્યારે ગુજરાત આવ્યા ત્યારનો હોવાનું સામે આવ્યું છે. જોઈએ એક રિપોર્ટ

આંબો તેમની વાડીમાં: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડને સરકારે 2011થી હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. ચાલતા આંબા તરીકે ઓળખાતું આંબાનું આ વૃક્ષ 1400 વર્ષ જૂનું હોવાની અને દાયકાઓ દરમ્યાન તેના મૂળ સ્થાનથી દૂર ખસતો હોવાની માન્યતા છે. આ આંબા સાથે જોડાયેલ લોક વાયકા અને માન્યતા અંગે વાડી માલિક મોહમદ ઓશૈફ વલિમિયા અચ્છુએ જણાવ્યું હતું કે, તેમના જન્મ પહેલાથી આ આંબો તેમની વાડી માં છે. આંબા વિશે તેમના મોટાભાઈ અબ્દુલહાફિઝ વલિમિયા અચ્છુ અને પિતા વલિમિયા એહમદ અચ્છુ પાસેથી સાંભળવા મળ્યું છે કે, આંબો દાયકાઓ દરમ્યાન તેના મૂળ સ્થાનેથી આગળ વધે છે. એટલે તેને બધા ચાલતો આંબો કહે છે. લોક વાયકા મુજબ તે અંદાજિત સાડા ત્રણ કિલોમીટર જેટલો તેના મૂળ સ્થાનથી આગળ વધ્યો છે.

કેરી ખરીદવા: છાલ, પાંદડા દવા તરીકે કામ આવે છે. વાડી માલિક મોહમદ ઓશૈફ અચ્છુના કહેવા મુજબ સ્થાનિક આદિવાસી લોકો આ આંબાની પૂજા કરે છે. આંબાના પાન ડાયાબિટીસ માં જ્યારે તેની છાલ પેટના દર્દમાં દવા તરીકે કામ આવતી હૉય સ્થાનિક લોકો અવારનવાર તે લેવા આવે છે. કેરીની સિઝન દરમ્યાન આ વૃક્ષ પર બેસતી કેરીઓ પાક્યા પછી અન્ય આંબા ની કેરી કરતા વધુ મીઠાસ વાળી છે. પાકેલી કેરી બે દિવસથી વધુ ટકતી નથી. પરંતુ જ્યારે કેરીની સિઝન આવે છે ત્યારે આસપાસના અનેક લોકો આ કેરી ખરીદવા આવે છે. આસપાસના વિસ્તારમાં તે ચાલતો આંબો તરીકે જાણીતો બન્યો હોય કેટલાય લોકો દૂરદૂરથી અહીં તેને જોવા આવે છે.

આ પણ વાંચો Valsad News: સંગઠન મજબુત કરવા આમ આદમી પાર્ટીની કવાયત, કાર્યકરો પ્રમુખો સાથે બેઠક યોજી

વિભાગ દ્વારા સુરક્ષિત: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરક્ષિત કરાયો છે.વર્ષોજુના આ આંબાના વૃક્ષની ખાસિયત એવી છે કે, તેનું થડ અમુક વર્ષો પછી સુકાય જાય છે. જ્યારે તેની એકાદ ડાળ જમીન તરફ નમી થડનું સ્વરૂપ પામે છે. જ્યારે મૂળ થડ સુકાય જાય છે. જો કે તેની આ ક્રિયા દાયકાઓના અંતે બને છે. હાલમાં છેલ્લા ત્રીસેક વર્ષમાં પણ આવું બન્યું છે. આંબાની આ ખાસિયત અંગે સરકારે તેને હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તે અંગે વિશેષ સંશોધન પણ હાથ ધર્યું હતું. જો કે તેનો નિષ્કર્ષ હજુ આવ્યો નથી. હાલ આ વૃક્ષ ફરતે સામાજિક વનીકરણ વિભાગે ફેંસિંગ કરી તેની ખાસિયત અંગે એક બોર્ડ મૂક્યું છે. અવારનવાર તેનું નિરીક્ષણ કરવા અધિકારીઓ આવતા રહે છે.

આજે પણ અડીખમ: વર્ષોથી ચાલતા આંબા તરીકે અને 2011થી હેરિટેજ વૃક્ષ તરીકે માન્યતા ધરાવતા આંબા ને વાડી માલિક દ્વારા ક્યારેય કોઈ પણ પ્રકારનું ખાતર કે પાણી આપી માવજત કરવામાં આવતી નથી. તેમ છતાં તે આજે પણ લીલોછમ છે. તેના પર આવતી કેરીઓની ગોટલીઓમાંથી ભૂતકાળમાં 300 જેટલી કલમ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રયાસ પણ સફળ થયો નથી. આંબા પર અન્ય આંબા ની જેમ વાતાવરણની અસર જરૂર વર્તાય છે. પરંતુ તેમ છતાં તે આજે પણ અડીખમ છે. આ વર્ષે પણ તેના પર કેરીઓ બેસી છે.

આ પણ વાંચો Damage to mango crop in Valsad : વલસાડમાં આંબાવાડી ખેડૂતો માટે વરસાદ વેરી, વંટોળીયાએ મંજરી અને નાની કેરીઓ ખેરવી

ચાલતો આંબો: 1400 વર્ષથી સંજાણ બંદરે ઉગેલો આંબો ઉપર આકાશમાં વધવાની સાથે જમીનને સમાંતર આડો પણ વધી રહ્યો છે. જેને સંજાણ સહિત ગુજરાતમાં ‘ચાલતો આંબો’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2011માં આ આંબાને ગુજરાત સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સામેલ કર્યો છે. જે બાદ આ આંબો તેના મૂળ સ્થાનેથી અંદાજિત 20 ફૂટ જેટલો આગળ વધ્યો છે.

આંબાને સરકારે હેરિટેજ ટ્રી જાહેર કર્યું
આંબાને સરકારે હેરિટેજ ટ્રી જાહેર કર્યું

ગૌરવની લાગણી: 75 થી 80 ફૂટનો ઘેરાવો ધરાવતો આ ચાલતો આંબો સંજાણના ખેડૂત હાજી વલિમિયા એહમદ અચ્છુની વાડીમાં છે. આ વાડી હાલ તેમના પુત્રો અબ્દુલહાફિઝ વલિમિયા અચ્છુ અને મોહમદ ઓશૈફ વલિમિયા અચ્છુ સંભાળે છે. હાલમાં આ આંબાનું મૂળ - થડ તેની વાડીમાં છે. જોકે તેની નમેલી શાખાઓ-ડાળીઓ પાડોશી અહમદ શરીફભાઇ પટેલની વાડીમાં પહોંચી ગઇ છે. આંબાની વિશિષ્ટતા નામશેષ ન થઇ જાય એ માટે કોઇ પણ જમીનમાલિક આ આંબાને જરા પણ નુકસાન પહોંચાડવાને બદલે ગૌરવની લાગણી અનુભવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.