ETV Bharat / state

Valsad News : ધરમપુર હાથીખાના પાસે રખડતાં ઢોર સાથે અથડાતાં બાઈક સવાર યુવકોને ગંભીર ઇજાઓ

વલસાડમાં ધરમપુર હાથીખાના પાસે વિચિત્ર બાઈક અકસ્માત થયો હતો. બિલપુડી ગામના બે યુવકો બુલેટ બાઇક પર સવાર થઇને જઇ રહ્યાં હતાં ત્યારે રોડ ઉપર બેઠેલાં રખડતા ઢોર સાથે અથડાયાં હતાં. આ અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ થઇ હતી.

Valsad News : ધરમપુર હાથીખાના પાસે રખડતાં ઢોર સાથે અથડાતાં બાઈક સવાર યુવકોને ગંભીર ઇજાઓ
Valsad News : ધરમપુર હાથીખાના પાસે રખડતાં ઢોર સાથે અથડાતાં બાઈક સવાર યુવકોને ગંભીર ઇજાઓ
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 7:29 PM IST

રોડ ઉપર બેઠેલાં ઢોર સાથે અથડાયાં

વલસાડ : આ ઘટના અંગે મળતી વિગતો એવી છે કે ધરમપુર હાથીખાના નજીકમાં બુલેટ સવાર યુવકોને રોડ વચ્ચે બેસેલ ઢોરનું ટોળું ન દેખાતા બુલેટ અથડાવી દીધી હતી. બંને હવામાં ફંગોળાઈને જમીન ઉપર પટકાતા બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસ કર્મચારીએ એક યુવકને તાત્કાલિક પીસીઆર વાનમાં હોસ્પિટલ લઈ ગયાં જ્યારે અન્ય એકને 108માં સારવાર માટે ખસેડાયો હતો.

બિલપુડી જઈ રહ્યાં હતાં ધરમપુરમાં ગત રાત્રે દરમિયાન બુલેટ ઉપર બિલપુડી તરફ જઈ રહેલા ગામના બે યુવાનો માહલા આશિષભાઈ અને ભીસરા અનિકેત પૂરપાટ ઝડપે પોતાની બુલેટ લઈને જઈ રહ્યા હતા. ત્યારે હાથીખાના પાસે રોડ ઉપર વચ્ચોવચ બેસેલું એક રખડતા ઢોરનું ટોળું તેઓને ન દેખાતા બુલેટ રખડતા ઢોર ઉપર ચડી જતા બંને યુવાનો હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતાં.

હવામાં ફંગોળાઈ જમીન ઉપર પટકાયાં આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી.

રાત્રિ દરમ્યાન બનેલી આ ઘટનામાં બંને યુવકો બિલપુડી ગામના હતા. બાઈક લઈ જતા હતાં ત્યારે ઘટના બની છે. બંને યુવકોને ઇજાઓ પહોંચી છે. હાલ સારવાર હેઠળ છે...આર. કે. પ્રજાપતિ(પીએસઆઈ)

પોલીસ વાહનમાં સારવાર માટે ખસેડાયો જોકે એ જ સમયે ત્યાં પોલીસની પીસીઆર આવી ગઇ હતી. પોલીસ કર્મચારી ઘનશ્યામભાઈ તેમજ તેમના અન્ય સાથીદાર 108 એમ્બ્યુલન્સની રાહ જોવા વિના બંને યુવકોને તરત સારવાર મળે એવા હેતુથી એક યુવાનોને પોલીસની પીસીઆરમાં બેસાડી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય યુવકને 108માં હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

સીસીટીવીમાં અકસ્માતનું દ્રશ્ય
સીસીટીવીમાં અકસ્માતનું દ્રશ્ય

એકને માથાના ભાગે ઇજા આ ઘટનામાં બંને યુવાનોમાં એકને માથાના ભાગે અને અન્ય એકને પગના ભાગે ઇજાઓ પહોંચી છે. મહત્વનું છે કે ધરમપુરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે અગાઉ પણ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. ત્યારે ગતરોજ બનેલી આ ઘટનાએ બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચાડી છે.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના ઢોરના ઝૂંડ સાથે બાઈક અથડાવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવીમાં કેદ થઈ જઇ પામી છે. જેમાં પૂરપાટ ઝડપે આવતા યુવકો રોડ ઉપર બેસેલા રખડતા ઢોરના ટોળા ઉપર બાઈક લઈ ચડી જતા બાઈક સાથે હવામાં ફંગોળાઈ નીચે બાઈક સાથે પટકાયા હતાં.

  1. Banaskantha News: પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત, બે ઘાયલની હાલત ગંભીર
  2. Karnataka Accident Video: બાઈક સ્લીપ થતાં ડિવાઈડર અને પછી વીજ પોલ સાથે અથડાઈ, ઘટના CCTVમાં કેદ
  3. Surat News : સુરતમાં ટુ વ્હીલરને રખડતા ઢોરે દંપતિને અડફેટે લીધું, ઘટના સીસીટીવીમાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.