- વલસાડ પાલિકામાં 4 વોર્ડમાં પેટાચૂંટણી યોજાશે
- વૉર્ડ નંબર 1, 2, 5, 6માં યોજાશે પેટાચૂંટણી
- સામાન્ય સભામાં ગેરવર્તણૂકના લીધે 4 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એક નું કોરોનામાં મોત
- 3 ઑક્ટોબરના રોજ ચૂંટણી, 5 ઓક્ટોબરના પરિણામ
વલસાડ: નગર પાલિકાની સામાન્યસભામાં ગેરવર્તણૂક કરવા બદલ પાલિકા સી.ઓ.એ નિયામકને કરેલી લેખિત ફરિયાદ બાદ નિયામક દ્વારા વોર્ડ નંબર-1ના ઉજેશ પટેલ, વોર્ડ નંબર-2ના રાજુભાઇ મરચા, વોર્ડ નંબર-5ના પ્રવીણ ભાઈ કચ્છી, વોર્ડ નંબર-6 ના યસેસ ભાઈ માલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર-1માં આવેલી બીજી બેઠકના રાજેશ ભાઈ રાઠોડ કોરોનાકાળમાં મૃત્યુ પામતા તેમની બેઠક ખાલી પડી હતી, જે તમામ જગ્યા ઉપર પેટાચૂંટણી યોજાશે
3 ઑક્ટોબરના રોજ યોજાશે 4 વોર્ડ માટે ચૂંટણી
વલસાડ પાલિકાના 4 વોર્ડમાં ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી તારીખ 3 ઑક્ટોબરના રોજ યોજાવાની છે, જેને લઇને અત્યારથી વલસાડ પાલિકામાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણીનું પરિણામ તારીખ 5 ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
સસ્પેન્ડ થયેલા સભ્યોએ કોર્ટના શરણે
વલસાડ પાલિકાના 4 સભ્યોને પાલિકા સામાન્ય સભામાં ગેરવર્તણુક કરવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવતા ચારેય સભ્યોએ કોર્ટમાં ઘા કર્યો છે. જો કે હજુ કેસ કોર્ટમાં હોવાનું વોર્ડ નંબર-2ના સસ્પેન્ડ થયેલા સભ્ય રાજુભાઇ મરચાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રજાના પ્રશ્નો અંગે સામન્યસભામાં એક સભ્ય ઉગ્ર રજુઆત પણ કરી ન શકે?
ગેરવર્તન કરવા બદલ કોણ કોણ સસ્પેન્ડ થયું હતું
વોર્ડ નંબર-1 ના સભ્ય ઉજેશ પટેલ, વોર્ડ નંબર-2ના સભ્ય રાજુભાઇ મરચા, વોર્ડ નંબર-5 ના સભ્ય પ્રવીણ ભાઈ કચ્છી, વોર્ડ નંબર-6 ના સભ્ય યસેસ માલીને સસેપન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર-1ના રાજેશ ભાઈ રાઠોડનું કોરોનાકાળમાં નિધન થયું હતું.
કેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા
આજે વલસાડ પાલિકામાં 4 વોર્ડની પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જો કે હજુ સુધીમાં માત્ર વોર્ડ નંબર-5 માં એક કોંગ્રેસનું ફોર્મ નલિન ભાઈ મરચા દ્વારા ભરવામાં આવ્યું છે, જ્યારે આજે ભાજપ દ્વારા પોતાની ઉમેદવારી જાહેર કરવામાં આવશે. જો કે કયા વોર્ડમાં કોણ ફોર્મ ભરસશે તે અંગે હજુ પણ ભાજપમાં સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. આમ વલસાડ પાલિકામાં તારીખ 3 ઑક્ટોબરના રોજ યોજાનારી પેટાચૂંટણી માટે અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. આજે સાંજે 5 વાગ્યા બાદ કેટલા ઉમેદવારો ઉમેદવારી કરશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
વધુ વાંચો: ડુંગરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5 લાખથી વધુની કિંમતનું MD Drugs કર્યું કબજે, 3ની અટકાયત