ETV Bharat / state

વલસાડી આફૂસ માટે GI ટેગ મેળવવા વલસાડના ખેડૂતો છેલ્લા 4 વર્ષથી ચલાવી રહ્યા છે લડત

author img

By

Published : Jun 17, 2021, 5:24 PM IST

વલસાડ જિલ્લાની આફૂસ કેરી જગવિખ્યાત છે. પરંતુ વર્ષ 2017માં મહારાષ્ટ્રના કોંકણ, દેવગઢ, રત્નાગીરીની આફુસને GI(Geographical Indication) ટેગ મળતા છેલ્લા ચારેક વર્ષથી વલસાડી આફૂસનું ઉત્પાદન લેતા ખેડૂતો આ અંગે લડત ચલાવતા આવ્યાં છે. જે અંતર્ગત આ વર્ષે ફરી એકવાર વલસાડી આફુસને GI ટેગ મળે તે માટે વલસાડ જિલ્લા કિસાન મોરચા સાથે ખેડૂતોએ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વલસાડી આફુસની પેટન્ટ રજીસ્ટર્ડ કરાવવાની માગ કરી છે.

વલસાડ
વલસાડ

  • વલસાડી આફુસની પેટન્ટ માટે ખેડૂતોની માગ
  • વલસાડી આફૂસ પહેલા રત્નાગીરી આફુસને મળ્યો છે GI ટેગ
  • પોતાની અલગ મીઠાશ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે વલસાડી આફૂસ

વાપી: મહારાષ્ટ્રના રત્નાગીરી આફુસનો ત્યાંના ખેડૂતોએ GI ટેગ મેળવી લીધા બાદ છેલ્લા ચારેક વર્ષથી વલસાડી આફુસને GI ટેગ મળે તેની ચાલતી લડતે ફરી જોર પકડ્યું છે. ત્યારે આ અંગે ETV Bharatએ વલસાડ જિલ્લાના ખેડૂતોના મંતવ્યો જાણ્યા હતાં. સાથે જ શા માટે વલસાડી આફૂસ રત્નાગીરી આફૂસ કરતા ચડિયાતી છે. મીઠાશમાં જગવિખ્યાત છે તે અંગે મહત્વની વિગતો મેળવી હતી.

વલસાડી આફૂસ માટે GI ટેગ મેળવવા ખેડૂતોની લડત

કૃષિ યુનિવર્સિટીમાં પેટન્ટ રજીસ્ટર્ડ કરાવવાની માગ

વલસાડી આફુસને GI ટેગ મળવો જોઈએ તે અંગે વલસાડ જિલ્લાના જાગૃત અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અભિપ્રાય આપ્યા હતાં. જેમાં એક સમયના ભાજપના માજી પ્રમુખ અને જાગૃત ખેડૂત એવા નગીન પટેલે જણાવ્યું હતું કે, આ લડત છેલ્લા 4 વર્ષથી ચાલે છે. કારણ કે, વલસાડી આફૂસ તેની મીઠાશને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. વલસાડ જિલ્લામાં આજે પણ 60થી 70 વર્ષ જુના આફુસના ઝાડ છે. જેના પર ખેડૂતો ઝાડ દીઠ 70 મણ આસપાસનું ઉત્પાદન લઈ રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ આફુસના ઝાડ છે. જો GI ટેગ મળે તો ખેડૂતોને તેના વેંચાણમાં અનેકગણો ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો: વલસાડમાં આંબાવાડી ધરાવતા ખેડૂતો મુકાયા ચિંતામાં

રત્નાગીરી કરતા વલસાડી આફૂસ ચડિયાતી છે

ઉમરગામ તાલુકાના જાગૃત ખેડૂત કેતન નંદવાણાએ જણાવ્યું હતું કે, વલસાડી આફુસને GI ટેગ મળવો જોઈએ, કેમ કે રત્નાગીરી આફૂસ કરતા તે ચડિયાતી છે. તેમ છતાં રત્નાગીરી આફૂસ આફૂસ છે અને વલસાડી આફૂસ આફૂસ નથી તેવો ભ્રમ ફેલાઈ રહ્યો છે. વલસાડી આફૂસ અનેક દેશોમાં નિકાસ થાય છે. જો GI ટેગ મળે તો તેની એક અલગ ઓળખ જળવાઈ રહે, પરંતુ કમનસીબીએ મહારાષ્ટ્રના ખેડૂતોને જે સરકારી પીઠબળ મળે છે તેવું પીઠબળ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મળ્યું નથી. એટલે GI ટેગ મેળવી શક્યા નથી. જ્યારે વલસાડી આફુસની નામના રત્નાગીરી આફૂસ કરતા વધુ છે. તેના પર દક્ષિણ ગુજરાતના ખેડૂતો નિર્ભર છે.

વલસાડી આફૂસ કેરીઓમાં રાજા છે

હોલસેલ કેરીના વેપારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કેરીની સીઝનમાં વલસાડી આફુસની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે. તે કેરીનો રાજા કહેવાય છે. જો વલસાડી આફુસને GI ટેગ મળે તો તેનાથી તેના વેંચાણમાં અનેકગણો ફાયદો થઈ શકે છે. વલસાડ જિલ્લામાં કેરીના કુલ ઉત્પાદનથી અંદાજીત 200 કરોડથી વધુનો વેપાર થાય છે. જેમાં 80 ટકા ફાળો એકલા આફુસનો છે. GI ટેગ મળવાથી તેનો સીધો ફાયદો ખેડૂતોને દેશમાં અને વિદેશમાં થતા વેંચાણમાં થશે અને સારો ભાવ મળી રહેશે.

અમે વલસાડી આફૂસ માટે GI ટેગ મેળવીને રહીશું

એ જ રીતે વિપુલ શાહ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના રત્નાગીરી, કોંકણ, દેવગઢના ખેડૂતોએ તેમને ત્યાં થતી આફુસનો GI ટેગ મેળવી તેને પેટન્ટ કરાવવામાં સફળતા મેળવી છે. પરંતુ મીઠાશની અને માગની તુલનામાં તે વલસાડી આફુસની બરાબરી કરી શકે તેમ નથી. એટલે જો વલસાડી આફુસને GI ટેગ ન મળે તો તે નુકસાની દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સહન કરવી પડશે. માટે વલસાડી આફુસને GI ટેગ મળવો જ જોઈએ અને અમે તે મેળવીને રહીશું.

આ પણ વાંચો:ડિસ્કવર ઈન્ડિયાઃ વલસાડી હાફૂસ કેરીની મીઠાશ એવી, જે મોઢામાં પાણી લાવી દે...

સ્થાનિક ધારાસભ્ય અને પ્રધાનો પણ ઝુબેશમાં જોડાય તેવી અપીલ

ઉલ્લેખનીય છે કે, GI (Geographical Indication)નું પ્રમાણપત્ર એક ભૌગોલિક કૃષિ ઉત્પાદન અને કુદરતી વસ્તુ દર્શાવતું વિશેષ પ્રમાણપત્ર છે. તે જે તે વિસ્તારની ભૌતિક સંપત્તિ ગણાય છે. વલસાડનું હવામાન વર્ષોથી વલસાડી આફુસને માફક આવ્યું છે એટલે તેનો સ્વાદ અને સોડમ અન્ય પ્રદેશની આફૂસ કરતા અલગ છે. ત્યારે આશા રાખીએ કે વલસાડના ખેડૂતોએ વલસાડી આફુસની આગવી ઓળખ માટે ઉપાડેલા આ કાર્યમાં સ્થાનિક ધારાસભ્ય અને પ્રધાનો પણ આગળ આવે અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વલસાડી આફુસના GI ટેગ મેળવવાની માગને સરકાર સુધી પહોંચાડવામાં પોતાનું યોગદાન આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.