વલસાડઃ સામાન્ય રીતે દારૂ પાર્ટીમાં રેડ પાડીને પોલીસ આરોપીને પકડતી હોય છે, પરંતુ વલસાડમાં તો ઊંધું થયું છે. કારણ કે, અહીં દારૂની પાર્ટીમાં રેડ તો પોલીસે જ પાડી હતી પણ સામે આરોપીઓ પણ પોલીસ જવાન જ નીકળ્યા. આ સાથે જ પોલીસે જ પોલીસને દારૂ પીતા ઝડપી પાડી હતી. અહીં વલસાડ તાલુકાના અતુલ ખાતે રહેતા એક યુવકની બર્થ ડે પાર્ટી (Valsad PSI and Constables arrested for liquor party) ચાલી રહી હતી. તેમાં નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. વલસાડ SP રાજદીપસિંહ ઝાલાએ અહીં (Valsad DSP raid in Liquor Party) દરોડા પાડ્યા હતા.
પોલીસની દારૂની મહેફિલ - અતુલના મુકુંદ વિસ્તારમાં આવેલા એક બાંગ્લામાં શનિ બાવિસકર નામના યુવકની બર્થ ડે પાર્ટી હતી. તેમાં નાનાપોઢા પોલીસ સ્ટેશનના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે SP રાજદીપસિંહ ઝાલાએ (Valsad DSP raid in Liquor Party) બાતમીના આધારે અહીં રેડ કરી હતી. ત્યારબાદ તમામ લોકોની ધરપકડ કરવામાં (Valsad DSP raid in Liquor Party) આવી હતી.
આ પણ વાંચો- આ રીતે કેમિકલ બન્યું દેશી દારૂ, અને અત્યાર સુધી લીધા 39ના ભોગ
પોલીસે વાહનો કર્યા કબજે - રાજ્યમાં દેશી દારૂને લઈને લઠ્ઠાકાંડ ચર્ચાનો વિષય (Police liquor party in Valsad)બન્યો છે. ત્યારે વલસાડ તાલુકાના અતુલ વિસ્તારમાંથી પોલીસ દારૂ પીતી ઝડપાઈ હતી. ત્યારે અહીં વલસાડ SPએ (Valsad DSP raid in Liquor Party) દારૂનો જથ્થો અને કાર તથા અન્ય વાહનો કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે કેસ નોંધાયો - વલસાડ પોલીસે 19 આરોપીઓને દારૂની મહેફિલ માણતા (Valsad PSI and Constables arrested for liquor party) ઝડપી પાડયા હતા. ત્યારે ગ્રામ્ય પોલીસ મથકે નાનાપોઢા પોલીસ મથકના PSI સહિત 19 ઈસમો સામે દારૂની મહેફિલનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ (Valsad DSP raid in Liquor Party) કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ માટે DSPને સીધી બાતમી મળી હતી.
આ પણ વાંચો- શું ખરેખર લઠ્ઠાકાંડમાં પોલીસ અને સરકારની મિલીભગત... જગદીશ ઠાકોરના ગંભીર આક્ષેપ
રેડમાં 26 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો - વલસાડ પોલીસે દારૂનો જથ્થો, 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26,00,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. તો 3 કોન્સ્ટેબલ અને એક PSI દારૂની મહેફિલમાં ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ (Valsad PSI and Constables arrested for liquor party) મચ્યો છે.