બંગાળમાં જુનિયર ડોકટરો પર લોકટોળા દ્વારા કરવામાં આવેલ હુમલાને લઈને સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાત પડી રહ્યાં છે, જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સમગ્ર દેશમાં ડોકટરોની હડતાળ જાહેર કરી હતી. જેના અનુસંધાને વલસાડ ખાતે સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય હડતાળ પર ઉતર્યા હતા અને બંગાળના મુખ્યમંત્રી વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને માત્ર ઇમર્જન્સી સુવિધા જ ચાલુ રાખવામાં આવી છે અને દર્દીઓની જરૂરિયાત મુજબ કામ ચાલુ રાખવા આવી રહ્યું છે, ડોક્ટરોને ન્યાય મળે એ હેતુસર મેડિકલ કોલેજ અને જુનિયર ડોક્ટરોએ આ હડતાળનું સમર્થન આપી તેમાં જોડાયા હતા.
સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં મેડિકલ સ્ટુડન્ટોએ જણાવ્યું કે, કોઈપણ ડોક્ટર હોય તેની સુરક્ષા માટે સરકારે કોઈ યોગ્ય પગલાં ભરવા જોઇએ, જેથી કરીને ફરીથી આવી ઘટના બીજી વાર ન બને અને ડોક્ટરોને કામ કરવા માટે સુરક્ષિત માહોલ મળી રહે.