ETV Bharat / state

વલસાડ જિલ્લાની મોટા ભાગની સ્કૂલોમાં વિધાર્થીઓની જૂજ સંખ્યા, વાલીઓમાં સંમતિ પત્રકનું વિતરણ - એસોપીની ગાઈડલાઈન

કોરોના જેવી મહામારી પૂર્ણ થયા બાદ સરકારે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં (Primary School) અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેને પગલે આજથી વલસાડ જિલ્લામાં પણ ધોરણ 1 થી 5ની શાળાઓનો પ્રારંભ થઇ ગયો છે. જોકે કોરોનાની ગાઈડલાઈન (Guideline of Corona) અનુસાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રથમ સંમતિ પત્રક સ્કૂલમાં આપવાનું ફરજીયાત છે. જે બાદ જ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે અનેક સ્કૂલ ખુલી હતી, જેમાં જૂજ બાળકો જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લાની મોટા ભાગની સ્કૂલોમાં આજે વિધાર્થીઓની જૂજ સંખ્યા સાથે વાલીઓમાં સંમતિ પત્રકનું વિતરણ

author img

By

Published : Nov 23, 2021, 2:24 PM IST

  • ધરમપૂરની શાળામાં કરાયું કોરોનાની ગાઇડલાઇનનું પાલન
  • દોઢ વર્ષ બાદ આજે વિદ્યાર્થીઓએ શાળામાં પગ મૂકયો
  • શાળામાં આવેલા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યુ શિસ્ત

ન્યૂઝ ડેસ્ક: કોરાનાના લીધે સતત દોઢ વર્ષ સુધી પ્રાથમિક શાળાઓ (Primary School) બંધ રહ્યા બાદ આજથી ધોરણ ૧ થી ૫નો અભ્યાસક્રમ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજથી વિધિવત રીતે વિવિધ શાળાઓ ખૂલી હતી એ સાથે સમગ્ર ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં (Valsad District) પણ અનેક શાળાઓ આજે વહેલી સવારથી ખુલી હતી, પરંતુ વિદ્યાર્થીઓ ખૂબ જ જૂજ સંખ્યામાં જોવા મળ્યા હતા, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓને મોકલતા સૌપ્રથમ વાલીઓએ તેમનું સંમતિપત્રક શાળામાં જમા કરાવવાનું રહે છે.

વલસાડ જિલ્લાની મોટા ભાગની સ્કૂલોમાં આજે વિધાર્થીઓની જૂજ સંખ્યા સાથે વાલીઓમાં સંમતિ પત્રકનું વિતરણ

દોઢ વર્ષ બાદ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનુ શાળાઓમાં આગમન

ગુજરાત સરકારે (Government Of Gujarat) લીધેલા નિર્ણય પછી આજથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરવા માટેનો મહત્વનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયા બાદ આજે વિધિવત રીતે શાળાઓ શરૂ થઈ ગઇ હતી, પરંતુ આજે પ્રથમ દિવસે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ જ શાળામાં આવેલા જોવા મળ્યા હતા. પરંતુ કેટલાક વાલીઓએ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરતા બાળકોને આજે પ્રથમ દિવસે શાળાએ મોકલ્યા હતા.

સ્કૂલ મેનેજમેન્ટવતી વિદ્યાર્થીઓ માટે કોરાનાની ગાઈડલાઈનુ પાલન કરાયું

આજ શરૂ થયેલી શાળાઓમાં આવેલા વિદ્યાર્થીઓ માટે સરકારની એસઓપીની ગાઈડલાઈન અનુરૂપ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાઓમાં આવેલા વિદ્યાર્થીઓને દૂર-દૂર બેસાડી કોરોનાની ગાઇડલાઇનનું (Guideline of Corona) પાલન કરતાં શિક્ષકો જોવા મળ્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓ પણ કોરોનાની ગાઇડલાઇનને અનુસરતા પોતાના મોઢા ઉપર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિધાર્થીને મળશે વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ: જીતુ વાઘાણી

Etv ટીમની તપાસમાં સામે આવ્યું કે વાલીઓએ સંમતિપત્રક આપવુ ફરજીયાતપણે

કોરોના દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇનના માધ્યમથી શિક્ષણ અપાતું હતુ. ત્યારે આજથી ધોરણ ૧ થી ૫માં શિક્ષણનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એસોપીની ગાઈડલાઈન અનુસાર દરેક વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાનું સંમતિપત્રક પ્રથમ સ્કૂલમાં ભરીને જમા કરાવ્યા બાદ જ પોતાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોકલી શકાશે. આજે પ્રથમ દિવસે સ્કૂલોમાં સંમતિ પત્રક ફોર્મનું વિતરણ (Distribution of Consent Form) શરૂ કરવામાં આવ્યું હતું અને શિક્ષકોએ જણાવ્યું કે આજે વહેલી સવારથી જ અનેક વાલીઓ સંમતિપત્ર નું ફોર્મ લઇ ગયા છે જેઓ આ ફોર્મ જમા કરાવ્યા બાદ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલશે.

આ પણ વાંચો: અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી

આમ આજે પ્રથમ દિવસે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સામાન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે સ્કૂલોમાં સંમતિ પત્રકના ફોર્મનું વિતરણ જોરશોરથી કરવામાં આવી રહ્યું હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું જો કે આ સમગ્ર બાબતે કોઈપણ શિક્ષકે કેમેરા સમક્ષ આવીને વિગતો રજૂ કરવાનું ટાળ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.