- ગોપાલ પટેલ સહિત 25 કાર્યકરો કોંગ્રેસનો ખેસ પહેર્યો
- કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે કોંગ્રેસમાં આવકાર્યા
- NCPનું કોંગ્રેસમાં વિલીનીકરણ
વલસાડ: પારડી હોટેલ વિરામ ખાતે NCPના પ્રમુખ ગોપાલ પટેલ અને 25 કાર્યકરોએ વિધિવત કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલે વલસાડ જિલ્લા NCP પ્રમુખ ગોપાલભાઈ પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે કોંગ્રેસમાં આવકાર્યા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ત્યારે દરેક પક્ષ જોડ-તોડની નીતિ અપનાવી રહ્યો છે. પારડી વિરામ હોટલ ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલે વલસાડ જિલ્લા NCP પ્રમુખ ગોપાલભાઈ પટેલને કોંગ્રેસના ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં એનસીપીના 25 જેટલા મુખ્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસની ખેસ પહેરી હતી અને આગામી ચૂંટણીમાં NCP ના દરેક કાર્યકરો કોંગ્રેસ તરફથી કાર્ય કરશે તેમ NCP ના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.
NCP અને કોંગ્રેસ એકબીજાના ભાઈ હોવાની કેફિયત
વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, NCP અને કોંગ્રેસ એકબીજાના ભાઈ હતા અને છે. જે હવે આગામી સમયમાં એક થઈને ચૂંટણી લડશે. ગોપાલ પટેલ સહિત 25 કાર્યકરો NCPમાં જોડાયા હતા. જેને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જોકે, પારડી બેઠક ઉપર તાલુકા પંચાયત ચૂંટણીમાં તેઓ મહત્વનો ભાગ ભજવશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મેહુલભાઈ વશી, સતિષભાઈ પટેલ તેમજ NCP અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.