વલસાડઃ ધરમપુર રજવાડી નગરીમાં પરંપરાગત હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુરના રાજા મોહન દેવજીની ઘોડીનું જે સ્થળે મોત થયું હતું. ત્યાં જ તેને ખાડો કરીને દફનાવવામાં આવી હતી. બસ ત્યારથી આ જગ્યાએ પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
યુવાનો હોળી માટે લાકડા એકત્ર કરે છે અને ત્યારબાદ ખાસ પ્રકારના ખામ્ભનું સ્થાપન કરી અન્ય લાકડા મૂકી હોળી બનાવવામાં આવે છે, ત્યારબાદ તેને પ્રજ્વલિત કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્થાનિકોના સહયોગથી રાજા મોહનદેવજીના સમયથી ચાલી આવતા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સાંજે હોળી દહન બાદ અનેક મહિલાઓ એ વૈદિક રીતે પૂજન અર્ચન કર્યું હતું અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટેની કામના કરી હતી. ધરમપુરમાં રાજાના સમયથી હોળી નાગરરીયા દેવના મંદિર નજીકમાં જ પ્રજ્વલિત કરવામાં આવે છે. આજે પણ આ વિધિ આજે પણ સતત ચાલી રહી છે આને હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.