વલસાડ: ધરમપુર રજવાડું સમગ્ર દેશમાં જાણીતું હોવાથી ધરમપુર નગરને ખુબજ સારી રીતે બનાવવામાં આવ્યું હતું. જેથી ધરમપુર પ્રવેશદ્વાર ભવ્ય બનાવવા તાત્કાલીન ધરમપુરના રાજવી શ્રીમંત મહારાણા વિજયદેવજી મહારાજ એ ખાતમુહત કરી શરૂઆત કરી. આ પ્રવેશદ્વાર બનાવવાનું કામ તે સમયના સમગ્ર દેશના જાણીતા કોન્ટ્રાકટર મીસ્ટર મંછારામ આર મિસ્ત્રીને સોંપવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વારનું સંપૂર્ણ બાંધકામ તારીખ 26 એપ્રિલ 1923 રોજ પૂર્ણ થતા આ પ્રવેશદ્વારનું નામ રાજ્ય રોહણ ગેટ નક્કી કરાયું હતું. તારીખ 27 એપ્રિલ 1923માં આ ગેટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતના છોટાઉદેપુરના રાજવી મહારાઉલ ફતેહસિંહજીના શુભ હસ્તે પ્રજા માટે આ ગેટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ઐતિહાસિક વારસો: રાજ્યારોહણ ગેટ ઉપર આજે પણ 4 પ્રતિમા જેના સિદ્ધાંત ઉપર રાજ્ય ચાલતું હતું. તેમની મુકવામાં આવી છે. ધરમપુરનું ભારત દેશમાં વિલીનીકરણ થયું ત્યા સુધી ધરમપુર રાજ્યમાં ન્યાય, દયા, ધર્મ, કલાના સિદ્ધાંત ઉપર જ ચલાવ્યું હતું. જેથી આ રાજ્ય રોહણ ગેટ ઉપર આ ચાર સિદ્ધાંત ન્યાય, દયા, ધર્મ, કલાની દેવીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. આ રાજ્ય રોહણ ગેટ અને આ ચાર પ્રતિમાઓને 100 વર્ષ પુરા થયા છે. જે ધરમપુરના રાજવીના ભૂતકાળના ઐતિહાસિક વારસાની યાદ કરાવે છે.
ત્રણ દરવાજાને સ્થાન: ધરમપુર પાલિકાના સિમ્બોલમાં રાજ્યારોહણ ગેટનો સમાવેશ કરાશે. રાજ્ય રોહણ ગેટના 100 વર્ષ પૂર્ણ થતાં આજે રાજવી વંશજનો એક વિશેષ સન્માન સમારોહ પાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ધરમપુરના રહીશ જિલ્લા ભાજપ પ્રમુખે સ્ટેજ ઉપરથી કરી જાહેરાત કે, પાલિકાના જુના સિમ્બોલમાં જે ટાવરને સ્થાન અપાયું હતું. જે બદલીને હવેથી નવા સિમ્બોલ તરીકે ધરમપુરના રાજવી પરિવારની અને ધરમપુર ઓળખ એવા ત્રણ દરવાજાને સ્થાન આપવામાં આવ્યું છે.