વલસાડ : ધરમપુર નજીકના એક ગામની બે સંતાનની માતા અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાનો પ્રેમ સોશિયલ મીડિયા થકી પાંગર્માંયો હતો. આ પ્રેમીએ અંગત પળના વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા પાસેથી 3 લાખ 85 હજાર પડાવ્યા હતાં. આખરે મહિલાને વાસ્તવિકતાનું ભાન થતા પોલીસ શરણે પહોંચતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે.
વર્ષ 2020થી શરૂ થઈ મિત્રતા : શિક્ષિકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફેસબૂક અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો આ યુવક સાથે પરિચય થયો હતો અને 2020થી આ બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવાઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી જે બાદ પૈસાની આપલે પણ શરૂ થઈ હતી.
બ્લેકમેલ કરવામાં આવી : સોશિયલ મીડિયામાં કેટલીક સારી સારી પોસ્ટ શેર કરી હોય જેને લઇને શિક્ષિકા મહિલાને સારી પોસ્ટ લગતા તે પોસ્ટ ઉપર લાઈક કરી હતી. તે બાદ કેટલીક કોમેન્ટો કર્યા બાદ મેસેન્જરના મારફતે બંને પોતાના મોબાઈલ નંબર આપ લે કર્યા હતા અને બંને મોબાઈલ નંબર ઉપર વાતો કરવા લાગ્યા હતા અને જે બાદ તેમને મિત્રતા બંધાઈ હતી અને મિત્રતા પ્રેમમાં પરિણમે બાદ પ્રેમી યુવકે મહિલા પાસે કેટલાક વીડિયો કોલિંગ કરી અંગત ફોટાઓનો વિડીયો ઉતારી લઈ તે વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા માંગી રહ્યો હતો. જે બાદ અંદાજિત રૂપિયા 3,85,000 જેટલી રકમ મહિલા પાસે પડાવી લીધી હતી.
આ પણ વાંચો Rajkot Crime: પ્રેમના નામે પતન, નદીમાંથી મળી આવેલ મૃતદેહનો મામલો ઉકેલાયો
મેડિકલ સ્ટોર પ્રેમીએ પૈસાની માંગ કરી : શિક્ષિકા બરાબર પ્રેમીની પ્રેમજાળમાં ફસાયા બાદ રાજસ્થાની પ્રેમીએ શિક્ષિકા પાસેથી મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે એક લાખ રૂપિયાની માંગ કરી હતી. શિક્ષિકાએ પણ આ એક લાખ રૂપિયા પ્રેમીના મિત્રના મોબાઇલ ઉપર મની ટ્રાન્સફર કરી મોકલી દીધા હતાં. જો કે મની ટ્રાન્સફર દરમિયાન પ્રેમીનું નામ વિક્રમ સોલંકીના સ્થાને વારધારામ ઝાલારામ આવ્યું હતું.
પ્રેમીના અસલી નામની ખબર પડી : શિક્ષિકા પાસે પોતાની આઇડેન્ટિટી છુપાવવા માટે રાજસ્થાની યુવકે પોતાનું નામ સોશિયલ મીડિયાની આઈડીમાં વિક્રમ સોલંકી રાખ્યું હતું. જ્યારે હકીકતમાં તેનું નામ વારધારામ ઝાલારામ હતું. જે શિક્ષિકાએ રૂપિયા એક લાખ ટ્રાન્સફર કરતાં બહાર આવ્યું હતું અને ત્યારબાદ તેણે પોતાનું નામ વારધારામ હોવાનું શિક્ષિકા સમક્ષ કબૂલી પણ લીધું હતું.
અંગત પળના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી : શિક્ષિકા મહિલા બરાબર પ્રેમીની જાળમાં ફસાયા બાદ પ્રેમીએ અવારનવાર પૈસાની માંગણી શરૂ કરી હતી. જેથી કંટાળેલી શિક્ષિકા મહિલાએ વિક્રમ સોલંકીને પૈસા આપવાની ના પાડતા પ્રેમીએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. વીડિયો કોલિંગ દરમિયાન અંગત પળોના વિડીયો રેકોર્ડ કરી લીધા હતા અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેને પગલે મજબૂર શિક્ષિકા મહિલાએ અવારનવાર કરી અંદાજિત રૂપિયા 3,85,000 જેટલી રકમ પ્રેમીને આપી દીધી હતી.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પ્રોફેસરની પત્ની સાથે 8 વર્ષથી દુષ્કર્મ આચરતા યુવકની ધરપકડ
આખરે પોલીસ ફરિયાદ કરી : 3,85,000 જેટલી રકમ પ્રેમીને આપી દીધા બાદ શિક્ષિકાને બ્લેકમેલ કરી રહેલા રાજસ્થાની પ્રેમી સામે શિક્ષિકાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. કારણ કે અવારનવાર બ્લેકમેલ કરી તેની પાસેથી તે પૈસાની માંગણી કરી રહ્યો હતો. જે અંગે શિક્ષિકાએ પ્રથમ પોતાની બહેનપણી અને તે બાદ તેના પતિને હકીકત અંગે જાણ કર્યા બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે રાજસ્થાની યુવકની ધરપકડ કરી : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલી આ ફરિયાદમાં અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનારા પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલો પ્રેમી વારધારામ ઝાલારામ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને તે મહિલા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરી તેની સાથે પ્રેમમાં પડીને અંગત ફોટો વિડીયો લઈ લીધા બાદ આ મહિલાને બ્લેકમેલ કરી પૈસા પડાવી રહ્યો હતો. ફરિયાદ આવતા જ પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આમ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી પાંગરેલા પ્રેમમાં શિક્ષિકાને રૂપિયા 3,85,000 ગુમાવવાનો વારો આવ્યો હતો જેને પગલે આ સમગ્ર કિસ્સો હાલ તો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.