ETV Bharat / state

વલસાડ કલેક્‍ટરે 'નિસર્ગ' વાવાઝોડાના સંભવિત ખતરાને જોતાં સતર્કતાના પગલાંરૂપે બેઠક યોજી - latestgujaratinews

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાની આગાહીના પગલે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના અનેક ગામ પ્રભાવિત થવાની શક્યતાને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની આગમચેતીના પગલાં રૂપે જિલ્લા કલેક્‍ટર આર.આર. રાવલે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 2, 2020, 7:45 AM IST

વલસાડ: જિલ્લામાં કાર્યભાર સાંભળતાની સાથે જ નવા કલેકટર માટે હાલ સંભવિત વાવાઝોડું પડકાર રૂપ કહી શકાય છે. વાવઝોડાને પહોંચી વળવા માટે કલેકટરે વહીવટી અધિકારીઓ સાથે બેઠકના દોર શરૂ કરી તમામ કમગીરી ઉપર નજર રાખી રહ્યાં છે. આજે વિશેષ બેઠકમાં કલેક્‍ટર રાવલે જણાવ્‍યું હતું કે, આપત્તિ સમયે ટીમ વલસાડ તમામ કામગીરી પાર પાડશે, પરંતુ દરેક અધિકારીઓ પોતાની ફરજ નિષ્‍ઠાપૂર્વક અને પોતાને આત્‍મસંતોષ થાય તે રીતે નિભાવે તે જરૂરી છે. સૂચના નહીં પણ અમલવારી કરી ફિલ્‍ડના સ્‍ટાફને હેડકવાર્ટરમાં રાખી સતત સંપર્કમાં રહેવા જણાવ્‍યું હતું.

વલસાડ કલેક્‍ટરે સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાને લઈ બેઠક યોજી

વાવાઝોડાના પગલે જિલ્લામાં NDRFની ટીમને સ્‍ટેન્‍ડબાય તરીકે તૈનાત કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે સ્‍થળાંતર કરવાનું થાય તો તે માટે શેલ્‍ટર હોમ, કયા વ્‍યક્‍તિને કયાં લઇ જવાનું તેમના માટે રહેવા-જમવાની વ્‍યવસ્‍થાની સાથે કોવિડ-19ને અનુલક્ષીને આગમચેતીના ભાગરૂપે સેનેટાઇઝર તેમજ માસ્‍કની પૂરતી વ્‍યવસ્‍થા રાખવા, કેન્‍ટેઇનમેન્‍ટ ઝોન તેમજ હોમ કવોરેન્‍ટાઇન લોકો માટે અલગ રહેવાની વ્‍યવસ્‍થા, વૃદ્ધો-બાળકો માટેની વ્‍યવસ્‍થા સંદર્ભે વિસ્‍તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક સુનિલ જોષી, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.