વલસાડઃ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે નવા આવેલા ડો. રાજદીપસિંહ ઝાલા, ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સિટી પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જેથી હવે વલસાડ શહેરમાં નો પાર્કિંગમાં પણ વાહન પાર્ક કરનારાઓ એ જે જવાનું રહેશે નહીં તો તમારી કાર કે બાઈક પોલીસ ડિટેઈન કરી લેશે.
આજે જિલ્લા પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર વલસાડ ડીએસપી કચેરીથી તીથલ રોડ સુધીના મુખ્ય માર્ગ ઉપર રોડની બાજુમાં ન પાર્કિંગ ઝોનમાં પણ આડેધડ વાહનો પાર્ક કરીને જતા વાહનચાલકો સામે વલસાડ સીટી પીઆઇ અને તેમની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. જેને લઇને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
મહત્વનું છે કે ડીએસપી કચેરીથી તીથલ રોડ સુધીના મુખ્ય માર્ગ ઉપર રોડની બંને બાજુ અનેક મોટા વાહનો ગેરકાયદેસર રીતે પાર કરીને લોકો પોતાના કામ થઈ જતા રહે છે. ત્યારે આજે પોલીસે આવા જ અનેક વાહનચાલકોને સબક શીખવવા માટે કેટલાક વાહનો ડિટેઇન કરી લીધા હતા. જેને લઈને વાહનચાલકોને ખબર પડતા સિટી પોલીસ મથકમાં પોતાના વાહન છોડાવવા માટે આજીજી કરવા પહોંચ્યા હતા. તો કેટલાક લોકોને એનાઉન્સમેન્ટ કરી પોતાના વાહનો જગ્યા પરથી ખસેડી લેવા માટે પણ સીટી પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
મહત્વનું છે કે વલસાડ શહેરમાં ડીએસપી કચેરીથી લઈને તિથલ રોડ ઉપર જિલ્લા કલેકટર કચેરી સહિત અને કચેરીઓ આવેલી છે. જેને લઇને અહીં આવનારાઓની સંખ્યા પણ વધુ હોય છે. જેના કારણે લોકો નો પાર્કિંગમાં પણ વાહનો પાર્ક કરીને પોતાના કામ અર્થે જતા રહેતા હોય છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા વકરે છે, ત્યારે પોલીસ હરકતમાં આવતાં હવે આડેધડ વાહનો પાર્ક કરતા પહેલા વાહનચાલકોએ ચેતવાનું રહેશે.